ભારત (Bharat) દેશ ઐતિહાસિક રીતે મુઘલ આક્રમણખોરોના (Mughal Attackers) આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે જેનું કારણ અહીંયાની સંપત્તિ, સંસ્કૃતિ તથા તત્કાલીન રાજાઓ અને રાણીઓને વારસામાં મળેલ રાજસી ભવ્યતા હતી. ઇસ્લામવાદીઓએ (Islamic Radicalism) મોટાભાગે ભારતીય શાસકો સાથે આત્મીયતાનો ડોળ કર્યો, જેનો ઉદ્દેશ્ય તેમના સામ્રાજ્યને કબજે કરવાનો અને દેશ પર પોતાનું શાસન લંબાવવાનો હતો. કમનસીબે, ઘણી વખત એવું બન્યું કે જ્યારે ભારતીય રાજ્યોના સભ્યોએ, ઈર્ષ્યાથી કે તેમના દુષ્ટ ઇરાદાથી, મુઘલો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમના રાજાઓ અને દેશ સાથે દગો કર્યો હતો, પછી ભલે તે મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી મહારાજને પકડવાનો મામલો હોય, જ્યાં તેમના ભાઈ- કદાચ સસરાએ ઔરંગઝેબને તેમનું સ્થાન અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જણાવી હશે અથવા હલ્દીઘાટીના યુદ્ધ દરમિયાન માનસિંઘે કથિત રીતે પોતાના ભાઈ મહારાણા પ્રતાપ સાથે દગો કર્યો હોય.
આવી જ એક ઘટના 16મી સદીમાં નોંધાયેલી છે. જેમાં વિજયનગર સામ્રાજ્યના અલિયા રામ રાય અને અહમદનગર, બેરાર, બિદર, બીજાપુર અને ગોલકોંડાના મુઘલોના હાથે તેમના મૃત્યુનો સમાવેશ છે. ઇસ્લામવાદીઓના આ સંઘે ખાસ કરીને રામ રાયના વિશ્વાસુ સેનાપતિઓમાંના ગિલાની ભાઈઓની મદદ લીધી હતી જે સામ્રાજ્યના પતન અને રાજાના મૃત્યુમાં પરિણમી.
23 જાન્યુઆરી 1556ના રોજ તાલિકોટાના યુદ્ધમાં દખ્ખણ (ડેક્કન) સલ્તનતોના (અહમદનગર, બેરાર, બિદર, બીજાપુર અને ગોલકોંડા) હાથે હિંદુ શાસકનું મૃત્યુ થયું. આ યુદ્ધ બીજાપુર શહેરથી લગભગ 80 કિલોમીટર (50 માઇલ) દક્ષિણપૂર્વમાં આવેલા તાલિકોટા શહેરમાં થયું હતું, જે આજે ઉત્તર કર્ણાટકમાં આવેલું છે. યુદ્ધ પછી, વિજયનગર સામ્રાજ્યનો વ્યાપક નાશ થયો, જેના પરિણામે કર્ણાટકના હમ્પી ક્ષેત્રમાં આજે પણ ખંડેર જોવા મળે છે.

હિંદુ સામ્રાજ્ય પ્રતિ મુસ્લિમોના હિંદુ વિરોધી દ્રષ્ટિકોણને દર્શાવનારો આ ઈતિહાસ એ સમયનો છે જ્યારે મધ્યકાલીન શહેર વિજયનગર, જે આજે હમ્પીમાં છે, તે દેશના દક્ષિણી ભાગમાં સૌથી શાનદાર સામ્રાજ્ય બની ગયું હતું. જેના પર રાજા કૃષ્ણદેવ રાયનું શાસન હતું. ‘History of India’ નામનો ભારતીય ઇતિહાસનો સર્વે લખનારા ઇતિહાસકારો હર્મન કુલકે અને ડાયટમાર રોદરમુંડના મતે, આલિયા (જમાઈ) રામ રાયના નેતૃત્વ હેઠળ વિજયનગર સામ્રાજ્ય તાલિકોટાના યુદ્ધમાં જીતી રહ્યું હતું, ત્યારે અચાનક વિજયનગર સેનાના બે મુસ્લિમ સેનાપતિઓએ પક્ષ બદલી લીધો અને પોતાની વફાદારી સંયુક્ત દખ્ખણ સલ્તન પ્રત્યે કરી લીધી.
‘ઈતિહાસકારો’ની દલીલ: યુદ્ધ પાછળ સાંપ્રદાયિક હિંસાનો કોઈ ઈરાદો નહોતો
જ્યારે આ ખૂબ જ જાણીતી હકીકત હિંદુ ઇતિહાસના પાનાઓમાં મજબૂત સ્થાન ધરાવે છે, રિચાર્ડ ઇટન, મુઝફ્ફર આલમ અને સંજય સુબ્રમણ્યમ જેવા ઇતિહાસકારો દલીલ કરે છે કે યુદ્ધ પાછળ કોઈ સાંપ્રદાયિક હેતુ નહોતો. આ અહમદનગરના નિઝામોની વિરુદ્ધ રામ રાયના જુના યુદ્ધના કારણ શરૂ થયું હતું. ગિલાની બંધુઓની મુઘલ પક્ષની તરફદારીને એવું કહેવામાં આવે છે કે, “સલ્તનતો દ્વારા અચાનક દર્શાવવામાં આવેલી એકતાનું સૌથી નજીકનું કારણ રામ રાયની ક્ષેત્રીય મહત્વાકાંક્ષાઓ હતી, ખાસ કરીને ઉત્તરી દખ્ખણમાં એક જૂનું શહેર કલ્યાણને નિયંત્રિત કરવાની તેમની ઇચ્છા, જે અગિયારમી અને બારમી સદી દરમિયાન પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્યની રાજધાની હતી.” નોંધનીય છે કે, પછીના ઇતિહાસકારો દ્વારા રજૂ કરાયેલી દલીલો ભાગ્યે જ કોઈ સુસંગતતા ધરાવે છે કારણ કે સાંપ્રદાયિક ઈરાદાઓના પ્રશ્નો યુદ્ધ શરૂ થયા પછી ઉભા થયા હતા.
તાલિકોટાનું યુદ્ધ
16મી સદી દરમિયાન, વિજયનગર સામ્રાજ્ય પર કૃષ્ણદેવરાય શાસન કરતા હતા, જે એક કુશળ વહીવટકર્તા અને કુશળ રાજદ્વારી હતા. તેમના જમાઈ રામ રાય એક બહાદુર સેનાપતિ અને હોંશિયાર યોદ્ધા હતા જેમણે તેમના નેતૃત્વમાં ઘણી સફળ ઝુંબેશોનું નેતૃત્વ કર્યું હતું. કૃષ્ણદેવરાયના મૃત્યુ પછી, વિજયનગરનું સિંહાસન તેમના ભાઈ અચ્યુત રાયને સોંપવામાં આવ્યું, જેનું મૃત્યુ 1542માં થયું. બાદમાં સિંહાસન તેમના પુત્ર અને કૃષ્ણદેવરાયના ભત્રીજા, સદાશિવ રાયને સોંપવામાં આવ્યું, જે તે સમયે સગીર હતા. રામ રાયે સદાશિવ રાયને નજરકેદ કરીને અને રાજ્યના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર તેમના વિશ્વાસુ માણસોની નિમણૂક કરીને સામ્રાજ્યના શાસક બન્યા.
એવું કહેવાય છે કે રામ રાય ધર્મ પ્રત્યે વ્યાપક અને ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા હતા જેના કારણે તેમણે પોતાની સેનામાં ઘણા મુસ્લિમ સૈનિકોની ભરતી કરી હતી. તેમના પ્રત્યેના તેમના વર્તનની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને વિજયનગર સામ્રાજ્ય દ્વારા પદભ્રષ્ટ કરાયેલા ઘણા આદિલ શાહોને આશ્રય આપવામાં આવ્યો હતો.

રામ રાયની રણનીતિમાં રાજ્યનો વિસ્તાર કરવો અને એક ચતુર રાજા બનવાનો સમાવેશ થતો હતો. તે પાંચ પ્રતિકૂળ બહમની રાજ્યોથી ઘેરાયેલો હતો અને તેના શ્રેય માટે તે સતત યુદ્ધોમાં વ્યસ્ત રહેતો હતો જેમાં પાંચમાંથી બે સુલતાનો એકબીજાની વિરુદ્ધ હતા. બીજાપુરના અલી આદિલ શાહની વિનંતી પર તેણે નિઝામના અહમદનગર પર હુમલો કર્યો, ત્યારબાદ અલી આદિલ શાહને પાઠ ભણાવવામાં અહમદનગરના નિઝામ અને ગોલકોંડાના કુતુબ શાહની મદદ કરી. તેમણે સુલ્તાનો વચ્ચે સતત દુશ્મનાવટ વધારીને વિજયનગર સામ્રાજ્યનું રક્ષણ કર્યું, પરંતુ આ વ્યૂહરચના લાંબા સમય સુધી કામ ન કરી કારણ કે પાંચેય સલ્તનતોને ખ્યાલ આવ્યો કે રામ રાય પાંચેયનો દુશ્મન છે.
આ જ દરમિયાન, નિઝામની પુત્રી ચાંદ બીબીના લગ્ન અલી આદિલ શાહ સાથે થયા હતા, અને અલી આદિલ શાહની બહેનના લગ્ન નિઝામના પુત્ર સાથે થયા હતા. લગ્ન સમારોહમાં ઇસ્લામિક રાજવંશો એક થયા અને સમારંભ પછી વિજયનગર સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. પાંચેય એક થયા અને આદિલ શાહે રાજ્યના બે મુખ્ય કિલ્લાઓ, રાયચુર અને મુદગલની માંગણી સાથે રામ રાય પાસે એક દૂત મોકલ્યો. હિંદુ રાજાએ દૂતની માંગણીઓનો ઇનકાર કર્યો અને તેના પછી બીજા ઘણા લોકોએ પણ એવું જ કર્યું. પછી દખ્ખણ સલ્તનતો વિજયનગર તરફ આગળ વધી અને તાલિકોટામાં (હાલના તંગાડી કે રક્કાસતંગડી) રોકાયા.

ત્યાં પહોંચીને શાસકોએ તેમની ઉપરછલ્લી એકતા દેખાડતા આત્મીયતાનો પ્રયાસ દેખાડવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી યુદ્ધની શરૂઆત થઇ. મધ્યમાં રહેલ હિંદુ રાજાએ વિજયનગરના સૈન્ય બળને ભેગું કરીને યુદ્ધની શરૂઆત કરી દીધી. જેમાં એક લાખ ઘોડેસવાર અને પાંચ લાખ પાયદળનો સમાવેશ થતો હતો. આ લોકોને સલ્તનતની સેનાને કૃષ્ણા નદીમાં પ્રવેશતા અટકાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જોકે, સેના આગળ વધી ગઈ. ક્રોધે ભરાયેલ રામ રાય પાસે કોઈ રણનીતિ નહોતી. ઇતિહાસકારોના મતે, તેણે પોતાના માણસોને સલ્તનત પર સીધો હુમલો કરવાનો આદેશ આપતા કહ્યું, “આપણે આ તુચ્છ યુદ્ધથી ડરનારા કાયર નથી! આગળ વધો, લડો.” જોકે આ નીતિ કામ ન આવી અને ઘણી સંખ્યામાં હિંદુ સૈનિકો મરવા લાગ્યા. બાકીના ભયભીત, સંપત્તિ અને શાહી દરજ્જાના સંભવિત પુરસ્કારથી પ્રેરિત હતા. જેના કારણે સૈનિકોએ બહમની સેનાના ડાબા પડખાને ધ્વસ્ત કરી દીધો.
આનાથી સલ્તનતોમાં ચિંતા ફેલાઈ ગઈ, જેમાંથી કેટલાકે તો પોતાના છાવણીઓની સામે ‘રહતાનત’ (પવિત્ર શપથ કે જે જેહાદમાં મૃત્યુ પામશે અને સ્વર્ગ પ્રાપ્ત કરશે) લખેલા બોર્ડ પણ લગાવ્યા. જોકે, નિઝામ શાહ, કુતુબ શાહ, અલી આદિલ શાહ અને અલી બારીદના સંયુક્ત સૈન્યએ હિંમત ભેગી કરી અને હિંદુ સૈનિકો પર હુમલો કર્યો. અલી આદિલ શાહે રામ રાયના ભાઈ તિરુમાલા રાય પર હુમલો કર્યો જ્યારે અન્ય લોકોએ રામ રાયના અન્ય મહત્વપૂર્ણ સૈનિકો પર હુમલો કર્યો. બાદમાં અલી આદિલ શાહે રામ રાય પર હુમલો કર્યો અને નિઝામ શાહ અને કુતુબ શાહે હિંદુ રાજાનો સીધો સામનો કર્યો.
ગિલાની ભાઈઓએ મુસ્લિમ સૈનિકોને હિંદુ રાજા વિરુદ્ધ લડવા માટે આપ્યો આદેશ
આ જ દરમિયાન વિજયનગર સામ્રાજ્યના કેટલાય મુસ્લિમ સૈનિકોએ રામ રાય તરફથી યુદ્ધ કરવાનો ઇનકાર કરી દીધો. આ લોકોએ કાં તો પોતાના હથિયારો મૂકી દીધા અથવા રામ રાય વિરુદ્ધ સલ્તનતમાં સામેલ થઇ ગયા. તેમણે હિંદુ સેના તરફથી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ બધું કરવા માટે સૈનિકોને ગિલાની ભાઈઓએ ઉકસાવ્યા હતા જે એક સમયે રામ રાયના ખૂબ વિશ્વાસપાત્ર સૈનિકો હતા. ત્યારપછી સલ્તનતે વિજયનગર પર 2 તોપો વડે હુમલો કર્યો જેમાં મોટા ભાગના સૈનિકો માર્યા ગયા અને એક ગોળી એ હાથી પર પણ ચલાવવામાં આવી જેના પાર રામ રાય બેઠા હતા.

ત્યારબાદ ઘાયલ રામ રાયને નિઝામ પાસે લઈ જવામાં આવ્યા, જેમણે હિંદુ રાજાનું માથું કાપી નાખ્યું, જેના પરિણામે વિશાળ હિંદુ સામ્રાજ્યનું પતન થયું. ઇસ્લામિક સૈનિકોએ તેમનો પીછો કરતા અને જે દેખાયા એને મારી નાખ્યા. લગભગ વીસ માઇલનો વિસ્તાર મૃતદેહોથી છવાયેલો હતો, જમીન લોહીથી લથપથ હતી. ઇસ્લામના વિજયી સૈનિકોએ સિક્કા, ઝવેરાત અને અઢળક મિલકત છીનવી લીધી. ઐતિહાસિક રેકોર્ડ જણાવે છે કે યુદ્ધના મેદાનમાં પડેલા મૃતદેહોની સંખ્યા ગણવામાં 12 દિવસ લાગ્યા.

સાંપ્રદાયિક સદભાવના મૃગજળનો લાભ લેવા તથ્યોનું ઓછું આંકન
આ ઘટના ઇસ્લામિક કટ્ટરપંથીના બીજને દર્શાવે છે જેના દ્વારા ગિલાની ભાઈઓએ પોતાના સૈનિકોને ઇસ્લામ સાથે અને હિંદુ વિરોધમાં ઉભા કર્યા. ગિલાની ભાઈઓ રામ રાયના વિશ્વાસુ સૈનિકો હતા, એ વિચારવું જોઈએ કે જો મજહબ ન હોત તો એ લોકો એમનો પક્ષ બદલત? જે ઈતિહાસકારો કથિત સાંપ્રદાયિક સદ્ભાવની રક્ષા માટે તથ્યોને તોડી-મરોડીને લખે છે તેમણે એ સમજવું જોઈએ કે વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે રામ રાય માટે લડતા મુસ્લિમ સૈનિકોએ ત્યારે પક્ષ બદલ્યો, જ્યારે વિજયનગર યુદ્ધ જીતવાનું હતું. વામપંથી ઈતિહાસકારો અનુસાર યુદ્ધના સાંપ્રદાયિક ઈરાદાઓનું કોઈ કારણ ન હોવું જોઈએ કારણ કે રામ રાયની કૂટનીતિના કારણે જ તેમનું મૃત્યુ થયું હતું. આવું કહીને આ ‘ઈતિહાસકારો’ કટ્ટરપંથી ઇસ્લામીકરણના કથિત ઉદયને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એવા ઘણા ઉદાહરણો છે જેના હવાલે આપણે કહી શકીએ છીએ કે કટ્ટરપંથી ઈસ્લામે હિંદુઓને આતંકિત કર્યા છે. જો કોઈ રાજ્યમાં મુસ્લિમ બહુમતી થાય જાય છે તો ભારત જેવા આધુનિક રાષ્ટ્ર-રાજ્યમાં હિંદુઓ સુરક્ષિત નથી રહેતા. કાશ્મીર અને કેરળ જેવા ક્ષેત્ર ભારતના હિંદુઓ માટે તો માત્ર એક ટ્રેલર સમાન છે. ‘સાંપ્રદાયિક સદ્ભાવ’ કે ‘ધર્મનિરપેક્ષતા’ના નામ પર આ બધી ઐતિહાસિક ઘટનાઓને ભૂલી જવી સહેજ પણ ઉચિત નથી. હિંદુ આ ઘટનાઓની બર્બરતાને ક્યારેય નહીં ભૂલે અને એ સુનિશ્ચિત કરશે કે આવા કૃત્યોની દરેક દ્વારા નિંદા કરવામાં આવે. અલ્પસંખ્યકોને ‘શરમ’થી બચાવવા માટે આ ઐતિહાસિક તથ્યોને દફનાવી દેવાથી મજહબી કટ્ટરપંથીઓ અને ઉગ્રવાદીઓને પ્રોત્સાહન મળશે.
આ લેખ મૂળ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.