Monday, December 23, 2024
More
    હોમપેજદેશ‘પત્નીની ગેરવ્યાજબી માંગણીઓ પૂર્ણ કરવા માટે પતિ પર દબાણ લાવવાના હેતુથી ન...

    ‘પત્નીની ગેરવ્યાજબી માંગણીઓ પૂર્ણ કરવા માટે પતિ પર દબાણ લાવવાના હેતુથી ન થવો જોઈએ IPC 498Aનો દુરુપયોગ’: ઘરેલુ હિંસાનો કેસ રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

    સુપ્રીમ કોર્ટ એક મહિલાએ કરેલા પતિ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ અને ઘરેલુ હિંસાના કેસ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બી. વી નાગરત્ના અને એન. કોટિશ્વર સિંઘની બેન્ચે કેસ રદ કરીને આ અગત્યની ટિપ્પણીઓ કરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ બેંગ્લોરમાં એક અતુલ સુભાષ નામના 34 વર્ષીય એન્જિનિયરે પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધા બાદ મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે (10 ડિસેમ્બર) આવા જ એક અન્ય કેસમાં IPCની કલમ 498-Aના મહિલાઓ દ્વારા પતિઓ સામે થતા દુરુપયોગ પર અગત્યની ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે, આ કલમનો ઉપયોગ પત્નીની ગેરવ્યાજબી માંગણીઓ મનાવવા માટે પતિ પર દબાણ લાવવાના હેતુસર ન થવો જોઈએ.

    સુપ્રીમ કોર્ટ એક મહિલાએ કરેલા પતિ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ અને ઘરેલુ હિંસાના કેસ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બી. વી નાગરત્ના અને એન. કોટિશ્વર સિંઘની બેન્ચે કેસ રદ કરીને આ અગત્યની ટિપ્પણીઓ કરી હતી.

    કોર્ટે શું કહ્યું?

    કોર્ટે કહ્યું કે, “સંશોધન કરીને IPCમાં કલમ 498-A સામેલ કરવાનો હેતુ મહિલાઓ પર તેમના પતિ અને પરિવાર દ્વારા થતી ક્રૂરતાને રોકવાનો હતો. જેથી કરીને સરકારને પણ આવા કેસોમાં ત્વરિત હસ્તક્ષેપ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકે. પરંતુ તાજેતરમાં જેમ-જેમ વૈવાહિક વિવાદો વધી રહ્યા છે તેમ-તેમ IPCની કલમ 498-A જેવી જોગવાઈઓના દુરુપયોગનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે, જ્યાં પત્ની દ્વારા ઘણી વખત પતિ કે તેના પરિવાર વિરુદ્ધ અંગત બદલો લેવા માટે આવી જોગવાઈઓનો ઉપયોગ થતો હોય છે.”

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, “આ પ્રકારના વિવાદો વખતે અસ્પષ્ટ અને સામાન્ય આક્ષેપો કરી દેવામાં આવતા હોય છે. જો તેની યોગ્ય તપાસ કરવામાં ન આવે તો પત્ની કે તેના પરિવાર દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓનો દુરુપયોગ કરીને પતિ પર દબાણ કરવાની યુક્તિઓને પ્રોત્સાહન મળી શકે છે. અમુક વખત પત્નીની ગેરવ્યાજબી માંગણીઓ પૂર્ણ કરવા માટે પતિ અને તેના પરિવાર પર દબાણ લાવવા માટે પણ IPC 498Aનો ઉપયોગ થતો હોય છે.”

    બેન્ચે આગળ કહ્યું હતું કે, કોર્ટ કલમ 498-Aના ઉપયોગના નહીં પરંતુ દુરૂપયોગ કરવાના વિરોધમાં છે. ખંડપીઠે કહ્યું કે, “અમે એવું ક્યાંય નથી કહી રહ્યા કે કોઈપણ મહિલા જે ક્રૂરતાનો સામનો કરી કરી રહી છે તેણે મૌન રહેવું જોઈએ કે IPCની કલમ 498-A હેઠળ ફરિયાદ ન કરવી જોઈએ અથવા કોઈ પણ કાર્યવાહી કરવા માટે પોતાની જાતને રોકવી જોઈએ. અમારાં અગાઉનાં અવલોકનોનો અર્થ એ નથી, પરંતુ બીજી તરફ આપણે હાલ જે કેસ સામે આવ્યો છે, તેવા કેસને પ્રોત્સાહન પણ ન આપવું જોઈએ, જ્યાં પતિએ પહેલાં છૂટાછેડાની માંગ કરી અને તેની સામે પત્નીએ IPC 498A હેઠળ કેસ નોંધાવી દીધો.”

    ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પીનલ કોડની કલમ 498-A હેઠળ કોઈ પણ પરણિત મહિલા પતિ કે સાસરિયાં દ્વારા થતી ક્રૂરતા વિરુદ્ધ રક્ષણ મેળવી શકે છે. IPC કાયદો હવે રદબાતલ ઠેરવવામાં આવ્યો છે. તેના સ્થાને ભારતીય ન્યાય સંહિતા અમલમાં છે. જેમાં આ જોગવાઈ કલમ 86 હેઠળ આવે છે. જે હેઠળ ત્રણ કે તેથી વધુ વર્ષની સજા અને દંડ થઈ શકે છે.

    શું હતો વિવાદ?

    મામલો તેલંગાણાનો છે, જ્યાં એક મહિલાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસાના આરોપસર કેસ કર્યો હતો. જેની સામે પતિ અને પરિવારે તેલંગાણા હાઇકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કોર્ટે કેસ રદ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. આખરે સુપ્રીમ કોર્ટે કેસ રદ કરી દીધો છે અને સાથે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટે કેસ રદ ન કરીને ગંભીર ભૂલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં