Friday, October 11, 2024
More
    હોમપેજક્રાઈમઆતંકીઓને કરી મદદ, હથિયારો અને પૈસા પણ પૂરા પાડ્યા: કાશ્મીરમાં ઈમ્તિયાઝ, મુશ્તાક...

    આતંકીઓને કરી મદદ, હથિયારો અને પૈસા પણ પૂરા પાડ્યા: કાશ્મીરમાં ઈમ્તિયાઝ, મુશ્તાક સહિત ચાર સરકારી કર્મચારીઓને ઘરભેગા કરાયા

    બરતરફ કરાયેલા કર્મચારીઓના નામ ઇમ્તિયાઝ અહેમદ લોન, બાઝિલ અહેમદ મીર, મુશ્તાક અહેમદ પીર અને ઝૈદ શાહ છે. આમાંથી કેટલાક આતંકવાદીઓને શસ્ત્રો અને સાધનો પૂરા પાડતા હતા, જ્યારે બાકીના પાકિસ્તાનના ડ્રગ સ્મગલરો સાથે મળીને કાશ્મીરમાં ડ્રગ્સ ફેલાવવામાં વ્યસ્ત હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની મદદ કરી રહેલા અને તેમના માટે હથિયાર અને પૈસા એકઠા કરનારા 4 સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ થનાર કર્મચારીઓમાં બે પોલીસકર્મી છે. આ પહેલાં પણ સરકાર ડઝનબંધ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે. હાલ પણ સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસમાં જોતરાયેલી છે. બરતરફ કરાયેલા કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં સરકારે આતંકીઓની મદદ કરવાના આરોપસર બે પોલીસકર્મીઓ, એક શિક્ષણ વિભાગના કર્મચારી અને એક પંચાયતી રાજ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યા છે. સુરક્ષા એજન્સીઓને તેમની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી અને તે સરકારી કર્મચારીઓ સામે તપાસ કરી રહી હતી. નોકરીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

    બરતરફ કરાયેલા કર્મચારીઓના નામ ઇમ્તિયાઝ અહેમદ લોન, બાઝિલ અહેમદ મીર, મુશ્તાક અહેમદ પીર અને ઝૈદ શાહ છે. આમાંથી કેટલાક આતંકવાદીઓને શસ્ત્રો અને સાધનો પૂરા પાડતા હતા, જ્યારે બાકીના પાકિસ્તાનના ડ્રગ સ્મગલરો સાથે મળીને કાશ્મીરમાં ડ્રગ્સ ફેલાવવામાં વ્યસ્ત હતા. તેઓ પાકિસ્તાન મારફતે આવતા ડ્રગ્સને કાશ્મીરમાં ફેલાવતા હતા અને તેનાથી મળેલા નાણાંનો ઉપયોગ આતંકવાદ માટે કરતા હતા. હવે તેમને જમ્મુ-કાશ્મીર સરકારની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમની સામે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે સરકારી કર્મચારીઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને મદદ કરતા જોવા મળ્યા હોય. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

    - Advertisement -

    60થી વધુ કર્મચારીઓ પર થઈ છે કાર્યવાહી

    નોંધનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 4 કર્મચારીઓ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલાં નવેમ્બર 2023માં પણ 4 કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેમના પર આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ લાગ્યો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સરકારે આવા ઓછામાં ઓછા 55 કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે જેમના આતંકવાદીઓ સાથે સંબંધ હતા.

    આવા કર્મચારીઓની ઓળખ કરવા માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. નોકરીમાંથી બરતરફ કરાયેલા મોટાભાગના કર્મચારીઓ જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગ અથવા પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે. તેઓ આતંકવાદીઓ માટે મેદાન તૈયાર કરવાનું કામ કરે છે. હાલ પણ સુરક્ષા એજન્સીઓ આ મામલે ચાંપતી નજર રાખીને બેઠી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં