Saturday, September 7, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનબિરિયાની બનાવતાં પહેલાં નમાજ પઢતી પૂજારીની પુત્રી, ભગવાન રામ ખાતા હતા માંસ:...

    બિરિયાની બનાવતાં પહેલાં નમાજ પઢતી પૂજારીની પુત્રી, ભગવાન રામ ખાતા હતા માંસ: આવું દર્શાવાયું છે નેટફ્લિક્સની ફિલ્મ ‘અન્નપૂર્ણી’માં, પોલીસ ફરિયાદ દાખલ

    ફિલ્મનું અન્ય એક દ્રશ્ય પણ સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યું છે, જેમાં બ્રાહ્મણ યુવતી શેફ ઇન્ડિયાના પ્રોગ્રામમાં નમાજ પઢીને બિરિયાની બનાવે છે અને જ્યારે જજ તેને પૂછે છે કે તેણે આવું શું કામ કર્યું, ત્યારે તે જવાબ આપે છે કે જેણે તેને બિરિયાની બનાવતાં શીખવ્યું હતું તેમનું માનવું છે કે નમાજ પઢવાથી તેમાં સ્વાદ આવે છે. 

    - Advertisement -

    સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તાજેતરમાં જ રિલીઝ થયેલી એક ફિલ્મ વિવાદમાં સપડાઇ છે. ‘અન્નપૂર્ણી’ નામની આ ફિલ્મ ગત 28 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. હવે તેની વિરુદ્ધ પૂર્વ શિવસેના નેતા અને હિંદુ આઈટી સેલના સ્થાપક રમેશ સોલંકીએ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ભગવાન રામના અપમાન અને હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

    રમેશ સોલંકીએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “મેં હિંદુવિરોધી ઝી અને હિંદુવિરોધી નેટફ્લિક્સ સામે ફરિયાદ નોંધાવી છે. આખું વિશ્વ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે ત્યારે આ હિંદુવિરોધી ફિલ્મ અન્નપૂર્ણી નેટફ્લિક્સ પર રીલીઝ કરવામાં આવી છે. જે ઝીસ્ટુડિયોઝ, નાદ સ્ટુડિયોઝ અને ટ્રાયડેન્ટ આર્ટ્સ દ્વારા બનાવવામાં આવી છે.” તેમણે લખ્યું કે, નેટફ્લિક્સ અને ઝીસ્ટુડિયોઝ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા પહેલાં હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઇને આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.” 

    તેમણે મુંબઈ પોલીસને આ મામલે FIR દાખલ કરવા માટે અપીલ કરી હતી. જોકે, પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. 

    - Advertisement -

    અન્ય એક પોસ્ટમાં રમેશ સોલંકીએ લખ્યું કે, “બિરિયાની બનાવવા પહેલાં હિંદુ પૂજારીની પુત્રી નમાજ પઢે છે, મંદિર નથી જતી પરંતુ બિરિયાની ખાવા રમઝાનમાં ઇફ્તાર માટે જાય છે. ભગવાન શ્રીરામ માંસાહારી છે અને સાથે લવ જેહાદનો એન્ગલ. આ દ્રશ્યોના બહાને ડાયરેક્ટર નિલેશ કૃષ્ણા, નિર્માતા જતિન સેઠી, શારિખ પટેલ, પુનિત ગોયન્કા, પ્રસ્તુતકર્તા મોનિકા શેરગિલ જનભાવનાને ઠેસ પહોંચાડવા માંગે છે. જેથી અમારી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસને વિનંતી છે કે હિન્દુદ્વેષ અને ધાર્મિક ભાવનાને આહત કરવા માટે તેમની વિરુદ્ધ FIR કરવામાં આવે.”

    તેમણે સાથે આ ફિલ્મનાં અમુક દ્રશ્યો પણ જોડ્યાં હતાં. જેમાંથી એક દ્રશ્યમાં હીરો યુવતીને માંસ ખાવા માટે પ્રેરિત કરે છે અને તે માટે સંદર્ભ આપે છે રામાયણનો. તે કહે છે, “કામ અલગ છે અને ભક્તિ અલગ છે.” જેની ઉપર યુવતી કહે છે કે, “મંદિરની સેવા કરતા પરિવારમાં પેદા થઈને પણ માંસ બનાવીશ તો ભગવાન મને કઈ રીતે માફ કરશે?” ત્યારબાદ યુવક એક શ્લોક બોલીને કહે છે કે, “વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે જ્યારે વનવાસ દરમિયાન ભૂખ લાગી હતી ત્યારે રામ-લક્ષ્મણ અને સીતાએ જાનવરોને મારીને તેમને પકવીને ખાધાં હતાં. રામાયણમાં પણ લખ્યું છે કે તેમણે માંસ ખાધું હતું. રામ તો વિષ્ણુજીનો અવતાર છે.” 

    ફિલ્મનું અન્ય એક દ્રશ્ય પણ સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યું છે, જેમાં બ્રાહ્મણ યુવતી શેફ ઇન્ડિયાના પ્રોગ્રામમાં નમાજ પઢીને બિરિયાની બનાવે છે અને જ્યારે જજ તેને પૂછે છે કે તેણે આવું શું કામ કર્યું, ત્યારે તે જવાબ આપે છે કે જેણે તેને બિરિયાની બનાવતાં શીખવ્યું હતું તેમનું માનવું છે કે નમાજ પઢવાથી તેમાં સ્વાદ આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં