Wednesday, June 25, 2025
More
    હોમપેજક્રાઈમ'સ્વતંત્ર ઈસાઈ રાષ્ટ્ર'ના નામે ખ્રિસ્તી કટ્ટરપંથીઓએ કર્યો હતો હિંદુઓનો નરસંહાર, નિર્દોષ મહિલા-બાળકોને...

    ‘સ્વતંત્ર ઈસાઈ રાષ્ટ્ર’ના નામે ખ્રિસ્તી કટ્ટરપંથીઓએ કર્યો હતો હિંદુઓનો નરસંહાર, નિર્દોષ મહિલા-બાળકોને પણ ધરબી હતી ગોળીઓ: વાત ત્રિપુરાના કુખ્યાત ‘બાગબેર હત્યાકાંડ’ની

    બાગબેરની આ ઘટનાને માત્ર યાદ કરવી જરૂરી નથી, તેને જવાબદારી સાથે આપણી પેઢીઓ સુધી પહોંચાડવી પણ ખૂબ જરૂરી છે. જેથી ભવિષ્યમ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ન વિચારધારાના નામે અને ન તો મજહબના નામે.

    - Advertisement -

    ભારત હંમેશાથી એક ઉન્નત સભ્યતા રહી છે. તેની સરહદોએ લગભગ એશિયાના મોટાભાગના દેશોને ઘેરી લીધી હતી. યુરોપમાં જ્યારે માનવ સભ્યતા શિકારી જીવનમાં વ્યતીત કરતી હતી, તે સમયે ભારતમાં વિશ્વની મોટી-મોટી યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ હતી. પરંતુ હિંદુઓની આ ઉન્નત સભ્યતાને પણ એક સમયે નજર લાગી અને ઇસ્લામી તાકતો તેને નષ્ટ કરવા આવી પહોંચી. બધા જાણે છે કે ઇસ્લામી આક્રાંતાઓએ (Islamic invaders) દેશની શું હાલત કરી હતી. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ખ્રિસ્તી કટ્ટરવાદે (Christian fundamentalism) પણ દેશના હજારો નિર્દોષોની બલિ લીધી હતી.

    સભ્યતાઓનો ઇતિહાસ માત્ર સંસ્કૃતિ, ભવ્ય સ્થાપ્યો અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ સુધી સીમિત નથી રહેતો. પરંતુ તે ઇતિહાસ સભ્યતાના વર્ષો જૂના ઘા સુધી પણ પહોંચે છે. ઇતિહાસ તે પીડાઓનો લખાય છે, જે પેઢીઓએ સહન કરી હતી. આવી જ અનેક અજાણ પીડાઓમાં એક પીડા છે – બાગબેર હિંદુ નરસંહાર (Bagber Hindu Massacre). જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે તો આખી દુનિયા જાણી શકી, પરંતુ બાગબેરની ગલીઓમાં સંભળાતી હિંદુઓની એ ચીખો સુધી કોઈ ન પહોંચી શક્યું. એ હિંદુઓ જે નિર્દોષ હતા, જેને કલ્પના પણ નહોતી કે મજહબી ઉન્માદ તેમના પ્રાણની બલિ માંગશે.

    એક સમયનું સમૃદ્ધ ત્રિપુરા કેમ બન્યું રક્તરંજિત?

    ત્રિપુરા. એક એવો પ્રદેશ જેનો ઉલ્લેખ વેદોથી લઈને પુરાણોમાં પણ જોવા મળે છે. આ પ્રદેશમાં સમૃદ્ધિની છોળો ઉછળતી હતી. અહીંની રાજાશાહી વિશ્વ માટે એક મિસાલ હતી. ભગવાન શિવ સાથે ત્રિપુરાનો ઇતિહાસ જોડાયેલો છે. હંમેશાથી તે ભારતવર્ષનો એક અતૂટ ભાગ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોના આવ્યા બાદ અહીં ઈસાઈયતનો જન્મ થયો. હવે એ સમજવું જરૂરી છે કે, એક હોય છે સોફ્ટ ટાર્ગેટ અને એક હોય છે ઉન્માદી ટાર્ગેટ. સોફ્ટ ટાર્ગેટ હેઠળ શાંતિપૂર્ણ રીતે લલચાવી-ફોસલાવી અને અંધધશ્રદ્ધા ફેલાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે અને ઉન્માદી ટાર્ગેટ હેઠળ હિંસા આચરી, નરસંહાર કરીને ધર્મના આધારે લક્ષિત હુમલા કરવામાં આવે છે.

    - Advertisement -

    ત્રિપુરામાં પણ આવું જ થયું હતું. અંગ્રેજો આવ્યા બાદ સોફ્ટ ટાર્ગેટ અને ગયા બાદ ઉન્માદ. વાત છે 1949ની. તે સમયે ત્રિપુરાનો ભારતમાં વિલય થયો હતો. વિલય બાદ ત્યાંની ડેમોગ્રાફીમાં ઘણો બદલાવ આવ્યો. સ્વતંત્રતા બાદ પૂર્વી પાકિસ્તાનથી (આજનું બાંગ્લાદેશ) ઇસ્લામી હિંસાનો ભોગ બનીને લાખો બંગાળી હિંદુઓએ ત્રિપુરામાં શરણ લીધું હતું. આ શરણાર્થીઓના વસવાટથી ડેમોગ્રાફી બદલાઈ હતી અને સ્થાનિક ઈસાઈ સમુદાયોમાં અસુરક્ષાની ભાવના જાગી હતી.

    ધીરે-ધીરે આ અસુરક્ષાને સંગઠિત જોડાણ મળ્યું અને રાજકીય-સાંસ્કૃતિક આંદોલનની શરૂઆત થઈ. આ જ આંદોલનના ચરમ પર NLFT (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા) જેવા કટ્ટરપંથી ખ્રિસ્તી સંગઠનોનો જન્મ થયો. આ સંગઠનો ડેમોગ્રાફીના બદલાવને હિંસાથી કચડવા માંગતા હતા. આ માત્ર એક ઉગ્રવાદ નહોતો, આ એક અસ્મિતાની મજહબી ઉન્માદમાં બદલાયેલી પ્રતિક્રિયા હતી, જેનો સૌથી મોટો ભોગ તે લોકો બન્યા હતા, જે સંપૂર્ણપણે નિર્દોષ હતા.

    20 મે, 2000- ત્રિપુરામાં રેડાયું નિર્દોષ હિંદુઓનું લોહી

    સમય પસાર થતો ગયો અને ખ્રિસ્તી કટ્ટરવાદીઓને વૈશ્વિક સહાય પણ મળતી ગઈ. સમય આવ્યો 2000ના દાયકાનો. તારીખ હતી 20 મે. ત્રિપુરાના પશ્ચિમી ભાગમાં આવેલા બાગબેર ગામમાં એક ભયાનક ઘટના ઘટી. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરાના (NLFT) લગભગ 60 જેટલા સશસ્ત્ર ઉગ્રવાદીઓએ બાગબેર ગામ પર હુમલો કર્યો. ગામમાં અફરાતફરી મચી ગઈ અને લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા. આ જ ગામમાં બંગાળી હિંદુઓ ઇસ્લામી જેહાદથી જીવ બચાવીને સ્થાયી થયા હતા, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે, ઇસ્લામી જેહાદથી બચેલા તે લોકો ખ્રિસ્તી ઉન્માદનો શિકાર બનશે.

    ખ્રિસ્તી કટ્ટરપંથીઓએ નિર્દોષ, નિશસ્ત્ર હિંદુઓ પર બંદૂકો તાકી અને શરૂ થયો તે દશકનો સૌથી મોટો નરસંહાર. 25 બંગાળી હિંદુઓને ઘટનાસ્થળે જ ગોળીઓ ધરબી દેવાઈ. હિંદુઓ જીવ બચાવતા ભાગતા હતા અને ઈસાઈ ઉગ્રવાદીઓને તેમને મારવા માટે તેમની પાછળ ભાગતા હતા. આ ક્રૂર ઘટનામાં 25 બંગાળી હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો પણ હતા.

    માર્યા ગયેલા તમામ બંગાળી હિંદુઓ હતા. જે પહેલાંથી જ ઇસ્લામી હિંસાના પીડિત હતા અને શરણાર્થી શિબિરોમાં રહેતા હતા. આ નરસંહારે ત્રિપુરામાં લાંબા સમયથી ચાલી રહેલા જાતીય સંઘર્ષ અને ઉગ્રવાદની એક ભયાવહતાને ઉજાગર કરી હતી. આંકડાઓ ક્યારેય પૂર્ણ સત્ય નથી કહેતા. ’25 લોકો માર્યા ગયા’ આ વાક્ય કાગળ પર કંડારેલા માત્ર શબ્દો પણ હોય શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, માર્યા ગયેલા તે લોકોનો દોષ શું હતો? શું તેઓ આતંકવાદીઓ હતા? ગુંડા કે ઉગ્રવાદીઓ હતા?… ના. તેમનો દોષ માત્ર એટલો હતો કે તેઓ હિંદુ હતા. તેમનો દોષ માત્ર એટલો હતો કે તેનો ‘ધર્મ’ ખોટી જગ્યાએ, ખોટા સમયે અસ્તિત્વ ધરાવતો હતો.

    વિદેશી મિશનરીઓ અને ચર્ચના સમર્થનમાં આગળ વધ્યા હતા ઈસાઈ ઉન્માદીઓ

    બાગબેર નરસંહાર માત્ર એક હિંસક ઘટના નહોતી. તે એક સંસ્કૃતિ પર હુમલો હતો. આ એક રીતનો લક્ષિત નરસંહાર હતો, જેને હિંદુઓને ટાર્ગેટ કરીને અંજામ અપાયો હતો. જે હિંદુઓ માર્યા ગયા, તેઓ કોઈ સશસ્ત્ર સૈનિકો નહોતા, ન તો તેઓ કોઈ ‘વિચારધારા’ના પ્રચારક હતા. તે સામાન્ય માણસો હતા, બાળકો હતા, મહિલાઓ હતી. તેઓ માત્ર ઇસ્લામી હિંસાનો ભોગ બનેલા પીડિત હતા. તેમને માત્ર એટલા માટે મારવામાં આવ્યા કારણ કે તેઓ હિંદુ હતા. આ ભયાનક નરસંહાર પાછળ NLFTનો હાથ હતો.

    ખ્રિસ્તી ઉગ્રવાદી સંગઠન NLFTને વિદેશી મિશનરીઓ અને ચર્ચોનું સમર્થન પ્રાપ્ત હતું. તેનો ઉદ્દેશ્ય ત્રિપુરાને સ્વતંત્ર ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવાનો હતો. તેની વિચારધારા ઈસાઈ કટ્ટરવાદ અને હિંદુવિરોધ પર આધારિત હતી. તેનો મકસદ ત્રિપુરાને એક એવો ઈસાઈ દેશ બનાવવાનો હતો, જ્યાં હિંદુઓને કોઈ સ્થાન ન હોય. તેમણે બળજબરીથી ધર્માંતરણ, હિંસા અને આતંક દ્વારા પોતાના હેતુઓ પાર પાડવાના પ્રયાસો કર્યા હતા અને બાગબેર હત્યાકાંડ તે જ વિચારધારાનું એક ક્રૂર ઉદાહરણ હતું.

    હિંદુઓના નરસંહાર પર પડદો નાખવાના પણ થયા પ્રયાસ

    હિંદુઓના આ ભયાનક નરસંહારને દબાવી દેવા માટે પણ એક ઇકોસિસ્ટમ સતત કાર્ય કરવા માંડી હતી. આરોપ એવા પણ લાગ્યા હતા કે, બાગબેર નરસંહાર દરમિયાન કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના (CRPF) જવાનો ગામની નજીક જ તહેનાત હતા, પરંતુ તેમણે હુમલા દરમિયાન કોઈ કાર્યવાહી ન કરી. આ નિષ્ક્રિયતા રાજ્યની નિષ્ફળતાને પણ દર્શાવે છે અને રાજ્યની માનસિકતાને પણ દર્શાવે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ કહેવાતા મોટા ઇતિહાસકારોએ પણ આ ઘટનાને પાનાંમાં કંડારવી યોગ્ય ન સમજી. કાશ્મીરમાં કોઈ આતંકવાદીના મોત પર સરઘસ કાઢતા બુદ્ધિજીવીઓએ ક્યારેય બાગબેર હત્યાકાંડ પર એક પ્રશ્ન પણ નથી કર્યો.

    આ ભયાનક નરસંહાર બાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ ઘટનાનું અપેક્ષિત કવરેજ નહોતું કર્યું. આ મૌન પીડિતો પ્રત્યેની એક આખા ઇકોસિસ્ટમની ઉદાસીનતાને દર્શાવે છે. આ ઘટનાએ મીડિયાની જવાબદારી અને તેની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. દરેક તરફથી આ ઘટનાને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને કદાચ તેઓ સફળ પણ થયા હતા. આજે દેશના કોઈ ખૂણે જઈને બાગબેર નરસંહારનો પ્રશ્ન પૂછવા પર માત્ર મૌન મળી શકશે.

    બાગબેરનું સૌથી મોટું અપમાન એ નહોતું કે, ત્યાં નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તે અપમાન એ હતું કે, આ દુર્ઘટના રાષ્ટ્રીય સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવી હતી. એક ઘટના જે ઇતિહાસમાં નોંધાવી જોઈતી હતી, સમગ્ર સમુદાયની ચેતનાનો ભાગ બની જવી જોઈતી હતી, તેને કાં તો જાણી જોઈને દબાવી દેવામાં આવી અને કાં તો મૌનની ચાદર પાથરી દેવામાં આવી. બાગબેર માત્ર એક ગામ નહોતું, તે એક ઘા હતું. જે ધાર્મિક હિંસા પ્રત્યે ‘સિલેક્ટિવ સેન્સિટિવિટી’નો શિકાર રહ્યું છે.

    તેથી, ત્રિપુરાના બાગબેરની આ ઘટનાને માત્ર યાદ કરવી જરૂરી નથી, તેને જવાબદારી સાથે આપણી પેઢીઓ સુધી પહોંચાડવી પણ ખૂબ જરૂરી છે. જેથી ભવિષ્યમ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ન વિચારધારાના નામે અને ન તો મજહબના નામે. હિંદુઓની એ નૈતિક જવાબદારી છે કે, આ ઘટનાને પેઢીઓ સુધી જીવિત રાખે અને તેનો ભોગ બનેલા નિર્દોષ બાળકો, મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં