Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શ્રદ્ધાના 35 ટુકડા થયા હતા, તારા 36 કરીશ’: સાબિરે દલિત મહિલાને ધમકી...

    ‘શ્રદ્ધાના 35 ટુકડા થયા હતા, તારા 36 કરીશ’: સાબિરે દલિત મહિલાને ધમકી આપી, રાજસ્થાનના જોધપુરનો મામલો 

    ફોટો વાયરલ કરવાના નામે મહિલા સાથે સંબંધ રાખવાનું સતત દબાણ કરવામાં આવતું હતું. આ મામલો બિલાડા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં દિલ્હીમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાને તેના પાર્ટનર આફતાબે ગળાફાંસો આપી મારી નાખી હતી. હત્યા બાદ તેની લાશના 35 ટુકડા કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જોધપુરના ગ્રામીણ વિસ્તાર બિલાડાનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી યુવક અપશબ્દો બોલી રહ્યો છે અને કહી રહ્યો છે કે, ‘શ્રદ્ધાના 35 ટુકડા થઈ ગયા, હું તારા 36 ટુકડા કરી દઈશ’. મામલો બિલાડા પોલીસ સ્ટેશન અંતર્ગત નોંધાયો છે.

    ABP Newsના રિપોર્ટ અનુસાર, જોધપુરના ગ્રામીણ બિલાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાના ઉદલિયાવાસ ગામમાં સાબીર નામના મુસ્લિમ યુવક પર એક પરિણીત દલિત મહિલાને ધમકાવીને તેને ગેરકાયદેસર સંબંધ બાંધવા દબાણ કરવાનો આરોપ છે. ફોટો વાયરલ કરવાના નામે મહિલા સાથે સંબંધ રાખવાનું સતત દબાણ કરવામાં આવતું હતું. આ મામલો બિલાડા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે. એક પરિણીત દલિત મહિલાએ આરોપી વિરુદ્ધ બિલાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    આ વચ્ચે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા યુવક પોતાની ઓળક સાબીર તરીએ આપી રહ્યો છે. આ ઓડિયો પીડિતાના કાકા અને આરોપી સાબીર વચ્ચેની ટેલીફોનીક વાતચીતનો છે. આ ઓડિયોમાં સાબીર નામનો યુવક યુવતીના ટુકડા-ટુકડા કરવાની વાત કરી રહ્યો છે. તે બોલી રહ્યો છે, “જો કોઈને કહ્યું કે સાબીર આ ફોન આપી ગયો છે તો ***** દિલ્હીમાં શાબીરે જેમ શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા હું એ જ રીતે તેના (પિડીતા)ના 36 ટુકડા કરી નાખીશ.”

    - Advertisement -

    પીડિત પરિણીત મહિલા બિલાડા પોલીસ સ્ટેશન પહોંચી અને પાડોશી સાબીર મોહમ્મદ વિરુદ્ધ FIR નોંધાવી. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે જ્યારે તે તેના ઘરની અગાસી પર કપડાં સૂકવવા જતી ત્યારે સાબીર ખરાબ અને અશ્લીલ હરકતો કરતો. પીડિતાએ કહ્યું, ’20 ડિસેમ્બર 2022ના રોજ હું મારા ઘરમાં એકલી હતી. મને એકલી જોઈને સાબીર ઘરમાં પ્રવેશ્યો. તેણે મારી સાથે બળજબરી કરી અને મારી શરમ તોડવાની સાથે મોબાઈલથી મારો ફોટો અને વીડિયો બનાવ્યો. ફોટો વાયરલ કરી બદનામ કરવાના નામે ધમકી આપી મોબાઈલ લઈને રોજ મારી સાથે વાત કરવાનું કહ્યું હતું. ‘હું ઈચ્છું ત્યારે તું વાત કરીશ. જ્યારે પણ હું ઈચ્છું ત્યારે તું મારી સાથે બહાર આવીશ’. આવું કરીને તે સતત તેના પર ખોટા કામો કરવા દબાણ કરતો હતો. વારંવાર પજવણીથી કંટાડી મહિલાએ તેના પતિ અને મામને વાત કરી હતી.

    બિલાડા પોલીસ સ્ટેશનના અધિકારી બાબુલાલ રાણાએ જણાવ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે. પીડિતાના નિવેદન લેવાના છે. આ દરમિયાન હવે એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં ટુકડા કરી દેવાની વાત છે. ટૂંક સમયમાં આ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી સાબીર વિરુદ્ધ છેડતી સહિત એસસી-એસટીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં