Wednesday, June 11, 2025
More
    હોમપેજએક્સપ્લેઇનરશિક્ષણની બ્રેનવૉશિંગ ઈન્ડસ્ટ્રી, બ્રેનવૉશ્ડ બાળકો અને વાલીઓ…તમારા ઘરની જ વાત છે ‘હિઝ...

    શિક્ષણની બ્રેનવૉશિંગ ઈન્ડસ્ટ્રી, બ્રેનવૉશ્ડ બાળકો અને વાલીઓ…તમારા ઘરની જ વાત છે ‘હિઝ સ્ટોરી ઑફ ઈતિહાસ’, સમજાવે છે સરકાર અને સિસ્ટમ વચ્ચેનું અંતર

    ફિલ્મ સંવેદનશીલ વિષય અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે તમને ક્યારેય કંટાળો આવવા દેતી નથી. વામપંથી ઇતિહાસના પ્રોફેસરો અને લેખકોના પાત્રો તમને વાસ્તવિક અને પરિચિત લાગશે. હા, ઘણા લોકોને તો પહેલી વાર ખબર પડશે કે બાળકો અને વાલીઓ તેમની જાળમાં કેવી રીતે ફસાઈ જાય છે.

    - Advertisement -

    “શું સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વ્યથિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો?”

    “શું અકબર ખરેખર મહાન હતો?” 

    “શું ટીપુ સુલતાન સ્વતંત્રતા સેનાની હતો?” 

    - Advertisement -

    “શું ઔરંગઝેબ જીવતો પીર છે?” 

    “શું વાસ્કો-ડી-ગામાએ ભારતની ‘ખોજ’ કરી?” 

    “શું ઇસ્લામી આક્રાંતાઓએ ભારત પર 1000 વર્ષ રાજ કર્યું?” 

    “શું સતીપ્રથા ભારતની વિધવા સ્ત્રીઓ માટે અનિવાર્ય હતી?” 

    “શું વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં ભારતનું કોઈ યોગદાન નથી?” 

    “શું સ્વસ્તિક એક નાઝી પ્રતિક છે?” 

    “શું ભારતમાં બિરયાની બહારથી આવી છે?”

    આ તમામ પ્રશ્નોના આપણે પાઠ્યપુસ્ત્કોમાં શું જવાબ વાંચ્યા છે, એ આપણને સૌને યાદ છે. પરંતુ, શું તે જવાબ સાચા હતા? કે પછી વાસ્તવિકતા કંઈક અલગ છે, જેને વ્યવસ્થાગત રીતે છુપાવવામાં આવી છે? ઘણી પેઢીઓને ભ્રમમાં રાખવામાં આવી છે? આપણાં બાળકોમાં આપણાં જ દેશ અને આપણી સંસ્કૃતિ પ્રત્યે હીન ભાવના ભરવામાં આવી છે? ‘His Story Of ઇતિહાસ’ એક એવી ફિલ્મ છે, જે આ તમામ સવાલોના જવાબને શોધે છે.

    આગળ વધતાં પહેલાં ફિલ્મ વિશે જાણી લઈએ. ફિલ્મમાં સુબોધ ભાવે મુખ્ય ભૂમિકામાં છે, આખી વાર્તા તેમના દ્વારા ભજવવામાં આવેલા ફિઝિક્સના શિક્ષકના પાત્ર પર આધારિત છે. સુબોધ ભાવે લાંબા સમયથી મરાઠીમાં સક્રિય છે, તેમણે ઘણા પુરસ્કારો જીત્યા છે. તેઓ થિયેટર પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેથી તેમના અભિનય વિશે વધુ કહેવાની જરૂર નથી. તેમના સિવાય વરિષ્ઠ અભિનેતા યોગેન્દ્ર ટીકુ આ ફિલ્મમાં ઇતિહાસના પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યા છે. તમે અને મેં તેમને ઘણી ફિલ્મોમાં જોયા છે. અમે ઇચ્છીએ છીએ કે તમે થિયેટરમાં જાઓ અને આ ફિલ્મ જુઓ, તેથી અમે આ સમીક્ષા અને વિશ્લેષણમાં ફિલ્મની વાર્તા જાહેર કરીશું નહીં. આ એક ઓછા બજેટની ફિલ્મ છે, જે ખૂબ સંઘર્ષ અને મહેનતથી બનેલી છે – તેની ગરિમા જાળવી રાખવી એ આપણી ફરજ છે. સંઘર્ષ એટલા માટે, કારણ કે આ ફિલ્મનો વિષય એવો છે કે લગભગ 60 એક્ટરોએ તેને નકારી કાઢી હતી. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા મનપ્રીત સિંઘ ધામી છે, જેમણે તેને ‘પંચકર્મ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનાવી છે.

    એક મોટી સમસ્યાને શોધે છે ‘His Story Of Itihaas’

    આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, જો તમે લેખક અને વિશ્લેષક નીરજ અત્રીનું પુસ્તક ‘બ્રેનવૉશ્ડ રિપબ્લિક’ વાંચ્યું હશે તો તમને ખબર પડશે કે ફિલ્મમાં તમે શું જોવાના છો. નીરજ અત્રી ઘણા લાંબા સમયથી આપણા પાઠ્યપુસ્તકોમાં થયેલી ભેળસેળ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે NCERTને બાળકોને શીખવવામાં આવતાં ઘણાં તથ્યો અંગે પ્રશ્નો પૂછ્યા, જેના જવાબમાં બોર્ડ કોઈ પુરાવા કે સ્ત્રોત રજૂ કરી શક્યું નહીં. તેમણે એક આખું પુસ્તક લખ્યું. તેઓ YouTube પર તેમની ચેનલ ‘પોલિટિકલ ઇન્કરેક્ટ’ દ્વારા પણ જાગૃતિ ફેલાવતા રહે છે.

    હવે પરત ફિલ્મ પર આવીએ. સંવેદનશીલ વિષય અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે તમને ક્યારેય કંટાળો આવવા દેતી નથી. વામપંથી ઇતિહાસના પ્રોફેસરો અને લેખકોના પાત્રો તમને વાસ્તવિક અને પરિચિત લાગશે. હા, ઘણા લોકોને તો પહેલી વાર ખબર પડશે કે બાળકો અને વાલીઓ તેમની જાળમાં કેવી રીતે ફસાઈ જાય છે. ફિલ્મમાં બે પરિવારો અને તેમના બાળકોની વાર્તા સમાંતર ચાલે છે – એક શ્રીમંત પરિવાર છે અને બીજો પ્રમાણમાં ગરીબ છે. ફિલ્મ એ બતાવવામાં સફળ રહી છે કે જે સમસ્યા તેણે એક્સપ્લોર કરી છે, તેનાથી પ્રભાવિત થનારાઓમાં ક્લાસ અથવા લિંગનો કોઈ ભેદ નથી.

    ફિલ્મ સિસ્ટમ સામે સંઘર્ષ છે, લલકાર છે, સિસ્ટમ બદલાયા પછી રચાયેલી નવી સિસ્ટમની લાચારી છે. ‘હિઝ સ્ટોરી ઑફ ઇતિહાસ’ તમારા ઘરની કહાણી છે. બાળકોને ‘Sit કરો’ અને ‘Eat કરો’ કહેનારી બ્રેનવૉશ્ડ માતાઓની કહાણી છે. બેન્ક લોનનો બોજ માથા પર લઈને બાળકોને મિશનરી સ્કૂલમાં ભણવા મોકલતા તે બ્રેનવૉશ્ડ પિતાની કહાણી છે, જે આ તણાવમાં પોતાના પર BP અને શુગર જેવી બીમારીઓ હાવી કરી નાખે છે. સ્વસ્તિકને નાઝી પ્રતિક સમજીને ઘૃણા કરતી બ્રેનવૉશ્ડ બાળકીની કહાણી છે. કુલ દેખાવવાની હોડમાં પશ્ચિમી સભ્યતાના આલિંગનમાં ફસાઈને ઈસાઈ ધર્માંતરણ તરફ આગળ વધી રહેલા એક બ્રેનવૉશ્ડ કિશોરની કહાણી છે. આ પોતાના જ દેશ અને સમાજને હિન ભાવનાથી જોતાં એક બ્રેનવૉશ્ડ IAS અધિકારીની કહાણી છે.

    આ એક બ્રેનવૉશિંગ ઇન્ડસ્ટ્રીની પણ કહાણી છે. તે ઇન્ડસ્ટ્રી, જેમાં મોટી બિંદીવાળી ગેંગની મહિલા એક્ટિવિસ્ટ છે, જે પોતાના લખાણને જ અકાટ્ય સત્ય માને છે અને તેનું કોઈ ખંડન કરે તો તેને ‘Rant’ કહી દે છે. તે ઇન્ડસ્ટ્રી, જેમાં મૌલનાઓના નેરેટિવને જાળવી રાખવા માટે મંદિરની જગ્યાને મસ્જિદ ગણાવી દેનારા ઇતિહાસકાર હોય છે. તે ઇન્ડસ્ટ્રી, જેમાં સાચો ઇતિહાસ ભણાવનારા પ્રોફેસરને તેની ભાષાને લઈને અપમાનિત કરવામાં આવે છે. તે ઇન્ડસ્ટ્રી, જેમાં તમામ બદલાવોની વાત કરીને સરકારમાં પહોંચેલા નેતા પણ લાચાર બની જાય છે. તે ઇન્ડસ્ટ્રી, જેમાં સરકાર પર દબાણ લાવવા માટે સડકથી લઈને સંસદ અને વિશ્વવિદ્યાલયો સુધી તમામ તિકડમ શોધી રહ્યા છે.

    અસ્પૃશ્ય ગણાતા વિષયો પર હવે બની રહી છે ફિલ્મ

    અહીં કોઈ ટેકનિકલ સમીક્ષા કરવાની નથી, કારણ કે મોટાભાગે આ ફિલ્મ તેનાથી પરે છે. વાર્તા દિલ્હી-નોઈડામાં સેટ છે, તેથી વિઝ્યુઅલ્સ મામલે બહુ વધુ સ્કોપ બનતા પણ નથી. વાર્તા ઘરો, શાળાઓ અને યુનિવર્સિટીઓની આસપાસ ફરે છે, ક્યારેક ક્યારેક ગુરુદ્વારા સુધી પહોંચે છે. તેની પાછળ પણ એક સંદેશ છે.

    પહેલાં જે વિષયોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા, આજે તેના પર જ ફિલ્મો બની રહી છે. આ પોતાનામાં જ એક મોટી વાત કહી શકાય. 2019માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી શરૂ થયેલો સિલસિલો હવે ‘છાવા’ અને ‘હિઝ સ્ટોરી ઑફ ઇતિહાસ’ સુધી પહોંચી ગયો છે. કદાચ જો આપણને ઇતિહાસ યોગ્ય રીતે શીખવામાં આવ્યો હોત તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોની જરૂર જ ન પડી હોત. આ ફિલ્મ તે જ ‘બ્રેનવૉશિંગ ઇન્ડસ્ટ્રી’ની પોલ ખોલે છે.

    “સરકાર તેમની છે, પણ સિસ્ટમ આજે પણ આપણી છે” – ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો આ સંવાદ ‘હિઝ સ્ટોરી ઓફ ઇતિહાસ’ જોયા પછી વધુ સુસંગત લાગે છે. ખાસ કરીને શૈક્ષણિક અને સર્જનાત્મક વિશ્વમાં આજે પણ તેમનો કબજો છે, જે ભારત સાથે સંબંધિત દરેક સકારાત્મક પાસાને છુપાવવામાં અથવા કલંકિત કરવામાં રોકાયેલા રહે છે. આ વિષય પર ફક્ત એક ફિલ્મથી કામ નહીં થાય, આપણને ઘણી ફિલ્મોની જરૂર છે. સમસ્યા એટલી મોટી છે કે કદાચ એક પ્રયાસ પૂરતો નહીં હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં