Friday, October 4, 2024
More
    હોમપેજદેશમેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું: ઠેકઠેકાણે પાણી ભરવાથી પૂર જેવી સ્થિતિ, સામાન્ય જનજીવન ખોરવાયું;...

    મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું: ઠેકઠેકાણે પાણી ભરવાથી પૂર જેવી સ્થિતિ, સામાન્ય જનજીવન ખોરવાયું; લોકલ ટ્રેન અને ટ્રાફિક પ્રભાવિત

    ભારે વરસાદને પગલે માત્ર રેલ સેવા જ નહીં, મુંબઈનું જનજીવન પણ ખોરવાયું છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ જતા પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના મુંબઈમાં રવિવારે (7 જુલાઈ 2024)પડેલા મુશળધાર વરસાદ થવાના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરવાના કારણે જાહેરજીવન ખોરવાઈ ગયું છે. કલ્યાણ-કસારા સેક્શનમાં ખડાવલી અને ટિટવાલા વચ્ચે ભારે ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ રેલવે સેવા પણ આ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થઈ હતી. આખી રાત વરસેલા ભારે વરસાદના પગલે અનેક ટ્રેન રદ કરી દેવામાં આવી છે.

    હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર સોમવારથી (8 જુલાઈ 2024) લઈને આગામી કેટલાક દિવસ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારે પડેલા વરસાદના કારણે અનેક રેલવેની અનેક લાઈન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાટા પર ઝાડ પડવાના કારણે કસારા અને ટિટવાલા સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેન રદ કરવામાં આવી છે. અટગાંવ અને થાનસિત સ્ટેશન વચ્ચે પાટા પર પાણી અને કીચડ ભરાઈ ગયું, બીજી તરફ વાશિંદ સ્ટેશન પર પણ ઝાડ પડવાની ઘટના સામે આવી હતી.

    મુંબઈનું જનજીવન ખોરવાયું, પ્રશાસન હરકતમાં

    મહારાષ્ટ્રના મુંબઈમાં મુશળધાર વરસાદ પડવાને પગલે માત્ર રેલ સેવા જ નહીં, મુંબઈનું જનજીવન પણ ખોરવાયું છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ જતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કલંબોલી વિસ્તારમાં અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ચુક્યા છે. અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, લોકલ ટ્રેન ઉપરાંત પરિવહનની બસ સેવા પણ ઠપ્પ પડી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરોમાં બંધ થઈ ગયા છે. બીજી તરફ પ્રશાસન અને મુંબઈ પોલીસે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

    - Advertisement -

    મહાનગર પાલિકા અને ઈમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી ભારે વરસાદની આગાહીને પહોંચી વળવા તૈયારી કરી રહ્યા છે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે, સાંતાક્રુઝ અને બંદ્રા જેવા વિસ્તારોમાં રવિવાર રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ અંધેરી, જૂહુ અને જોગેશ્વરી વિસ્તારમાં વરસાદની તીવ્રતા ખૂબ વધારે છે જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ચુક્યું છે.

    બીજી તરફ હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાતાના જણાવ્યા અનુસાર 8 થી 10 જુલાઈ સુધીમાં આખા મુંબઈ, મરાઠાવાડા સહિત આખા મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં