Saturday, October 5, 2024
More
    હોમપેજદેશબોર્નવિટા હેલ્થ ડ્રિંક નહીં, ઈ-કોમર્સ વેબસાઈટ્સ કેટેગરીમાંથી હટાવે: કેન્દ્ર સરકારે આપ્યો આદેશ,...

    બોર્નવિટા હેલ્થ ડ્રિંક નહીં, ઈ-કોમર્સ વેબસાઈટ્સ કેટેગરીમાંથી હટાવે: કેન્દ્ર સરકારે આપ્યો આદેશ, NCPCRની તપાસ બાદ એક્શન

    મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા CRPC એક્ટની કલમ 14 હેઠળ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કોઇ ‘હેલ્થ ડ્રિંક’ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    ‘બોર્નવિટા’ નામ હવે જાણીતું ન હોય તેમ નથી. સામાન્ય રીતે લોકો તેને ‘પૌષ્ટિક હેલ્થ ડ્રિંક’ માનીને પીતા અને ખાસ કરીને બાળકોને પીવડાવતા આવ્યા છે. પણ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બોર્નવિટાને ‘હેલ્થ ડ્રિંક’ની શ્રેણીમાંથી હટાવવા માટે ઈ-કોમર્સ સાઈટ્સને નિર્દેશ આપ્યા છે. સરકારના મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું. 

    મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે તમામ ઈ-કોમર્સ કંપનીઓને આ આદેશ આપ્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ વેબસાઈટ પરથી ‘બોર્નવિટા’ તેમજ તે પ્રકારનાં અન્ય ઉત્પાદનોને ‘હેલ્થ ડ્રિંક’ કે હેલ્થ ટોનિક’ની કેટેગરીમાંથી હટાવી દેવામાં આવે. આદેશ તેમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની એક લીગલ ટીમનની તપાસ બાદ લેવામાં આવ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર આ આદેશો પર ઈ-કોમર્સ કંપનીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે.

    શા માટે લેવામાં આવ્યો છે આ નિર્ણય

    નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું કે, કમિશન ઑફ પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ, 2005ના સેક્શન 3 હેઠળ બનાવવામાં આવેલી એક વૈધાનિક શાખા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા CRPC એક્ટની કલમ 14 હેઠળ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કોઇ ‘હેલ્થ ડ્રિંક’ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. ઉપરાંત, FSSAI દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમોમાં પણ આવું કોઇ ડ્રિંક પરિભાષિત કરવામાં આવ્યું નથી.

    - Advertisement -

    જેનો સીધો અર્થ તે થયો કે બોર્નવિટા કે તેના જેવી જ અન્ય પ્રોડક્ટ એ કોઈ હેલ્થ ડ્રિંકની કેટેગરીમાં નથી આવતી અને આ કારણોસર જ સરકારે ઈ-કોમર્સ કંપનીઓને નિર્દેશ આપીને આવી પ્રોડક્ટ્સને આવી કેટેગરીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા છે. તપાસમાં એવું પણ સામે આવ્યું કે, બોર્નવિટામાં સુગર લેવલ અત્યંત વધારે હોય છે, જે નિયત મર્યાદા કરતાં પણ ઘણું વધારે છે.

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ FSSAIએ ઈ-કોમર્સ વેબસાઈટો પરથી ડેરી, અનાજ કે પછી મેલ્ટ બેઝ્ડ પીણાં અને હેલ્થડ્રિંકની કેટેગરીમાં કે પછી એનર્જી ડ્રિંક કેટેગરીમાં ન મૂકવા નિર્દેશ આપ્યા હતા. સરકારની બોડીએ તર્ક આપ્યો હતો કે હેલ્થ ડ્રિંક શબ્દને ભારતના ખાદ્ય નિયમોમાં પરિભાષિત નથી કરવામાં આવ્યો, જ્યારે ‘એનર્જી ડ્રિંક’ નિયમાનુસાર માત્ર ફ્લેવરવાળું લિક્વિડ છે. FSSAIએ તેમ પણ નોંધ્યું હતું કે, ખોટા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને જેથી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી જાહેરાતો હટાવવા કે પછી સુધારા-વધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં