Tuesday, July 23, 2024
More
  હોમપેજમંતવ્યચીની પૈસા લેતો પત્રકાર શું-શું કરે છે, શું-શું નહીં (લખી-બોલી શકે)....: જાણો...

  ચીની પૈસા લેતો પત્રકાર શું-શું કરે છે, શું-શું નહીં (લખી-બોલી શકે)….: જાણો ચાર વર્ષ સુધી પગાર લેનારા પત્રકાર પાસેથી

  મેં લગભગ 4 વર્ષ (2016 થી 2019ના છેલ્લા મહિના સુધી) 2 જુદી જુદી ચીની કંપનીઓ માટે કામ કર્યું છે. બંને કંપનીઓ કન્ટેન્ટ સાથે સંકળાયેલી હતી. ન્યૂઝનું કામ હતું. બંને જગ્યાએ લખવા-બોલવાવાળા તમામ કર્મચારીઓ ભારતના જ હતા. સંપાદકીય ટીમમાં અમે બધા ભારતીય જરૂર હતા પરંતુ સંપાદકીય નીતિઓ બનીને આવતી હતી બેઇજિંગથી.

  - Advertisement -

  સમાચાર એ છે કે પોલીસે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા ઘણા પત્રકારોનાં ઘરો પર દરોડા પાડ્યા અને તેમાંથી ઘણાની અટકાયત કરી હતી. આ મામલો ચીન પાસેથી કરોડો રૂપિયાનું ફન્ડિંગ લઈને ભારત વિરુદ્ધ અને પ્રોપગેન્ડા માટે લખવા-બોલવાનો છે. મામલો જોકે, પત્રકારો અને ખાસ કરીને વામપંથી મીડિયા ગેંગ સાથે જોડાયેલો છે, એટલા માટે સોશિયલ મીડિયા પર તેને ‘પ્રેસની સ્વતંત્રતા’ સાથે જોડીને રોદણા રડવામાં આવી રહ્યાં છે.

  રાજદીપ સરદેસાઈ જેવા મોટા અને જૂના પત્રકારો તો ત્યાં સુધી સવાલ કરવા લાગ્યા કે પત્રકારો/લેખકોના ઘરોમાં જે દરોડા પાડવામાં આવ્યા, તેના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, તેને લઈને પોલીસની પાસે કોઈ વોરંટ કે FIR પણ નહોતી. પોલીસના દરોડા જેવા રોજબરોજના સમાચારને રાજદીપે લોકતંત્ર સાથે જોડીને પૂછી લીધું કે- “પત્રકારો ક્યારથી રાજ્યના દુશ્મન થઈ ગયા?”

  પોલીસની પાસે ન્યૂઝક્લિક (NewsClick) સાથે જોડાયેલા પત્રકારોની તલાશી, તેમના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગેરે જપ્ત કરવા સંબંધિત વોરંટ કે FIR છે કે નહીં, રાજદીપ જેવા કદવાળા પત્રકારને આ જાણવા માટે બસ 1-2 ફોન કોલ કરવાના હતા, જે તેમણે નહીં કર્યા. સોશિયલ મીડીયા પર હવા બનાવવી હતી એટલે અધૂરી માહિતી લખી નાખી. “પત્રકારો ક્યારથી રાજ્યના દુશ્મન થઈ ગયા?” તેમણે પૂછેલા આ બીજા પ્રશ્ન અંગે એટલું જ કહી શકાય કે વાળ સફેદ કરવાથી કે થઈ જવાથી અને ઉંમરથી મોટા થઈ જવાથી જાણકારી પણ વધુ હશે, આ એક ભ્રમ જ છે, જે આવા આવા પત્રકારો અને લેખકોએ ઊભો કરી નાખ્યો છે.

  - Advertisement -

  1.) પૈસા લઈને પ્રોપગેન્ડા કેવી રીતે થાય છે? 2.) પૈસા આપીને પ્રોપગેન્ડા કઈ રીતે કરાવી શકાય છે? 3.) કન્ટેન્ટ કંપનીના નામે ચીન ભારતના જ લોકોને સેલેરી આપીને કઈ રીતે તેમના માધ્યમથી પોતાની વાત, પોતાની રાજનીતિ, પોતાની કૂટનીતિ ફેલાવી શકે છે? 4.) જો ભારતીય લોકો ચીનની કંપનીમાં કામ કરે છે, ત્યાંથી પગાર લે છે તો શું તેઓ પોતાના જ દેશ વિરુદ્ધ લખવાનું અને બોલવાનું શરૂ કરી દેશે? – રાજદીપ કે રાજદીપ જેવા જે પણ પત્રકારો આવા પ્રશ્નો ઉઠાવે છે, તો તેનો જવાબ મારી પાસે છે.

  મેં લગભગ 4 વર્ષ (2016 થી 2019ના છેલ્લા મહિના સુધી) 2 જુદી જુદી ચીની કંપનીઓ માટે કામ કર્યું છે. બંને કંપનીઓ કન્ટેન્ટ સાથે સંકળાયેલી હતી. ન્યૂઝનું કામ હતું. બંને જગ્યાએ લખવા-બોલવાવાળા તમામ કર્મચારીઓ ભારતના જ હતા. સંપાદકીય ટીમમાં એકપણ ચાઇનીઝ નહોતો. આટલી ડિટેલ્સ એટલા માટે કારણ કે આગળની લાઈન ચોંકાવનારી છે. સંપાદકીય ટીમમાં અમે બધા ભારતીય જરૂર હતા પરંતુ સંપાદકીય નીતિઓ બનીને આવતી હતી બેઇજિંગથી. મૌખિક નહીં પણ બધું લેખિત હતું. અમારે બધાએ એ એક્સેલ શીટ પ્રમાણે જ કામ કરવાનું હતું.

  શું હતું એ એકસેક શીટમાં?

  કન્ટેન્ટ, ન્યૂઝ, મીડિયાથી સંબંધિત કોઈપણ વિષય હોય- બધા પર ડિટેલ્સમાં લખેલું રહેતું હતું. વાત પોર્નની હોય, નગ્નતાની કે અશ્લીલતાની-જ્ઞાન બેઇજિંગથી જ આવતું હતું. અર્થવ્યવસ્થા, વિદેશ નીતિ, કોર્પોરેટ જગતની વાત હોય પણ સંપાદકીય નીતિ બેઇજિંગની ટીમ જ નક્કી કરતી હતી. ચાલો એક નાનકડા ઉદાહરણથી સમજીએ કે પ્રારંભિક ભરતી પછી અમારા તત્કાલિન સંપાદકે નક્કી કર્યું કે બેન્કિંગ/કોર્પોરેટ/વીમા વગેરે જેવા વિષયો અર્થતંત્રમાં આવશે. ભારતમાં તમામ મીડિયા લગભગ આ વિચારસરણીને અનુસરે છે. ચીનની ટીમ આ વાત સમજી શકી ન હતી અને ન તો તે અમને બધાને પોતાની વાત સમજાવી શકી. ત્યારપછી તેમણે આખી ટીમ (હિન્દી-અંગ્રેજી)ને મોટા ખર્ચે બેઇજિંગ બોલાવી અને એક મહિનાની તાલીમ આપી સમજાવ્યું કે કોર્પોરેટ પેરેન્ટ કેટેગરી હશે, જેમાં અર્થતંત્ર/બેંકિંગ/વીમા વગેરેનો સમાવેશ થશે.

  આ આખા પ્રકરણ પછી, ચાઇનીઝ મેનેજમેન્ટ સમજી ગયું હતું કે ભારતમાં કન્ટેન્ટ સંબંધિત ઓફિસ ચલાવવા માંગે છે, તો બેઇજિંગથી મેનેજ કરવું મુશ્કેલ બનશે. આ પછી 2-4 ચીની લોકો અમારી ગુડગાંવ ઓફિસમાં પરમેનેન્ટ રહેવા લાગ્યા. વિઝા પર આવતા હતા. એક સમય એવો આવ્યો જ્યારે અમારી ઓફિસમાં ભારતીય ચહેરા કરતાં ચાઇનીઝ માથાં વધુ દેખાતાં હતાં. આમાંથી 1-2 હંમેશા એવા હતા જેમણે ચીનની કોઈ યુનિવર્સિટીમાંથી અથવા ભારતની કોઈ સંસ્થામાંથી હિન્દીનો કોર્સ કર્યો હતો. તે હિન્દી કન્ટેન્ટ તૈયાર નહોતા કરતાં કારણ કે તેએમની પાસે તે લાયકાત ન હતી પરંતુ તે ઓફિસમાં રહેતા હતા. સ્પષ્ટ તો ન કહી શકાય પણ અનુમાન લગાવી શકાય છે કે કદાચ તે વાતચીત સાંભળવા ત્યાં રહેતા હતા.

  ઓફિસમાં જે ચાઇનીઝ રહેતા હતા. કી-બોર્ડ પર તેમની સ્પીડ ગજબની હતી. તેઓ બેઇજિંગ ટીમ સાથે હંમેશા ચેટ કરતા રહેતા હતા. ત્યાંથી ચાઇનીઝમાં મળેલી સૂચના ગુડગાંવમાં અંગ્રેજી અને હિન્દીમાં ટ્રાન્સલેટ થતી હતી, એક્સેલ શીટમાં જોડવામાં આવતી હતી. ભલે પછી તે તૂટેલી ફાટેલી અંગ્રેજી અને હિન્દી કેમ ન હોય, આ કામ તેઓ જ કરતા હતા. ભારતીય ટીમ પાસે તેને એડિટ કરવાનો અધિકાર પણ નહોતો.

  શું ન કરવું- આ માટે પણ એક એકસલ શીટ

  મે ઉપર જે એક્સેલ શીટ વિશે વાત કરી છે તે જણાવતી હતી કે જો કઈ કરવું છે તો કઈ રીતે કરવું. પણ તે પૂરતું નહોતું. ચીન જેવા વામપંથી દેશ અને ભારતમાં ‘પ્રેસની સ્વતંત્રતા’ અંગે રોદણા રડતાં વામપંથી પત્રકારો/લેખકોએ એ જાણવું પણ જરૂરી છે કે એક એકસલ શીટ એવી પણ હતી, જેની અંદર લખેલા વિષયો પર લખવાની-બોલવાની મનાઈ હતી. એટલું જ નહીં, ન્યૂઝ એગ્રીગેટર તરીકે, આ વિષયોને લગતી કોઈપણ ચેનલ/વેબસાઈટ પરથી આવતી આવી ખબરોને હાઈડ કરવાનું કામ પણ અમારું જ હતું.

  તે કયા વિષયો હતા જે ચીની મેનેજમેન્ટ લોકોને બતાવવા-વંચાવવા નહોતા માંગતા


  1. ચીન વિરોધી કોઈપણ સમાચાર
  2. અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા સમાચાર
  3. દલાઈ લામા વિશેના કોઈપણ સમાચાર
  4. તિબેટ સાથે સંબંધિત સમાચાર
  5. તાઇવાનના કોઈપણ સમાચાર
  6. હોંગકોંગ સંબંધિત સમાચાર
  7. તિયાનમેન સ્ક્વેર અને ત્યાંનાં વિદ્રોહના સમાચાર અને ફોટા
  8. ચાઇનીઝ હિરોઈનનો કોઈ સેક્સી ફોટો/વિડીયો નહીં
  9. ફલાણું-ઢીંકણું (બધું યાદ નથી)

  આખરે કયા લોકોને ચાઇનીઝ કંપનીઓ એક ખાસ પ્રકારનું કન્ટેન્ટ વંચાવવા માંગતી હતી, જ્યારે પ્રોપગેન્ડાના ભાગરૂપે કેટલાક સમાચાર બતાવવા પર પ્રતિબંધ મૂકી દેતી હતી? માત્ર ભારતના લોકો માટે. ભારતીય મીડિયા હાઉસના સમાચાર લઈને તેની એપ પર ભારત વિરુદ્ધ કામ કરવામાં આવતું હતું. અને આ માટે કામ કરનારા તમામ મારા સહિત ભારતીયો હતા. બીજા વિશે ખબર નથી, પણ મારા માટે આ પાછળનું એકમાત્ર કારણ પગાર હતો.

  હવે ફરી આવીએ ન્યૂઝક્લિકના સમાચાર પર. એવી વિચારસરણી પર જે એવું માને છે કે- “પત્રકારો ક્યારથી રાજ્યના દુશ્મન બની ગયા?” જે સંપાદકીય નીતિની ચર્ચા મેં કરી, જેના પર કામ કરીને 4 વર્ષ સુધી સેલેરી ઉઠાવી, શું આવું જ કંઈક કામ ન્યૂઝ ક્લિક (NewsClick)ના સંપાદક લોકો કરી રહ્યા હતા/છે. કે પછી તેઓ ખરેખર ‘પ્રેસની સ્વતંત્રતા’નો ઝંડો બુલંદ કરી રહ્યા છે?

  ન્યૂઝક્લિકમાં તિબેટ સંબધિત ખબરો અને તેમાં કાશ્મીર કેમ?
  ન્યૂઝક્લિકમાં અરુણાચલ પ્રદેશના માત્ર એક જ સમાચાર કેમ?
  ન્યૂઝક્લિક પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સબંધિત સમાચારો પણ જોવા જેવા છે

  ઉદાહરણ તરીકે, મેં ફક્ત 4 ટોપિક પસંદ કર્યા છે અને તેના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે. ન્યૂઝક્લિક પર તિબેટ, દલાઈ લામા, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે), અરુણાચલ પ્રદેશ વગેરે પર બનેલા સમાચારોની સંખ્યા માત્ર 4 સ્ક્રીનશોટથી સ્પષ્ટ થઈ જાય છે. દલાઈ લામા પર ઝીરો સમાચાર, અરુણાચલ પ્રદેશ પર માત્ર 1 સમાચાર, તિબેટ પર માત્ર 4 સમાચાર ( એ પણ સંપાદકીય નીતિના ભાગ રૂપે કાશ્મીર, સિક્કિમ, અમેરિકાને ઘૂસાવીને) અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) પર માત્ર 5 સમાચાર (હુર્રિયત, ચીન, ભારતીય સેના, કાશ્મીરના ફોટો વગેરે) કરીને છુટ્ટી!

  ન્યૂઝક્લિક પર દલાઈ લામાના એકપણ સમાચાર નહીં

  આ 4 સ્ક્રીનશોટનો શું અર્થ થયો? તેનો અર્થ એ છે કે 2016થી લઈને 2020 સુધી (ચાઇનીઝ એપને બ્લોક કરવા સુધી) જે સંપાદકીય નીતિઓ બેઇજિંગથી મળતી હતી, તે જ સિલસિલો 2023માં પણ ચાલી રહ્યો છે. ન્યૂઝક્લિકમાં પ્રકાશિત સમાચાર પરથી આ સ્પષ્ટ થાય છે.

  ચાઇનીઝ કંપનીઓ તેમના કર્મચારીઓને ગુલામ બનાવે છે, વિચારવા-સમજવાના બદલે તેઓ માત્ર તમારી પાસેથી બેઇજિંગ સાથે નિર્દેશિત થવાની અપેક્ષા જ નથી રાખતા પણ તમને તે માનવા માટે પણ મજબૂર કરે છે. દરેક બાબતમાં તે ‘તમારાથી વધુ સારી સારી રીતે જાણે છે’વાળો તર્ક આપીને તમને ચૂપ કરાવી દે છે. જે પણ દેશમાં આ કંપનીઓ કામ કરે છે, તે દેશના કાયદાની અવગણના કરે છે અને તેના જ નાગરિકોનો હક્ક મારે છે.

  સેલેરી લઈને ‘પ્રેસની સ્વતંત્રતા’ વિશે રોદણાં રડનારા રાજદીપ કે રાજદીપ જેવા પત્રકારો/લેખકોને સવાલ પૂછવો જોઈએ કે PoK એટલે ‘પાક-અધિકૃત કાશ્મીર’ કઈ રીતે ‘પાક-પ્રશાસિત કાશ્મીર’ બની જાય છે. એટલું જ નહીં જે BBCની સંપાદકીય નીતિમાં ‘પાક-પ્રશાસિત કાશ્મીર‘ લખવામાં આવે છે, તેને પત્રકારિતાના કથિત સુવર્ણ ચંદ્રક એનાયત કરી આ જ મીડિયા ગેંગ નવાજે છે. આખરે તે કઈ માનસિકતા છે, જે ભારતના જ ઓફિસમાં કામ કરનારા ભારતીય લોકો અંગ્રેજોની કે ચાઇનીઝ લોકોની બની-બનાવેલી શબ્દાવલીને સંપાદકીય નીતિ મુજબ માનવા લાગે છે? જે જવાબ રાજદીપ કે મીડીયા ગેંગને કદાચ ખબર નથી અથવા ખબર ના હોવાનો ઢોંગ કરતા રહે છે, તે જવાબ છે-સેલેરી…. તે જવાબ છે પૈસો- પૈસા લઈને લખવું.

  PS: હું ચાઇનીઝ કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી રહ્યો છું. ઠીક એવી રીતે જ જેવી રીતે આજતક, નવભારત ટાઈમ્સ, દૈનિક ભાસ્કર, દૈનિક જાગરણનો કર્મચારી હતો. ન તો મેં ક્યારેય કોઈપણ ભારતીય કંપની સંબંધિત બિઝનેસ ડેટાનો ખુલાસો કર્યો, ન તો ચાઇનીઝ કંપનીના કરીશ. એટલા માટે સંપૂર્ણ લેખ સંપાદકીય નીતિઓ અંતર્ગત જ લખવામાં આવ્યો છે. તે નીતિઓ કે જેનાથી દેશનું અહિત થઈ શકે, અહિત થાય છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં