Wednesday, April 1, 2026
More
    હોમપેજમિડિયા'થિરુપરનકુંદ્રમ પહાડી' મામલે હિંદુઓ તરફી આવ્યો ચુકાદો, તો મુસ્લિમોને પીડિત દર્શાવવા લાગ્યું...

    ‘થિરુપરનકુંદ્રમ પહાડી’ મામલે હિંદુઓ તરફી આવ્યો ચુકાદો, તો મુસ્લિમોને પીડિત દર્શાવવા લાગ્યું TNM: ભાજપ પર લગાવ્યો ‘વધુ એક અયોધ્યા’ બનાવવાનો આરોપ

    ધ ન્યુઝ મિનિટે પોતાના લેખમાં જે નેરેટિવ ઘડવાનો પ્રયાસ કર્યો છે, વાસ્તવિકતા તેના કરતા ખૂબ વિપરીત છે. મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણોનો વિરોધ કરવા માટે હિંદુઓને મોટાપાયે વિરોધ પ્રદર્શનો કરવા પડ્યા અને કાયદાકીય લડાઈ પણ લડવી પડી છે.

    - Advertisement -

    તમિલનાડુના મદુરાઈમાં આવેલી પ્રખ્યાત ‘થિરુપરનકુંદ્રમ પહાડી’ હિંદુ અને મુસ્લિમ વચ્ચે તણાવનું કારણ રહી છે. જોકે મદ્રાસ હાઇકોર્ટે હિંદુઓની તરફેણમાં પોતાનો ચુકાદો આપીને ભગવાન મુરુગનની આ પહાડી પરનો વિવાદ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ ચુકાદા બાદ વામપંથી મીડિયા મુસ્લિમોને પીડિત દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    પહાડીના નામથી લઈને સુલતાન સિકંદર બધુશા દરગાહમાં (મંદિર) પશુ બલિની પ્રથા અને નેલ્લીતોપ્પુ વિસ્તારમાં મુસ્લિમોના ઇબાદત કરવાના અધિકાર પર ઑક્ટોબરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. આ મામલે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

    હાઇકોર્ટે એ વાત પર ભાર મૂક્યો કે પવિત્ર સ્થળનું નામ ‘થિરુપરનકુંદ્રમ પહાડી’ જ રહેશે, સિવિલ કોર્ટના ચુકાદા સુધી પશુ બલિ પર પ્રતિબંધ રહેશે અને મુસ્લિમો માત્ર રમઝાન અને બકરીદ દરમિયાન જ નેલ્લીતોપ્પુ વિસ્તારમાં શરતો સાથે ઇબાદત કરી શકશે.

    - Advertisement -

    આ સ્થળ સનાતન ધર્મના અનુયાયીઓ માટે ઘણું પૂજનીય છે, કારણ કે અહીં ઐતિહાસિક અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામીનું મંદિર છે, જે ભગવાન મુરુગનના છ નિવાસસ્થાનોમાંનું એક માનવામાં આવે છે.

    તેમ છતાં વામપંથી મુખપત્ર ‘ધ ન્યુઝ મિનિટ’એ કોર્ટના ચુકાદા છતાં આ મુદ્દાને ફરીથી હવા આપવાનો પ્રયાસ કર્યો છે. તેનો હેતુ ધાર્મિક લાગણીઓને ભડકાવવી અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાનો છે. 5 નવેમ્બરે પ્રકાશિત ‘દક્ષિણની અયોધ્યા – અનાદિ કાળની એક સમયરેખા’ શીર્ષકવાળા લેખમાં મુસ્લિમોને ‘પીડિત’ દર્શાવવાના ખોટા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ માટે તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.

    ‘અયોધ્યા’નો ઉલ્લેખ કરવાથી સ્પષ્ટ થાય છે કે મીડિયા હાઉસ આ લેખ દ્વારા શું સિદ્ધ કરવા માંગે છે. આ દરમિયાન એ બાબતને પણ અવગણવામાં આવી કે રામ જન્મભૂમિનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. જોકે, આ વામપંથી પ્રોપગેન્ડા આવા ચુકાદાઓને ત્યારે જ સ્વીકારે છે, જ્યારે તે તેમના અનુસાર હોય. નહીં તો તે દરેક સંસ્થાને સમાધાન કરનાર ગણાવી દે છે અથવા ચુકાદાઓનું સન્માન કરતા નથી. આ બાબતમાં પણ એવું જ થયું છે.

    મુસ્લિમને ‘પીડિત’ બતાવીને ભાજપ પર હુમલો તેજ

    આર્ટીકલમાં 4 જુલાઈએ 52 વર્ષીય રસોઇયા સૈયદ અબુતાહિર સાથેના એક ઈન્ટરવ્યુનો હવાલો આપવામાં આવ્યો છે. આ વ્યક્તિ તિરુપરનકુંદ્રમમાં આવેલી દરગાહ પર એક બકરીની બલિ આપવા માંગતા હતા. તેમણે દાવો કર્યો કે ‘સુન્ની મુસ્લિમોએ પોતાની સુફી તીર્થયાત્રાની તારીખ ક્રિસમસ પર બદલી દીધી. જેથી તેમના ગેર-બ્રાહ્મણ હિંદુ પાડોશીઓ આ ઉત્સવમાં જોડાઈ શકે.’

    જોકે, એક પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને જણાવ્યું કે અહીં પશુબલિ પ્રતિબંધિત છે અને તેમને રોકી દીધા હતા. દરગાહ સમિતિના સભ્યો, સ્થાનિક જમાત અને અનેક મુસ્લિમ નેતાઓએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એવો આરોપ લાગ્યો કે માત્ર મુસ્લિમ પુરુષો પર જ FIR નોંધાઈ, જ્યારે હિંદુઓ, મહિલાઓ અને બાળકોને છોડી દેવામાં આવ્યા હતા.

    (ફોટો: OpIndia)

    આ લેખની શરૂઆતમાં મુસ્લિમોને એવી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે, જાણે તે ઘણા પ્રેમથી રહે છે અને ‘બિન-બ્રાહ્મણ’ હિંદુઓ માટે પોતાની આસ્થા સુદ્ધાં કુરબાન કરી દે છે. લેખમાં થોડું આગળ વધતાં જ હિંદુ મુન્નાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર હુમલો શરૂ થઈ જાય છે. સ્પષ્ટ છે કે વામપંથી પ્રોપેગેન્ડા ચાલી રહ્યો હતો, જેથી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવે તેમ આ મુદ્દાને ટાર્ગેટ કરી શકાય. લેખમાં હિંદુઓ પર પહાડી પર પૂર્ણ નિયંત્રણ માટે રાજ્યવ્યાપી આંદોલન ચલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

    મીડિયા સંસ્થાએ એ વાત પર ભાર મૂક્યો કે હિંદુ વર્ગ દરગાહમાં નમાજ પઢવા અને પશુબલિ પર પ્રતિબંધ લગાવવા માંગે છે. કારણ કે તેમણે દલીલ કરી હતી કે આખી પહાડી હિંદુ દેવતા મુરુગનના શરીરનું પ્રતિનિધિત્વ કરે છે.

    અબુતાહિરે તો એવો પણ આરોપ લગાવ્યો કે આ સ્થળ પર મુસ્લિમ પ્રથાઓને લઈને વર્ષોથી કોઈ સમસ્યા નહોતી અને એમ પણ કહ્યું કે જો પહેલાં કોઈ વાંધો નહોતો તો હવે પણ ન હોવો જોઈએ.

    સૌથી પહેલાં તો આ તર્ક જ ખામીયુક્ત છે. કારણ કે કોઈ ખાસ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, તેનો અર્થ એ નથી કે તેને ચાલુ જ રાખવી જોઈએ. તેથી જ તો ટ્રિપલ તલાક જેવી પ્રથાઓને રોકવા માટે કાયદાકીય બદલાવ કરવામાં આવ્યા છે. કારણ કે પહેલાંની પ્રથાઓ યોગ્ય જ હોય એ માનવું જરૂરી નથી હોતું.

    આના કરતા પણ મહત્વની વાત એ છે કે આ કોઈ તાજેતરનો વિવાદ નથી, પરંતુ એક સદીથી પણ વધુ સમયથી ચાલી આવતો વિવાદ છે. હિંદુઓએ 1920માં દરગાહ દ્વારા મંડપ બનાવવાના પ્રયાસ પછીથી આખી પહાડી પર તેમનો માલિકી હક જાળવી રાખ્યો છે.

    ‘સમન્વિત પૂજા સ્થળ’ અને ‘સાંપ્રદાયિક સદ્ભાવ’ સ્થળ હોવાનો દાવો

    લેખ અનુસાર જ્યારે પોલીસે મુસ્લિમ કટ્ટરપંથીઓની ધરપકડ કરી, ત્યારે ન તો સ્થાનિક ભાજપ એકમ અને ન તો કોઈ અન્ય હિંદુ સંગઠન ‘ચિત્રમાં’ હતું. પોલીસને પશુબલિ અંગે તિરુપરનકુંદ્રમના કોઈપણ હિંદુ રહેવાસી તરફથી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નહોતી.

    આશ્ચર્યજનક વાત એ છે કે મુસ્લિમ પક્ષે આ મુદ્દે કોર્ટનો સંપર્ક કર્યો અને દલીલો દરમિયાન દાવો કર્યો કે આ એક ‘સમન્વિત પૂજા સ્થળ છે જ્યાં બંને અથવા તમામ સમુદાયના તીર્થયાત્રીઓ આવે છે’. તેમણે એ પણ કહ્યું કે ‘દરગાહમાં હલાલ સમારોહનું આયોજન કરનાર વ્યક્તિ પરમશિવમ નામનો એક હિંદુ છે, જે મુક્કુલાથોર અથવા થેવર સમુદાયનો સભ્ય છે.’

    પરમશિવમના પુત્રના હસ્તાક્ષરવાળું શપથપત્ર પણ લેખમાં બતાવવામાં આવ્યું છે, જેમાં તેને ‘દરગાહનો ભક્ત’ કહેવામાં આવ્યો છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે પરમશિવમનો પરિવાર ‘હલાલ’ કરે છે અને એક જૂના અનુષ્ઠાન હેઠળ માંસનો એક ભાગ પોતાની પાસે રાખે છે.

    (ફોટો: OpIndia)

    ઇસ્લામી આસ્થાના પ્રતીક દરગાહને ‘સમન્વિત સંસ્કૃતિ અને સાંપ્રદાયિક સદ્ભાવ’ના સ્થળ તરીકે રજૂ કરવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેના કાર્યક્રમોમાં હિંદુઓ પણ ભાગ લે છે, જે અત્યંત નિરાશાજનક છે.

    ઈદ અથવા ક્રિસમસ પર હિંદુઓની ભાગીદારી અથવા કોઈ મંદિરમાં બિન-હિંદુઓનું જવું આવી કોઈ બાબતો ધાર્મિક પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતી. વિવિધ સમુદાયના લોકો તહેવારોમાં સામેલ થાય તેના કારણે ધાર્મિક તત્વોને અલગ કરી શકાતા નથી.

    એ જ રીતે જ્યારે હિંદુઓ સેંકડો વર્ષોથી પહાડી પર પોતાના કાયદેસરના દાવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમને સતત તેમાંથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તો આ સાંપ્રદાયિક સદ્ભાવનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે છે?

    દરગાહના કાર્યક્રમોમાં સામેલ કેટલાક હિંદુઓની હરકતો, વ્યાપક હિંદુ સમુદાયની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરતી નથી. હિંદુઓની આસ્થાને બીજાઓની આસ્થા જેવું જ મહત્વ કેમ ન આપવું જોઈએ?

    ખોટા નિવેદનને જાળવી રાખવા માટે અધિકૃત નિવેદનો પર શંકા

    તિરુપરનકુંદ્રમ રેવેન્યુ ઇન્સ્પેક્ટરે જણાવ્યા અનુસાર દરગાહ સુધી જવા માટેના રસ્તાને મુસ્લિમોએ ચક્કાજામ કરી લીધો હતો. તેમણે જણાવ્યું કે ‘મુસ્લિમોએ ‘પોલીસને પોતાની ફરજ નિભાવવાથી રોકી’ અને ફરિયાદમાં ‘પોલીસ અરાજકતા મુર્દાબાદ’ સહિત અનેક વિવાદાસ્પદ નારા લગાવ્યા.” લેખમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે એક સમુદાયના તીર્થયાત્રીઓને બીજા સમુદાયના તીર્થયાત્રીઓને દરગાહ સુધી જવા દેવામાં શું વાંધો હોય શકે?

    આનો જવાબ કદાચ એ જ હોય શકે જેમ દરેક તહેવાર પર હિંદુ શોભાયાત્રાઓ પર હુમલા થાય છે અને ઘણીવાર સામે આવ્યું છે કે હિંદુઓને ‘મુસ્લિમ વિસ્તારો’માંથી પસાર થવાની પરવાનગી ન આપવામાં આવી હોય. જોકે, વામપંથી લોબી આ ચર્ચા માટે તૈયાર નથી અને કદી તૈયાર થશે પણ નહીં. તેમને સૌથી વધુ પરેશાન એ બાબત કરે છે કે તેમની પસંદગીની વસ્તીની વાસ્તવિકતા તેમને ગમે તેવી નથી. તેથી તેઓ આ સમુદાયના દરેક અનૈતિક પાસાને અવગણતા રહે છે.

    (ફોટો: OpIndia)

    લેખમાં જણાવવામાં આવ્યું છે કે રેવેન્યુ ઇન્સ્પેક્ટરના આરોપોને મદુરાઈના પોલીસ કમિશનર જે લોગનાથને મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચમાં પોતાની અરજીમાં દોહરાવ્યા હતા. તેમણે એ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે તેઓ એ કહેવા તૈયાર જ નહોતા કે કેવી રીતે ‘રાજપાલયમના હિંદુઓ પોતાના મુસ્લિમ પાડોશીઓ સાથે એક કુટુંબની જેમ બકરીની બલિ આપવા અને સુફી રીતિ-રિવાજોમાં ભાગ લેવા માટે મુસાફરી કરતા હતા’, જેથી ‘સાંપ્રદાયિક સદ્ભાવ’નો પ્રચાર જોરશોરથી કરી શકાય.

    કથિત રીતે અબુતાહિરે લગભગ પંદર મિનિટ સુધી વાત કરી અને પછી અચાનક સંપર્ક તોડીને ગાયબ થઈ ગયા. તેમણે જમાતના તે સભ્યો સાથે પણ સંપર્ક તોડી નાખ્યો જેમણે મીડિયા હાઉસને તેમની સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારપછી તેઓ વાતચીત ચાલુ રાખવા માટે ત્યારે જ સંમત થયા જ્યારે મદુરાઈના વકીલ એસ વંચિનાથને તેમનો કેસ લેવાનું વચન આપ્યું અને તેમના ગાયબ થવા માટે સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવવામાં આવી.

    ત્યારપછી લેખમાં એક ‘આદર્શ સમાજ’ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એકલો મુસ્લિમ પરિવાર હિંદુઓ વચ્ચે રહે છે. બંને સમુદાયોના લોકો ત્યાં સુધી મેળમેળાપથી રહે છે, જ્યાં સુધી ભાજપ કે હિંદુ કાર્યકર્તાઓ તેમની વચ્ચે તણાવ પેદા ન કરે.

    હિંદુ લાગણીઓને અવગણવામાં આવી

    આ લેખ જબરી ચાલાકીથી બંને પર દોષ મૂકે છે. આ દરમિયાન તે વાતને અવગણવામાં આવી છે કે આ મામલો લાંબા સમયથી હિંદુ ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો છે અને રાજનીતિનો તેની સાથે કોઈ સંબંધ નથી. આ લેખ મૂળભૂત રીતે હિંદુઓને ‘સાંપ્રદાયિક સદ્ભાવ’ના નામે પોતાના અધિકારો છોડવા અથવા આરોપો સહન કરવા તૈયાર રહેવા કહે છે.

    લેખ અનુસાર પોલીસે જિલ્લા કલેક્ટર તરફથી આદેશ મળવાનો દાવો કરીને તેમને પહાડી પર ચઢવાથી રોકી દીધા, પરંતુ જમાતે જ્યારે તપાસ કરી તો સામે આવ્યું કે એવો કોઈ આદેશ આપવામાં આવ્યો નહોતો. અધિકારીઓએ પછી દાવો કર્યો કે આ નિર્દેશો જિલ્લાના રેવેન્યુ ડેવલપમેન્ટ ઓફિસરે (આરડીઓ) જારી કર્યા હતા. જોકે, મુસ્લિમોએ દાવો કર્યો કે પોલીસને આવો કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યો નહોતો.

    જો આ સાચું છે, તો શું આ વર્તમાન સરકાર હેઠળ અધિકારીઓની વહીવટી નિષ્ફળતા નથી? જોકે, લેખમાં જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રશ્ન પૂછવાને બદલે, હિંદુ જૂથો અને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જોકે રાજ્યની વિધાનસભામાં ભાજપની માત્ર 4 જ સીટો છે.

    લેખમાં એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે જૈનોએ પુરાતત્વીય પુરાવા રજૂ કર્યા છે, જેમાંથી ખબર પડે છે કે તેમણે અન્ય બે સમુદાયો કરતા ઘણા પહેલાં તીર્થસ્થળ સ્થાપિત કર્યા હતા. જોકે એમાં એ ઉલ્લેખ નથી કે કેવી રીતે ઇસ્લામવાદીઓએ તેમની ગુફાઓને પણ ન છોડી અને તેમને લીલા રંગથી રંગી દીધી.

    લેખમાં કહેવામાં આવ્યું કે, “આ સંઘર્ષ સાથે જોડાયેલા બદલાતા કાયદાકીય અને રાજકીય સમીકરણોએ વિસ્તારથી જણાવ્યું કે કેવી રીતે પોલીસ અને નોકરશાહીની કાર્યવાહીઓએ એક ખાલીપો ઉભો કર્યો, જેનો ઉપયોગ ભાજપે પોતાના હિંદુત્વના એજન્ડાને આગળ વધારવા માટે કર્યો.”

    નિષ્પક્ષતાનો ભ્રમ પેદા કરવા માટે લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે “ધર્મનિરપેક્ષ જૂથો પોલીસ અને દ્રવિડ મુનેત્ર કડગમના (ડીએમકે) નેતૃત્વવાળી રાજ્ય મશીનરીથી અત્યંત નિરાશ છે, જેને તે દ્રવિડ મોડલની સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને સક્રિય રીતે નબળી પાડનાર માને છે.”

    આખો લેખ હિંદુત્વ અને ભાજપની નિંદા કરવા માટે સમર્પિત છે. પરંતુ જે સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ, તેની ટીકા માત્ર રાજ્યમાં ‘સામાજિક ન્યાય’ આપવામાં નિષ્ફળ રહેવા માટે કરવામાં આવી રહી છે. જ્યારે એ સરકારનું રાજ્યમાં ઘણું પ્રભુત્વ છે.

    નોંધનીય છે કે આ એ જ પાર્ટી છે જેના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સુધી દરેક સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે. સનાતન પ્રત્યેનો તેમનો દ્વેષ જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે. એ અત્યંત હાસ્યાસ્પદ છે કે લેખમાં આ સૂચન કરવામાં આવ્યું છે કે સનાતન વિરોધી વહીવટે એવી ‘હિંદુત્વવાદી તાકાતો’ સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેમનું વાસ્તવમાં રાજ્યમાં કોઈ વર્ચસ્વ નથી.

    ત્યારપછી મીડિયા સંસ્થાએ એ જ નિવેદનો દોહરાવ્યા અને કહ્યું કે ‘હિંદુત્વ જૂથો તેને દક્ષિણ ભારતની અયોધ્યા કહે છે.’ તેમણે આગળ આ વાતની નિંદા કરી કે કેવી રીતે ‘હિંદુ મુન્નાની, હિંદુ મક્કલ કચ્ચી, RSS અને ભાજપ લગભગ પાંચ લાખ લોકો સાથે 22 જૂને મદુરાઈમાં મુરુગન ‘માનડુ’ (સંમેલન) માટે એકઠા થયા હતા.’ આ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હિંદુત્વ સંમેલન હતું.

    આ દરમિયાન આખી પહાડી પર કબજો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભગવાન મુરુગનના આ નિવાસસ્થાનમાં હાજર દરગાહમાં પશુબલિ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. હિંદુ મક્કલ કચ્ચીએ કોર્ટમાં સિકંદર મલાઈ નામના ઉપયોગ પર પ્રતિબંધ માટે અરજી દાખલ કરી અને એ વાત પર ભાર મૂક્યો કે મુરુગનના અનેક નામોમાંથી એકના સન્માનમાં પહાડીને સ્કંદર મલાઈ કહેવામાં આવે.

    મુસ્લિમોએ અ સ્થળ પર પોતાની બલિ પ્રથા ચાલુ રાખી અને મુસ્લિમ નેતાઓએ પણ તે સ્થળની મુલાકાત લીધી હતી. જોકે, મીડિયા સંગઠને માત્ર હિંદુઓના ત્યાં એકઠા થઈને લોકતાંત્રિક રીતે પોતાની વાત રજૂ કરવા પર વાંધો ઉઠાવ્યો છે. જો હિંદુઓ ‘ધર્મનિરપેક્ષતા’ના નિર્ધારિત માર્ગથી સહેજ પણ આડાઅવળા થાય, તેમની ધાર્મિક ઓળખનો દાવો કરે અથવા કોઈ યોગ્ય માંગ કરે તો કોર્ટના ચુકાદાની પરવા કર્યા વગર તેમને ‘હિંદુત્વવાદી’ કહેવામાં આવશે.

    કાયદાકીય વિવાદોનો ઇતિહાસ એક સદી જૂનો

    લેખમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે “કુંદ્ર્મ, કુંદેરુ અથવા મલાઈ દરેક નામ અને દાવાની પાછળ એક વાર્તા છે, જે તે સમય સાથે જોડાયેલી છે જેના ઐતિહાસિક પુરાવા ઘણા ઓછા છે.” જેમ આગાઉ જણાવ્યું કે દરગાહે 1920માં એક મંડપ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તિરુપરનકુંદ્રમમાં આવેલા અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરે આખા વિસ્તાર પર માલિકીની ઘોષણા કરી હતી.

    નીચલી કોર્ટે 1923માં કહ્યું હતું કે મંદિર પાસે લગભગ આખી પહાડી છે, સિવાય નેલ્લીથોપ્પુની લગભગ 33 સેન્ટ જમીન, જ્યાં દરગાહનો ધ્વજસ્તંભ અને મસ્જિદ આવેલા છે. તે સમયની સર્વોચ્ચ કોર્ટ પ્રિવી કાઉન્સિલે દરગાહની અપીલ પછી 1931માં ‘અનાદિ કાળથી’ પહાડી પર મંદિરના અધિકારોને જાળવી રાખ્યા હતા.

    આ વલણનું સમર્થન અન્ય કેસો દ્વારા પણ કરવામાં આવ્યું છે. કોર્ટે 1958માં દરગાહની પ્રતિબંધિત સીમાઓની બહાર ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2011માં કોર્ટે મંદિરની સંમતિ વગર કોઈપણ નવા બાંધકામ કામ પર પ્રતિબંધ મૂક્યો હતો.

    વિવિધ કોર્ટોએ એક સદીથી પણ વધુ સમયથી પહાડી પર મંદિરના નિયંત્રણને જાળવી રાખ્યું છે અને દરગાહના અધિકારોને માત્ર તેના 33 સેન્ટની મર્યાદા સુધી જ સીમિત કરી દીધા છે.

    મુસ્લિમ અતિક્રમણનો વિરોધ કરતા રહ્યા હિંદુઓ

    ધ ન્યુઝ મિનિટે પોતાના લેખમાં જે નેરેટિવ ઘડવાનો પ્રયાસ કર્યો છે, વાસ્તવિકતા તેના કરતા ખૂબ વિપરીત છે. મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણોનો વિરોધ કરવા માટે હિંદુઓને મોટાપાયે વિરોધ પ્રદર્શનો કરવા પડ્યા અને કાયદાકીય લડાઈ પણ લડવી પડી છે.

    તમિલનાડુની ડીએમકે સરકારની મંજૂરીથી પશુબલિની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની (PFI) રાજકીય શાખા, ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાએ (SDPI) સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે હિંદુ શ્રદ્ધાળુઓના ઉગ્ર પ્રદર્શન પછી અધિકારીઓને અંતે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું હતું. આ સિવાય ડીએમકે પહાડીનું નામ બદલીને સિકંદર મલાઈ કરવાનો પ્રયાસ કરતી રહી.

    અંગત સ્વાર્થ ધરાવતા લોકો દરગાહને સાંપ્રદાયિક સદ્ભાવ અને ધર્મનિરપેક્ષતાના પ્રતીક તરીકે માની શકે છે, પરંતુ સત્ય એ છે કે તેનો ઉપયોગ હિંદુઓના ધાર્મિક અધિકારોને કચડી નાખવા, તેમના પવિત્ર સ્થળ પર અતિક્રમણ કરવા અને તેમની ધાર્મિક લાગણીઓનું શોષણ કરવા માટે કરવામાં આવ્યો છે. ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો અને આ વિસ્તારની કાયદાકીય પૃષ્ઠભૂમિ પણ આ જ સત્યને રેખાંકિત કરે છે, જેને લિબરલ-વામપંથી મીડિયા છુપાવવાનો પ્રયાસ કરે છે.

    આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે અને હિન્દીમાં પણ તેનો અનુવાદ થયેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં