Thursday, April 2, 2026
More
    હોમપેજદુનિયાન્યૂયોર્ક ટાઈમ્સે આખરે બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિની હત્યા પર રિપોર્ટ તો છાપ્યો, પણ...

    ન્યૂયોર્ક ટાઈમ્સે આખરે બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિની હત્યા પર રિપોર્ટ તો છાપ્યો, પણ સાથે ભારત અને હિંદુઓને પણ ઘસડીને અવળચંડાઈ કરવાની કુટેવ ન છોડી!

    આખરે અમેરિકાના દોઢ-ડાહ્યા અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં એક લેખ પ્રકાશિત થયો. પણ એ ન કર્યો હોત તો એનવાયટીની મહેરબાની હોત. કારણ કે આ રિપોર્ટમાં સમાચાર આપવાની જગ્યાએ, જે બન્યું છે તે શબ્દો ચોર્યા વગર સીધું કહી દેવાની જગ્યાએ અવળચંડાઈ વધારે કરવામાં આવી છે.

    - Advertisement -

    ઑગસ્ટ 2024માં શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ નવું પાકિસ્તાન બનવા તરફ અગ્રેસર પાડોશી ઇસ્લામિક દેશ બાંગ્લાદેશ ફરી ચર્ચા અથવા વિવાદોમાં છે. કારણો ઘણાં છે. એક કારણ છે એક હિંદુ વ્યક્તિનું મૉબ લિન્ચિંગ. દીપુ ચંદ્ર દાસ નામના આ ફેક્ટરી કામદારને તેની સાથે જ કામ કરતા મુસ્લિમ કારીગરોએ પહેલાં મારીમારીને મારી નાખ્યો, પછીથી મૃતદેહ ઝાડ સાથે લટકાવી દીધો અને સળગાવી મૂક્યો. કારણ? કથિત બ્લાસફેમી. ઈશનિંદાના આરોપો લગાવીને બિનમુસ્લિમોનું મૉબ લિન્ચિંગ કરવાની આવી ઘટનાઓ પાકિસ્તાનમાં બનતી હતી, હવે બાંગ્લાદેશમાં પણ સામે આવવા માંડી છે.

    આટલી ઘૃણાસ્પદ ઘટના પછી પણ સમુદાય વિશેષને નાની ખરોંચ પણ આવે તો ગામ ગજવનારું વિદેશી મીડિયા, પશ્ચિમી મીડિયા સદંતર ચૂપ બેઠું રહ્યું. ન ફ્રન્ટપેજ હેડલાઈનો છપાઈ કે ન લાંબા એડિટોરિયલો લખાયા, કારણ કે મરનાર હિંદુ હતો. મારનારા કટ્ટરપંથી મુસ્લિમો. અખબારો મૌન રહ્યાં. સમાચારો છપાયા તો ક્યાંક ખૂણામાં. ટીવી ચેનલોએ પણ બહુ રસ ન દાખવ્યો. તેઓ રસ ન દાખવે એ સ્વાભાવિક છે, કારણ કે તેમના એજન્ડામાં ફિટ બેસતું નથી.

    આખરે અમેરિકાના દોઢ-ડાહ્યા અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં એક લેખ પ્રકાશિત થયો. પણ એ ન કર્યો હોત તો એનવાયટીની મહેરબાની હોત. કારણ કે આ રિપોર્ટમાં સમાચાર આપવાની જગ્યાએ, જે બન્યું છે તે શબ્દો ચોર્યા વગર સીધું કહી દેવાની જગ્યાએ અવળચંડાઈ વધારે કરવામાં આવી છે.

    - Advertisement -

    ન્યૂયોર્ક ટાઇમ્સે આ ઘટના પર રિપોર્ટિંગ તો કર્યું પણ વાતને પછી અવળે પાટે ચડાવીને ‘સાઉથ ઈસ્ટ એશિયા’ પર દોરી લઈ જવામાં આવી અને અખબાર છેલ્લે એ વાત પર આવીને અટક્યું કે આવી ઘટનાઓ તો ભારતમાં પણ થાય છે અને ત્યાં મુસ્લિમોને આ જ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે! બીજું, અખબારે દીપુ ચંદ્ર દાસની હત્યાને પણ એવા શબ્દોમાં રજૂ કરી છે કે તેની હત્યા ઇસ્લામી કટ્ટરપંથીઓએ કરી છે એ સીધેસીધું ખબર ન પડી શકે અને વાંચનારે આટલી સમાન્ય બાબત જાણવા માટે પણ મહેનત કરવી પડે. અખબાર આપણને એવું કહેવા માંગે છે કે આ ઘટના ઇસ્લામી કટ્ટરપંથના કારણે નહીં પણ સાઉથ એશિયામાં જે ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે તેનું પરિણામ છે અને તેના પીડિત તો મુસ્લિમો પણ છે.

    લેખની હેડલાઇન પરથી જ અવળચંડાઈ દેખાય આવે એમ છે: ‘લિન્ચિંગ ઑફ અ હિંદુ ઇન બાંગ્લાદેશ ફેન્સ ફિયર્સ ઑફ રાઇઝિંગ ઇન્ટોલરન્સ.’

    આ લખનારાઓ આપણને સમજાવવા માંગે છે કે વાસ્તવમાં બાંગ્લાદેશ નહીં પણ સંપૂર્ણ સાઉથ એશિયા (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા ને એ આખો વિસ્તાર) ધાર્મિક અસહિષ્ણુતાથી ખદબદે છે અને હિંદુ હોય કે મુસ્લિમ તમામ એકબીજા પ્રત્યે જ્યારે ધર્મની વાત આવે ત્યારે લોહી તરસ્યા બની જાય છે અને આવી ઘટનાઓને અંજામ આપે છે. એટલે જે દીપુ સાથે થયું એવી ઘટનાઓ તો ભારતમાં લઘુમતીઓ સાથે, મુસ્લિમો સાથે પણ બનતી રહે છે.

    આગળ આ લેખમાં કહેવાયું છે કે રમખાણો અને ટોળાશાહી, હિંસા વચ્ચે બનેલી આ હત્યાની ઘટનાએ ફરી એક વખત બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ જે ‘લીડરશીપ વેક્યુમ’ સર્જાયું છે તે બાબત સપાટી પર લાવી દીધી છે.  

    બહુ ચાલાકીથી અહીં હત્યાનો દોષ સરકાર પડી ભાંગ્યા બાદ સર્જાયેલી અવ્યવસ્થાને અને રમખાણો અને અરાજકતાને આપી દીધો, પણ એ તથ્ય ન કહ્યું કે હત્યા પાછળ ઇસ્લામિક કટ્ટરપંથ જવાબદાર હતો. બાંગ્લાદેશમાં એક પેટર્ન હેઠળ હિંદુઓનો નરસંહાર થયો, તેમને તેમની ધાર્મિક ઓળખના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા.

    એક હિંદુ વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી, મજહબી નારા લગાવીને કટ્ટરપંથી ટોળાએ મૃતદેહ સળગાવ્યો, દુનિયાની સામે બધું થયું, પણ ન્યૂયોર્કના આ અખબારે એ ઘટનાને અંજામ આપનારાઓની ઓળખ જાહેર કરવા જેટલી પણ તસ્દી ન લીધી અને વિષય એ પકડ્યો કે ઘટનાના કારણે અસહિષ્ણુતા વધવાનો ડર છે.

    ત્યારપછી ન્યૂયોર્ક ટાઇમ્સ ભારતને પણ ઘસડી લાવે છે અને કહે છે કે, બાંગ્લાદેશમાં આ ઘટના બની એનાથી ભારતમાં પણ ચિંતાના સ્વરો ઉઠ્યા છે અને મોદીની સરકાર પણ સતત આ મુદ્દો ઉઠાવતી રહી છે, પણ તેઓ (ભારત, ત્યાંની સરકાર) પણ દક્ષિણ એશિયામાં ધાર્મિક અસહિષ્ણુતા બાબતે બહુ પાછળ નથી.

    અહીં ફરી એ રોદણાં રડવાનાં શરૂ થાય છે કે ભારતમાં કથિત ‘હિંદુ વિજિલન્ટ્સ’ મુસ્લિમોને ગૌમાંસ અને બાંગ્લાદેશી ઘૂસણખોરીના આરોપો લગાવીને ટાર્ગેટ કરતા રહે છે. પણ લેખમાં ક્યાંય એ ઘટનાઓનો ઉલ્લેખ નથી, જેમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓની તેમની ધાર્મિક ઓળખના કારણે હત્યા કરી હોય કે તેમની શોભાયાત્રાઓને ટાર્ગેટ કરી હોય. કન્હૈયાલાલનો કેસ જગજાહેર છે. રામનવમીથી માંડીને હનુમાન જયંતી અને હોળી-દિવાળી જેવા તહેવારો પર હુમલાઓ થતા રહ્યા છે, પણ ક્યાંય કોઈ ઉલ્લેખ જોવા ન મળ્યો.

    આ જ મહિને યુપીની એક કોર્ટે હિંદુ યુવક રામગોપાલ મિશ્રાની હત્યા બદલ ઇસ્લામી કટ્ટરપંથીઓને ગુનેગાર ઠેરવીને સજા આપી. ગઈકાલે બંગાળની એક કોર્ટે હિંદુ પિતા-પુત્રની હત્યા બદલ 13 મુસ્લિમોને ગુનેગાર ઠેરવ્યા. રામગોપાલ મિશ્રા હોય કે બંગાળના હરગોવિંદ દાસ અને તેમનો પુત્ર ચંદન, તેઓ હિંદુ હોવાના કારણે મુસ્લિમ ભીડ દ્વારા માર્યા ગયા હતા, પણ આ કોઈ કેસનો ઉલ્લેખ કરવાની તસ્દી ન્યૂયોર્ક ટાઇમ્સે ન લીધી. બાકી અખબાર કહી શક્યું હોત કે બાંગ્લાદેશમાં જ નહીં, ભારતમાં પણ હિંદુઓને તેમની ધાર્મિક ઓળખના કારણે ટાર્ગેટ કરવામાં આવે છે, પણ અગેઇન, એ તેમના એજન્ડામાં ફિટ બેસતું નથી.  

    અહીં ભારતનો ઉલ્લેખ જ ‘મંકી બેલેન્સિંગ’ માટે કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના હોંશિયાર પત્રકારો આપણને કહેવા માંગે છે કે બાંગ્લાદેશમાં મુસ્લિમોએ ઇશનિંદાનો આરોપ લગાવીને એક હિંદુ કારીગરને મારી નાખ્યો, પણ આવું તો ભારતમાં પણ થાય છે, જ્યાં હિંદુઓ મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. એટલે દક્ષિણ એશિયામાં આ બધા મળીને આવું જ કરતા રહે છે અને તેનું કારણ ધાર્મિક અસહિષ્ણુતા છે. બાંગ્લાદેશમાં જે ઘટના બની છે એ છૂટક કિસ્સો નથી. તમે જ્યારે ઘટનાનું સામાન્યીકરણ કરી નાખો ત્યારે આપોઆપ એની ગંભીરતા ઓછી થઈ જાય છે. આ વિદેશી અખબારે આ જ કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં