મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુરમાં (Kolhapur) એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક 108 એમ્બ્યુલન્સ (Ambulance) એક ‘શવ’ લઈને અંતિમ સંસ્કાર માટે જઈ રહી હતી. આ દરમિયાન સ્પીડ બ્રેકર પરથી પસાર થતા પાંડુરંગ ઉલ્પેની (Pandurang Ulpe) આંગળીઓ હલવા લાગી હતી. નોંધનીય છે કે 16 ડિસેમ્બરે પાંડુરંગને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરે તેમને મૃત જાહેર કર્યા બાદ જ્યારે એમ્બ્યુલન્સ શવ લઈને જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુરના કસ્બા બાવડા વિસ્તારમાં રહેતા પાંડુરંગ ઉલ્પે 65 વર્ષના છે. 16 ડિસેમ્બરની સાંજે, પાંડુરંગને અચાનક ચક્કર આવ્યા, હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઘરમાં જ ફસડાઈ પડ્યા હતા. તેમના પરિવારે તેમને કોલ્હાપુરના ગંગાવેશની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે-ત્રણ કલાક પછી પાંડુરંગને મૃત જાહેર કર્યા હતા.
એમ્બ્યુલન્સને ધક્કો લગતા મળ્યું પુનર્જીવન
ઘરમાં પાંડુરંગના અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. ડોક્ટર્સએ જ્યારે પાંડુરંગને મૃત જાહેર કર્યા ત્યારે હોસ્પિટલમાંથી ઘરે લાવવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી. ઘરે લઇ જતી વખતે રસ્તામાં સ્પીડ બ્રેકર આવ્યો જેના કારણે એમ્બ્યુલન્સને ધક્કો લાગ્યો હતો. આ દરમિયાન પાંડુરંગની આંગળીઓ હલવા લાગી હતી.
A miraculous event unfolded in Kolhapur’s Kasba Bawda, where Pandurang Tatya, declared dead after a heart attack, was revived after a bump in the ambulance. His relatives had prepared for his last rites, but the shock led to his revival. Tatya now walks again, calling it a divine… pic.twitter.com/Rek9kw32tQ
— Pune Mirror (@ThePuneMirror) January 2, 2025
પાંડુરંગના શ્વાચ્છોશ્વાસ પણ શરૂ થયા ગયા હતા. તરત જ તેમને ફરીથી એ જ એમ્બ્યુલન્સમાં કદમવાડી વિસ્તારની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને લગભગ 15 દિવસ સુધી તેમની સારવાર ચાલી, ત્યાર પછી 2 ડિસેમ્બરે પાંડુરંગ તાત્યા તેમના ઘરે પરત ફર્યા હતા.
થઈ ચૂકી હતી અંતિમક્રિયાની તૈયારીઓ
આ મામલે પાંડુરંગના સંબંધીએ જણાવ્યું હતું કે, “અમે અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લીધી હતી. જ્યારે ડોક્ટરોએ પાંડુરંગને મૃત જાહેર કર્યા ત્યારે અમે 3 કલાક સુધી હોસ્પિટલની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી. પછી એમ્બ્યુલન્સ બુક કરાવી. તેમાં મૃતદેહને લઈને ઘરે લઈ જવા લાગ્યા. પૌત્ર રોહિત અને અન્ય સંબંધીઓ પણ એમ્બ્યુલન્સમાં હતા.”
તેમણે આગળ કહ્યું કે, “પછી એમ્બ્યુલન્સ રસ્તામાં એક સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ, જેના કારણે બધાને જોરદાર આંચકો લાગ્યો. અમે જોયું કે પાંડુરંગની આંગળીઓ અને શરીર હલતું હતું. તેમના શ્વાસની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે શ્વાસ લઈ રહ્યા છે. અમે તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે તે જીવિત છે. બસ આ જાણીને અમે બધા બહુ ખુશ થયા અને આશ્ચર્યચકિત પણ.”