હોમપેજગુજરાતજે ટી. એન શેષનને ટાંકીને ચૂંટણી પંચને શિખામણ આપવા ગયાં દેવાંશી જોશી,...

જે ટી. એન શેષનને ટાંકીને ચૂંટણી પંચને શિખામણ આપવા ગયાં દેવાંશી જોશી, તેઓ કૉંગ્રેસમાંથી લડી ચૂક્યા છે ચૂંટણી: નેટિઝન્સે કર્યું યુટ્યુબ પત્રકારનું જ્ઞાનવર્ધન

ચૂંટણી પંચ રાજ્યમાં સત્તામાં હોય તે પાર્ટીને ફ્રી એન્ડ ફેર ઈલેક્શનનું આશ્વાસન આપે તેમાં કોઈને શું વાંધો હોવો જોઈએ, પણ અમુકને તેમાં પણ વાંધો પડ્યો છે.

- Advertisement -

તાજેતરમાં ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસને ઉદ્દેશીને ચૂંટણી વ્યવસ્થિતપણે, હિંસારહિત રીતે થશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ પોસ્ટથી ઇકોસિસ્ટમને વાંકું પડ્યું છે. ગુજરાતમાં પણ અમુક ‘પત્રકારો’ હાયતોબા મચાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ચૂંટણી પંચ આ રીતે કોઈ પાર્ટીને ઉદ્દેશીને કહી જ કેવી રીતે શકે?

ચૂંટણી પંચે લખ્યું હતું, ‘ચૂંટણી પંચની તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ વાત: પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભય રહિત, હિંસા રહિત, ધમકી રહિત, પ્રલોભન રહિત, છાપા રહિત અને બૂથ અને સોર્સ જામિંગ રહિત થઈને જ રહેશે.’

- Advertisement -

ચૂંટણી પંચ રાજ્યમાં સત્તામાં હોય તે પાર્ટીને ફ્રી એન્ડ ફેર ઈલેક્શનનું આશ્વાસન આપે તેમાં કોઈને શું વાંધો હોવો જોઈએ, પણ અમુકને તેમાં પણ વાંધો પડ્યો છે.

એ પણ એક હકીકત છે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે સ્થાનિક ચૂંટણીઓ વખતે હિંસા અને અરાજકતા વ્યાપી ગઈ હતી, અનેક જિલ્લાઓમાંથી અવ્યવસ્થાના સમાચારો આવ્યા હતા અને 2021ની વિધાનસભા ચૂંટણી પછી પણ મોટાપાયે ભાજપ કાર્યકર્તાઓ વિરુદ્ધ હિંસા થઈ અને હત્યાઓનો દોર ચાલ્યો ત્યારે આ જ ઇકોસિસ્ટમ ચૂપ રહી હતી. હવે જ્યારે ચૂંટણી પંચે કહી દીધું છે કે આ બધું ચાલશે નહીં તો ટીએમસી હોબાળો કરે એ સ્વાભાવિક છે, પરંતુ બાકીના કેમ ઊછળકૂદ કરી રહ્યા છે એ સામાન્ય જનતાને મગજમાં બેસી રહ્યું નથી.

ગુજરાતમાં ‘જમાવટ’ નામની એક ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવા માટે ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી ચૂકેલી યુટ્યુબ ચેનલ ચલાવતાં ‘પત્રકાર’ દેવાંશી જોશીએ X પર આવી જ એક પોસ્ટ કરી અને ચૂંટણી પંચને જ્ઞાન આપવાના પ્રયાસ કર્યા.

દેવાંશીએ પૂર્વ ચૂંટણી કમિશનર ટી એન શેષનને ટાંકીને લખ્યું, ‘હું ભારત સરકારનો ચીફ ઈલેક્શન કમિશનર નથી, હું ભારતનો ચીફ ઈલેક્શન કમિશનર છું.’

આટલું લખીને દેવાંશીએ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે એક સમયે ચૂંટણી પંચ આટલી હદે નિષ્પક્ષ રહેતું હતું અને પાર્ટી-સરકારોથી અળગું રહેતું હતું અને હવે મોદીરાજમાં બધી સિસ્ટમ બગડી ગઈ છે. પણ આ નરેટિવ તો ન જ સ્થપાયો અને ઉપરથી લોકોએ દેવાંશીના જ્ઞાનમાં જ વધારો કરી દીધો.

વાસ્તવમાં જે ટી. એન શેષનને ટાંકીને યુટ્યુબ પત્રકાર મોટી-મોટી વાતો કરી રહ્યાં છે એ પોતે પછીથી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા અને લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા. આ વાત આમ તો બહુ જાણીતી છે, દેવાંશીને ખબર ન હોય એવું બની શકે. અથવા ખબર હોય છતાં આંખ આડા કાન કર્યા હોય એવી પણ શક્યતા છે.

ટી. એન શેષન ડિસેમ્બર 1990થી ડિસેમ્બર 1996 સુધી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા હતા. પછીથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. એટલું જ નહીં 1999ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી સામે ચૂંટણી પણ લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

ટી. એન શેષન પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની બહુ નજીક હતા. આ વાત તેમણે આત્મકથામાં પણ સ્વીકારી છે. તેમણે રાજીવ ગાંધીને અમુક બાબતો પર સલાહ પણ આપી હોવાનું પણ એમાં લખ્યું છે. SPG એક્ટ (1988) જ્યારે ડ્રાફ્ટ થઈ રહ્યો હતો ત્યારે તેમાં પૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોને પણ આવરી લેવાની સલાહ શેષને જ આપી હોવાનું કહેવાય છે.

રાજીવ ગાંધીની હત્યા પછી શેષનના ચૂંટણી કમિશનર રહેતાં સમગ્ર દેશની ચૂંટણી પાછળ ઠેલવામાં આવી હતી

1991માં લોકસભા ચૂંટણી પહેલાં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે આદર્શ રીતે તો ચૂંટણી પંચે રાજીવની બેઠક (અમેઠી) પર જ ચૂંટણી રદ કરવી જોઈતી હતી, પરંતુ કોંગ્રેસને સહાનુભૂતિ ઉઘરાવવાનો સમય મળી રહે તે માટે આખા દેશની ચૂંટણી પાછળ ઠેલી દેવામાં આવી હતી અને રાજીવની અસ્થિઓ આખા દેશમાં ફેરવવામાં આવી હતી. તે સમયે ચૂંટણી કમિશનર હતા ટી. એન શેષન.

આ જ ટી. એન શેષનનું ઉપરાણું લઈને યુટ્યુબ પત્રકારો આજે આપણને શીખવી રહ્યા છે કે ચૂંટણી પંચે કામ કઈ રીતે કરવું જોઈએ. પણ ભૂતકાળમાં જેમ ઘણી વખત બન્યું છે તેમ જનતા હવે વધારે જાણતી થઈ ગઈ છે. લોકોએ પછીથી આ જ વાત સમજાવી હતી અને પ્રોપગેન્ડા પર પૂર્ણવિરામ મૂકી આપ્યું હતું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં