Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશઉત્તરાખંડની જે સુરંગમાં ફસાયા હતા 41 મજૂરો, ત્યાં હવે 'બાબા બૌખનાગ'નો મેળો:...

    ઉત્તરાખંડની જે સુરંગમાં ફસાયા હતા 41 મજૂરો, ત્યાં હવે ‘બાબા બૌખનાગ’નો મેળો: જાણો કોણ છે એ દેવતા જેમના દર્શન કરવા ફરી આવ્યા વિદેશી વૈજ્ઞાનિક

    બચાવ કાર્ય પૂર્ણ થયાના એક વર્ષ પછી, આ સિલ્ક્યારા ટનલની બહાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન બાબા બૌખનાગના સ્થળે જ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થાનિક લોકો અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.

    - Advertisement -

    નવેમ્બર 2023માં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં (Uttarkashi, Uttarakhand) નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં (Silkyara Tunnel) 41 કામદારો ફસાયા હતા. આ કામદારો કામ કરવા માટે અંદર ગયા હતા પરંતુ વચ્ચે આવતા કાટમાળને કારણે બહાર આવી શક્યા ન હતા. આ પછી તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં ઓસ્ટ્રેલિયાના બચાવ નિષ્ણાત અર્નાલ્ડ ડિક્સની (Arnold Dix) મદદ લેવામાં આવી હતી. આ જ સ્થાને સ્થાનિક દેવતા બાબા બૌખનાગનું (Baba Boukhnag) મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. 18 દિવસના બચાવ અભિયાન બાદ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અર્નાલ્ડ ડિક્સે તેને બાબા બૌખનાગની કૃપા ગણાવી હતી.

    હવે, બચાવ કાર્ય પૂર્ણ થયાના એક વર્ષ પછી, આ સિલ્ક્યારા ટનલની બહાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન બાબા બૌખનાગના સ્થળે જ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થાનિક લોકો અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. આ મેળાનું આયોજન સોમવારે (25 નવેમ્બર, 2024) કરવામાં આવ્યું હતું. તેનું આયોજન સિલ્ક્યારા ટનલની બહાર જ કરવામાં આવ્યું હતું.

    બાબાની અર્ચના કરવા પરત આવ્યા આર્નોલ્ડ ડિક્સ

    બચાવ કામગીરી પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવનાર અર્નાલ્ડ ડિક્સને ઉત્તરાખંડ પરત બોલાવવામાં આવ્યા છે. બાબા બૌખનાગના મેળામાં તેમને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. અર્નાલ્ડ ડિક્સ ગયા વર્ષે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બાબા બૌખનાગના મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    બચાવ કામગીરી પૂરી થયા બાદ ડિક્સે બાબા બૌખનાગનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંદિરમાં ગયા હતા. અર્નાલ્ડ ડિક્સ ફરી એકવાર બાબા બૌખનાગના આશીર્વાદ મેળવવા મંદિર સુધી પહોંચ્યા છે. તેમણે અહીં મેળામાં હાજરી આપી હતી અને મીડિયા સાથે વાત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.

    તેમણે સ્થાનિક પત્રકાર દેવ રતૂડીને જણાવ્યું હતું કે, “મને અહીં બાબા બૌખનાગ વિશે જાણકારી મળી હતી. મેં બાબાને પ્રાર્થના કરી કે અહીં ફસાયેલા 41 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવે કારણ કે તેમણે કોઈ ખોટું કર્યું નથી. મેં અમે લોકો પણ બચીએ એના માટે પ્રાર્થના પણ કરી કારણ કે અમે તેમને મદદ કરી રહ્યા હતા.”

    અર્નાલ્ડ ડિક્સે ગયા વર્ષે ગંગામાં સ્નાન કરવાનો તેમનો અનુભવ પણ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે ગંગામાં સ્નાન કર્યા પછી તેમને હળવાશનો અનુભવ થયો. આ પછી અર્નાલ્ડ ડિક્સે ભારત સાથેના તેમના ગાઢ સંબંધો વિશે પણ વાત કરી. ડિક્સે કહ્યું કે હવે તેમની એક પુત્રી છે જે ભારતીય છે.

    કોણ છે બાબા બૌખનાગ દેવતા?

    સુરંગમાંથી શ્રમિકો હેમખેમ પાછા આવ્યા તે જે બાબા બૌખનાગની કૃપા દર્શાવવામાં આવી તે અહીંયાના ખેત્રપાલના દેવતા છે. ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશમાં તે ચોક્કસ વિસ્તારની રક્ષા કરનાર દેવતાને ખેત્રપાલ કહેવામાં આવે છે. ખેત્રપાલ શબ્દ સ્થાનિક ગઢવાલી ભાષામાં ‘ક્ષેત્રપાલ’ શબ્દનું અપભ્રંશ છે, ગઢવાલીમાં ‘ક્ષ’ અક્ષરનો ઉચ્ચાર ‘ખ’ તરીકે થાય છે.

    બાબા બૌખનાગને વાસુકી નાગનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા અહીં પહોંચ્યા હતા અને પછી સેમ મુખમ ગયા હતા. સેમ મુખમમાં નાગરાજનું મંદિર પણ છે. આ પહેલા પણ અહીંયા મેળો ભરાતો હતો.

    ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશમાં, હિંદુ દેવી-દેવતાઓ સિવાયના સ્થાનિક દેવી-દેવતાઓની ખૂબ માન્યતા છે. અહીં જંગલનું રક્ષણ કરનાર વન દેવતા, ક્ષેત્રનું રક્ષણ કરનાર ક્ષેત્રપાલ  અને અન્ય સ્થાનિક દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જો કે, સમગ્ર દેશમાં પ્રદેશ-વિશિષ્ટ દેવતાઓ છે, જે અલગ અલગ નામોથી જાણીતા છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે એ જરૂરી નથી કે આ બધા દેવી-દેવતાઓનું ભવ્ય મંદિર કોઈ ચોક્કસ જગ્યાએ બનેલું જ હોય. કેટલાક સ્થળોએ સ્થાનિક દેવતાના નામ પર માત્ર પથ્થરની પૂજા પણ થઈ શકે છે. જે જગ્યાએ આ સુરંગ દુર્ઘટના થઈ હતી, ત્યાં કોઈ ભવ્ય મંદિર નિર્મિત નહોતું.

    બૌખનાગ દેવતા સિવાય આ વિસ્તારમાં એવા ઘણા દેવતાઓ છે, જેઓ નાગરાજા અને અન્ય નામોથી ઓળખાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નાગ શબ્દ સાથેના દેવતાઓનો સબંધ ભગવાન વિષ્ણુની શૈયા તરીકે બિરાજમાન ભગવાન શેષનાગ સાથે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં