Sunday, October 27, 2024
More
    હોમપેજગુજરાતચાર્ટડ ફ્લાઈટ્સ, ફાઇવ સ્ટાર હોટેલો, મોંઘી પાર્ટીઓ….વૈભવી જીવન જીવતો હતો મહેશ લાંગા,...

    ચાર્ટડ ફ્લાઈટ્સ, ફાઇવ સ્ટાર હોટેલો, મોંઘી પાર્ટીઓ….વૈભવી જીવન જીવતો હતો મહેશ લાંગા, ‘પત્રકાર’ હોવાનો લાભ ઉઠાવીને કરોડો કમાયો: વાંચો ચોંકાવનારી વિગતો

    મહેશે પોતે ‘પત્રકાર’ હોવાનો લાભ ઉઠાવીને બ્લેકમેલિંગ, સેટલમેન્ટ અને ગેરકાયદેસર ધંધા શરૂ કરી દીધા હતા અને તેમાંથી કરોડો રૂપિયા કમાયો હતો. ઉપરાંત, તેનું નામ સરકારી સંવેદનશીલ માહિતી ધરાવતા દસ્તાવેજોને લીક કરવામાં પણ આવી ચૂક્યું છે અને આ મામલે ગાંધીનગરમાં એક FIR પણ નોંધવામાં આવી છે.

    - Advertisement -

    GST ફ્રોડ કેસમાં પકડાયેલા ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગા વિશે (Mahesh Langa) નવા અને ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, તેનો પગાર હતો તેના કરતાં અનેકગણી ઊંચી જીવનશૈલી જીવતો હતો અને છેલ્લાં 2 વર્ષમાં કરોડો રૂપિયા મેળવ્યા હતા. 

    સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશે પોતે ‘પત્રકાર’ હોવાનો લાભ ઉઠાવીને બ્લેકમેલિંગ, સેટલમેન્ટ અને ગેરકાયદેસર ધંધા શરૂ કરી દીધા હતા અને તેમાંથી કરોડો રૂપિયા કમાયો હતો. ઉપરાંત, તેનું નામ સરકારી સંવેદનશીલ માહિતી ધરાવતા દસ્તાવેજોને લીક કરવામાં પણ આવી ચૂક્યું છે અને આ મામલે ગાંધીનગરમાં એક FIR પણ નોંધવામાં આવી છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશ લાંગાનો પગાર વાર્ષિક માત્ર લાખોમાં છે, પણ જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું તો ₹20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ પૈસા મળવાની વાત પોલીસ પણ કહી ચૂકી છે. પોલીસ અનુસાર, સાથે થોડાં ઘરેણાં અને જમીનને લગતા અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. 

    - Advertisement -

    જે વધુ માહિતી મળી છે તે અનુસાર, મહેશ અને તેની પત્ની ઓબેરોય, તાજ માન સિંઘ જેવી ફાઈવ સ્ટાર હોટેલોમાં જ રોકાતાં હતાં. છેલ્લા એક વર્ષમાં તેઓ 98 વખત આવી હોટેલોમાં રોકાયાં છે અને મહત્વની વાત એ છે કે તેમાંથી એક પણ ઠેકાણે તેમણે પોતે ચૂકવણી કરી ન હતી. 

    શેલ કંપનીઓ થાકી ચૂકવાતો હતો ખર્ચ

    ‘પત્રકાર’ની આવી વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચ મોટેભાગે શેલ કંપનીઓ થકી કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તે અવારનવાર ચાર્ટડ ફ્લાઇટ્સનો પણ ઉપયોગ કરતો રહેતો, જેનું ભાડું લાખોમાં હોય છે. 

    ઉપરાંત, તેણે પોતાના જન્મદિવસ પર એક પાર્ટી આપી હતી અને શહેરના અનેક ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ જેવા હાઈપ્રોફાઈલ લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. આ માટે જે હૉલ બુક કરવામાં આવ્યો હતો તે માટે તેણે એડવાન્સમાં ₹5 લાખ ચૂકવી દીધા હતા. તેમજ પાર્ટીમાં આવેલા તમામ મહેમાનોને સોનાના સિક્કા પણ આપ્યા હતા. 

    સરકારી દસ્તાવેજોનો ઉપયોગ લાભો મેળવવા માટે

    સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશ લાંગા અમુક સરકારી દસ્તાવેજો મેળવી લેવામાં પણ સફળ રહ્યો હતો. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ તેણે કોઈ પત્રકારત્વના કામ માટે કર્યો ન હતો પણ અધિકારીઓ અને સરકારને બ્લેકમેલ કરવા માટે કરતો હતો. જોકે, સત્તાવાર રીતે મળેલી માહિતી અનુસાર આ દસ્તાવેજોમાં સરકાર વિરુદ્ધ એવું કશું ન હતું જેનાથી સરકાર સામે કોઈ પ્રશ્નો ઉઠે.

    જાણકારી એવી પણ મળી રહી છે કે તેની પત્ની અને ભાઈ બંનેએ તેની વિરુદ્ધ નિવેદનો આપ્યાં છે. અહીં નોંધવું જોઈએ કે મૂળ FIRમાં મહેશના ભાઈ મનોજ લાંગાનું જ નામ હતું. પરંતુ તેની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે મહેશ લાંગાની પત્ની એ એન્ટરપ્રાઈઝમાં પાર્ટનર છે, જેની સામે તપાસ ચાલી રહી છે. પછીથી પત્નીએ પૂછપરછમાં કહ્યું હતું કે તેને કશું જ ખબર નથી અને બધો કારભાર પતિ મહેશ કરી રહ્યો હતો.

    GMBની ઑફિસમાં દરોડા બાદ ગાંધીનગરમાં દાખલ થઈ હતી વધુ એક FIR  

    મહેશ લાંગાને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો તો શરૂઆતમાં તેણે ‘પત્રકાર’ હોવાના કારણે સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો માહોલ ઉભો કર્યો હતો, પરંતુ આ તિકડમ કામ ન આવી. પછીથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 

    ધરપકડ બાદ સામે આવ્યું હતું કે તે અમુક અધિકારીઓના સંપર્કમાં હતો અને તેમની સાથેની ચેટ પણ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં ગુજરાત મેરીટાઇમ બોર્ડને લગતા અમુક દસ્તાવેજો અને અન્ય માહિતી મહેશ પાસે પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે GMBની ગાંધીનગર સ્થિત ઑફિસે દરોડા પાડ્યા હતા. 

    અહીંથી પોલીસે અમુક દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરી લીધા બાદ ગાંધીનગર પોલીસે સેક્ટર 7 પોલીસ મથકે મહેશ લાંગા વિરુદ્ધ વધુ એક FIR નોંધી હતી. જે મામલે હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને પોલીસે તેની કસ્ટડી મેળવી નથી. 

    બીજી તરફ, GST ફ્રોડ કેસમાં તેની જામીન અરજી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ફગાવી ચૂકી છે. હાલ તે સાબરમતી જેલમાં બંધ છે. આ કેસ આગળ વધે તેમ ED પણ તપાસમાં જોડાઈ શકે એવી શક્યતાઓ છે. પ્રાથમિક તપાસ તો EDએ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં