Wednesday, September 11, 2024
More
    હોમપેજમિડિયાએક છોકરો પાછળથી આવે છે અને કહે છે- એ બુઢઉ ટોપી વેચવી...

    એક છોકરો પાછળથી આવે છે અને કહે છે- એ બુઢઉ ટોપી વેચવી છે….: નાના પાટેકરે જણાવ્યું થપ્પડ કાંડનું ‘સત્ય’, કહ્યું-ભૂલથી થયું… માફ કરી દો

    વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના કાશીનો છે. આ ઘટના દશાશ્વમેધ ઘાટ પાસે બની હતી. અહીં નાના પાટેકર ફિલ્મ 'જર્ની'નું શૂટિંગ કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. તેમની ધરપકડની માંગ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    અભિનેતા નાના પાટેકરનો એક વીડિયો વાયરલ થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે નાના પાટેકરે સેલ્ફી લેવા બદલ એક પ્રસંશકને થપ્પડ મારી હતી. તેવામાં હવે આ અભિનેતાએ એક વીડિયોજાહેર કર્યો છે અને આ ઘટના માટે માફી માંગી છે. તેમણે એ પણ જણાવ્યું કે કયા સંજોગોમાં આવું થયું હતું.

    વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના કાશીનો છે. આ ઘટના દશાશ્વમેધ ઘાટ પાસે બની હતી. અહીં નાના પાટેકર ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. તેમની ધરપકડની માંગ પણ કરવામાં આવી હતી.

    હવે નાના પાટેકરે થપ્પડ મારવાની આ ઘટના બદલ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. તેમણે કહ્યું છે કે તેઓ ફિલ્મના સીનનું રિહર્સલ કરી રહ્યા હતા. આ સીનમાં નાનાએ ટોપી પહેરી છે અને તેમની પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેને કહે છે- એ બુઢઉ ટોપી વેચવી છે શું? આ પછી, નાના તેને પકડે છે અને થપ્પડ મારે છે. નાના તેને કહે છે કે બત્તમીઝી બંધ કર અને વ્યવસ્થિત વાત કર અને ત્યાર બાદ તે વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે.

    - Advertisement -

    નાના પાટેકરના કહેવા પ્રમાણે આ સીનનું રિહર્સલ થઇ ચુક્યું હતું હતું. જ્યારે બીજીવાર રિહર્સલ શરૂ થયું ત્યારે વાયરલ વીડિયોમાં દેખાતો છોકરો વચ્ચે આવી ગયો. તેમને ફિલ્મ સાથે જોડાયેલી વ્યક્તિ સમજીને સીન પ્રમાણે નાનાએ તેને થપ્પડ મારી દીધી. નાનાએ કહ્યું કે બાદમાં તેમને લાગ્યું કે છોકરો આ ફિલ્મ સાથે સંકળાયેલો નથી. પછી તેમણે એ છોકરાને ગોતવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે એ જગ્યાએથી ભાગી ગયો હતો.

    નાના પાટેકરના કહેવા પ્રમાણે, તેમને નથી ખબર કે આ છોકરો કેવી રીતે અંદર આવ્યો. તેમણે કહ્યું, “ભૂલથી આવું થયું હતું. અમને ખબર નથી કે તે ક્યાંથી આવ્યો હતો. મેં તેને અમારો જ માણસ સમજીને આમ કર્યું હતું. કોઈ ગેરસમજ થઈ હોય, તો કૃપા કરીને અમને માફ કરી દો. અમે ક્યારેય કોઈની સાથે આવું નથી કરતા. અમે આજ સુધી આવું ક્યારેય નથી કર્યું. છોકરો સામે આવશે તો હું તેની માફી માંગીશ.”

    નાનાના જણાવ્યા અનુસાર વાયરલ વીડિયોમાં દેખાતો છોકરો કદાચ ડરના કારણે ત્યાંથી ભાગી ગયો હતો. ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ પણ તેની ઘણી શોધખોળ કરી હતી. તેમણે કહ્યું કે કદાચ છોકરાના કોઈ મિત્રએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો જે વાયરલ થઈ ગયો છે. નાનાએ કહ્યું કે, “મેં ક્યારેય કોઈને ફોટો માટે ના નથી પાડી. અમે આજ સુધી આવું ક્યારેય કર્યું નથી. કોઈના પર હાથ નથી ઉપાડતો અને લોકોને ખુબ જ પ્રેમ કરું છું.”

    ઉલ્લેખનીય છે કે વીડિયો વાયરલ થયા બાદ ફિલ્મ નિર્દેશક અનિલ શર્માએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વારાણસીનો આ વીડિયો તેમની જ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે. આજ તક સાથે આ વીડિયો વિશે વાત કરતા અનિલ શર્માએ કહ્યું હતું કે, “મને પણ આ વિશે જાણકારી મળી છે. મેં વીડિયો જોયો છે. નાના પાટેકરે કોઈને માર્યું નથી. આ મારી ફિલ્મનો શોટ છે. આ સીનમાં નાના પાટેકરે પોતાની પાસે આવતા છોકરાના માથે મારવાનું હોય છે. શૂટિંગ ચાલુ હતું અને તે જ રીતે તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ભીડમાંથી કોઈએ આ દ્રશ્ય તેના ફોનમાંથી શૂટ કર્યું અને તેને લીક કરી દીધું હતું.”

    અનિલ શર્માએ કહ્યું હતું કે આ વીડિયો દ્વારા નાના પાટેકરની નેગેટિવ ઇમેજ બનાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. તેમણે લોકોને વિનંતી કરી કે તેઓ આ વીડિયોને સમજે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મનો શોટ છે, નાના પાટેકરે કોઇને નથી માર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં