Sunday, November 3, 2024
More
    હોમપેજરાજકારણ‘નદીમાં અર્ધ્ય અર્પણ વર્જિત થઈ ગયું, પણ યમુના સાફ ન થઈ’: આ...

    ‘નદીમાં અર્ધ્ય અર્પણ વર્જિત થઈ ગયું, પણ યમુના સાફ ન થઈ’: આ વર્ષે પણ પ્રદૂષિત નદીના કિનારે દિલ્હીવાસીઓએ મનાવી છઠ પૂજા; LGએ કેજરીવાલ સરકારને વાયદાઓ યાદ કરાવ્યા

    કેજરીવાલે દિલ્હીની સત્તા સંભાળી હતી ત્યારે મોટા-મોટા વાયદા કરીને શહેરને વિશ્વકક્ષાનું બનાવી દેવાની વાતો કહી હતી. આજે સત્તામાં 10 વર્ષ થઈ ગયાં છે પણ ન તો પ્રદૂષણ કાબૂમાં આવ્યું છે કે ન યમુના સાફ થઈ શકી છે

    - Advertisement -

    દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. દર વર્ષે દિવાળી પહેલાં વાયુ પ્રદૂષણના શહેરની હાલત ખરાબ બની જાય છે. શહેર જેના કિનારે વસ્યું છે તે યમુના નદી પણ હદ બહાર પ્રદૂષિત થાય છે. એક દાયકાથી જેમની સરકાર દિલ્હીમાં છે તેઓ વાયદા કર્યા કરે છે, પરંતુ યમુના સ્વચ્છ થતી નથી. દર વર્ષે નાગરિકો ચિંતા વ્યક્ત કરતા રહે છે, આ વર્ષે છઠ પૂજાના અવસરે દિલ્હીના LGએ (ઉપરાજ્યપાલ)  કેજરીવાલ સરકારને ઊંઘમાંથી ઉઠાડવી પડી છે.

    દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ અધિકારિક X હેન્ડલ પરથી અમુક તસવીરો પોસ્ટ કરી, જે યમુના નદીના વિવિધ કિનારાની છે. નદી પ્રદૂષિત જોવા મળે છે, કિનારે કચરો જોવા મળે છે. આ જ પ્રદૂષણ અને કચરા વચ્ચે લોકો છઠ પૂજાની વિધિ કરતા દેખાય છે. 

    તસવીરો પોસ્ટ કરીને LGએ લખ્યું, “દીનાનાથ ભગવાન ભાસ્કરને અર્ધ્ય સાથે છઠ મહાપર્વ આજે સંપન્ન થયું. છઠી મૈયાએ વિદાય લીધી, યમુના મૈયા ફરી એક વખત કલુષિત-પ્રદૂષિત જ રહી ગઈ. વ્રતી-શ્રદ્ધાળુઓ ફરી એક વખત કચરા અને કાટમાળમાં પૂજા-અર્ચના કરવા માટે મજબૂર થયા. નદીમાં જઈને અર્ધ્ય અર્પણ વર્જિત થઈ ગયું પણ યમુના સાફ ન થઈ.”

    - Advertisement -

    આગળ અન્ય તસવીરો પોસ્ટ કરીને તેમણે લખ્યું, “વર્ષો વીતતાં જાય છે, વાયદાઓ થતાં રહે છે. ફીણ, સિવર, ગટરનો કોઈ નિકાલ થતો નથી. પૂર બાદ મેદાન ડમ્પ યાર્ડ અને ખુલ્લાં શૌચાલયમાં ફેરવાય જાય છે. તમામ પ્રકારના કચરા નદીને નુકસાન પહોંચાડે છે.” આગળ લખ્યું કે, “દરેક છઠ પર જ્યારે પણ એમોનિયાનું સ્તર વધી જાય, જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાથી અછત સર્જાય ત્યારે દોષારોપણ શરૂ થઈ જાય છે. દોષ સૌને આપવામાં આવે છે પણ વર્ષોની નિષ્ક્રિયતા માટે કોઇ દોષ માથે લેતું નથી. ત્યારબાદ ફરીથી મોટા-મોટા વાયદાઓ કરવામાં આવે છે.”

    દિલ્હી LG આગળ લખે છે કે, NGTની સૂચનાથી કોઇ કામ શરૂ પણ થાય અને મેદાનો સાફ થતાં જાય કે સુએઝ ટ્રીટમેન્ટ સુધરે, નવા STP માટે જમીન પસંદ કરવામાં આવે કે પાણીની ગુણવત્તામાં સુધારો થતો જણાય એટલે સરકાર સુપ્રીમ કોર્ટ પાસે પહોંચી જઈને NGTના આદેશમાં સંશોધન કરાવી લે છે….અને યમુના ફરીથી પ્રદૂષિત સ્થિતિમાં જ વહેતી રહે છે.”

    ઉલ્લેખનીય છે કે દિલ્હી CM અરવિંદ કેજરીવાલ જ્યારે રાજકારણમાં આવ્યા હતા અને દિલ્હીની સત્તા સંભાળી હતી ત્યારે મોટા-મોટા વાયદા કરીને શહેરને વિશ્વકક્ષાનું બનાવી દેવાની વાતો કહી હતી. આજે સત્તામાં 10 વર્ષ થઈ ગયાં છે પણ ન તો પ્રદૂષણ કાબૂમાં આવ્યું છે કે ન યમુના સાફ થઈ શકી છે. દર વર્ષે સરકાર નવા વાયદા આપે છે અને બીજા વર્ષે તેમાં સંશોધન કરીને ‘કાર્યકાળ’ લંબાવી દેવાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં