Monday, April 22, 2024
More
  હોમપેજમંતવ્યબાયો-કેમિકલ ડિકમ્પોઝર, પરાળમાંથી કોલસા બનાવવાની તકનીક….ન કેજરીવાલના વાયદા પૂરા થયા, ન પ્રદૂષણ...

  બાયો-કેમિકલ ડિકમ્પોઝર, પરાળમાંથી કોલસા બનાવવાની તકનીક….ન કેજરીવાલના વાયદા પૂરા થયા, ન પ્રદૂષણ ઘટ્યું: દિલ્હીની સ્થિતિ ચિંતાજનક

  કેજરીવાલનું તે બાયોકેમિકલ સોલ્યુશન ક્યાં છે? ઓછા બજેટનો સરળ ઉપાય ક્યાં છે? છે તો માત્ર પ્રદૂષણ અને પરાળમાંથી ઊડતો ધુમાડો. કાલે તેઓ ટાઈમલાઇન માંગતા હતા અને આજે તેમની પાસે આ સમસ્યા માટે ટાઈમ નથી.

  - Advertisement -

  આજે જ્યારે પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓ અવિરતપણે ચાલુ છે અને દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે ત્યારે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના તમામ દાવાઓ અને વચનો નિરર્થક લાગી રહ્યાં છે. આ સમજવા માટે આપણે 3 વર્ષ પાછળ જવું પડશે, પરંતુ હાલમાં જાણીએ કે દિલ્હીમાં પ્રદૂષણની વર્તમાન સ્થિતિ શું છે. પંજાબમાં આ વર્ષે પરાળ સળગાવવાની ઘટના 17,000ને વટાવી ગઈ છે અને રવિવારે (5 નવેમ્બર, 2023) આવી 3230 ઘટનાઓ નોંધાઈ છે.

  આ સાથે એક દિવસમાં સૌથી વધુ પરાળ સળગાવવાની ઘટના નોંધાઈ છે. 4 નવેમ્બરે પરાળ સળગાવવાની 1360 ઘટનાઓ સામે આવી હતી અને બીજા જ દિવસે આ સંખ્યામાં લગભગ અઢી ગણો વધારો થઈ ગયો. 2022ની વાત કરીએ તો તે વર્ષે તે જ દિવસે, એટલે કે 5 નવેમ્બરે પંજાબમાં પરાળ સળગાવવાની 2817 ઘટનાઓ સામે આવી હતી. તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો સંગરુર, જે મુખ્યમંત્રી ભગવંત માનનો ગૃહ જિલ્લો પણ છે, તે 551 ઘટનાઓ સાથે ટોપ પર રહ્યો.

  હવે જઈએ બે વર્ષ પહેલાં, સપ્ટેમ્બર 2021માં. ત્યારે AAP પાર્ટીએ યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કહેતા જોવા મળી રહ્યા છે કે જ્યારે ખેડૂત ઓક્ટોબર મહિનામાં ડાંગરના પાકની લણણી કરે છે, ત્યારે તેની ડાળીઓ નીચે રહે છે, જેને પરાળ કહેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે દોષ સરકારનો છે, ખેડૂતોનો નહીં, જે ખેડૂત તેના ખેતરને બાળે છે તેના પર દંડ લાદવાને બદલે સરકારોએ ઉકેલ આપવો જોઈએ.

  - Advertisement -

  આ પછી અરવિંદ કેજરીવાલ આ વિડિયોમાં એવું કહે છે કે ગયા વર્ષે દિલ્હી સરકારે એક ઉપાય શોધી કાઢ્યો હતો, પૂસા ઈન્સ્ટિટ્યૂટે એક બાયો ડીકમ્પોઝર બનાવ્યું છે, અમે તેનું પરીક્ષણ કર્યું અને 39 ગામોમાં 1935 એકરમાં તેનો છંટકાવ કર્યો અને સામે આવ્યું કે તેનાથી ડાંગરના સાંઠા ગળી જાય છે, તેને કાપવાની કે બાળવાની જરૂર નથી. કેજરીવાલે શાનદાર પરિણામોનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારની એજન્સીએ તેની પ્રશંસા કરી છે અને 90% લોકોએ કહ્યું હતું કે 15-20 દિવસમાં તેમનો પરાળ બળી ગઈ છે અને ખેતરો આગામી પાક માટે તૈયાર થયા છે.

  આ દરમિયાન પ્રદૂષણથી મુક્તિની વાત કરતાં AAP નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો દિલ્હીમાં આ થઈ શકે છે તો અન્ય રાજ્યોમાં પણ આ થઈ શકે છે. એ અલગ વાત છે કે પંજાબમાં પણ તેમની જ સરકાર છે પરંતુ તેમ છતાં પણ પરાળ સળગાવવાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

  આટલું જ નહીં પણ આ જ ડ્રામા 3 વર્ષ પહેલાં એટલે કે નવેમ્બર 2020માં પણ થયો હતો. તે સમયે પણ, અરવિંદ કેજરીવાલે પરાળ સળગાવવાનો સસ્તો અને સરળ ઉપાય આપવાની વાત કરતાં કહ્યું હતું કે હમણાં સુધીની સરકારો પરાળ સળગાવવાને લઈને માત્ર બહાના જ કાઢતી રહી હતી. ત્યારે તેમણે પ્રદૂષણ માટે પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાને જવાબદાર ઠેરવી હતી.પરંતુ હવે તેમની પાર્ટીના લોકો યુપી-હરિયાણાને તેના માટે જવાબદાર ઠેરવે છે અને કહે છે કે પંજાબની ઘટનાઓની તો અહીં કોઈ અસર જ નથી થઈ રહી.

  અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ છેલ્લું વર્ષ છે જ્યારે દિલ્હી પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. આ પછી, 2021 પસાર થઈ ગયું, 2022 પસાર થઈ ગયું અને હવે 2023 પણ પસાર થઈ રહ્યું છે, પરંતુ પ્રદૂષણ ઘટવાને બદલે વધી રહ્યું છે, AQI 999ના સ્તરે પહોંચી ગયો છે અને તેનાથી વધુ માપી શકાય તેમ પણ નથી. કેજરીવાલનું ‘છેલ્લું વર્ષ’ હજી પૂરું નથી થયું? અથવા તે સ્વર્ગના કોઈ દેવતા છે, જેના માટે દિવસ અને રાત પૃથ્વી પરના દિવસ અને રાત્રિના સમયગાળા કરતાં હજારો ગણા લાંબા છે?

  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 વર્ષ પહેલાં દાવો કર્યો હતો કે માત્ર 20 લાખ રૂપિયામાં આખી દિલ્હીની પરાળ સળગાવી શકાય છે. આમાં તો તેઓ બજેટનું બહાનું પણ આપી શકતા નથી. તે સમયે પણ ગોપાલ રાય જ પર્યાવરણ મંત્રી હતા. ડીકમ્પોઝર છંટકાવ વખતે મોટા દાવા કરવામાં પણ તે સામેલ હતા. તે ડીકમ્પોઝર આજે ક્યાં છે? 20 લાખમાં દિલ્હીના આખા પરાળને ખાતરમાં કેમ રૂપાંતરિત કરવામાં નથી આવી રહ્યા? તેમની પાર્ટી પંજાબમાં આ ફોર્મ્યુલા કેમ અપનાવી રહી નથી?

  અલગ-અલગ કાર્યક્રમોમાં આ ‘બાયોકેમિકલ સોલ્યુશન’ વિશે વાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે ખૂબ જ સસ્તું છે અને દિલ્હીની જેમ પંજાબમાં પણ કરી શકાય છે, તેઓ કેમ નથી કરી રહ્યા? આજે અરવિંદ કેજરીવાલે પોતાની જાતને પૂછવું જોઈએ કે પંજાબમાં તેમની જ સરકાર આવું કેમ નથી કરી રહી? એક રેલીમાં તેમણે આવો જ દાવો કર્યો હતો કે પંજાબમાં ઘણી ફેક્ટરીઓ સ્થપાઈ શકે છે જે પરાળમાંથી કોલસો બનાવશે અને તેનાથી ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 1000 મળશે તે અલગ.

  તેમણે ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે પરાળને કાપીને લઈ જવા માટે પણ કંપનીઓ આવશે, તેમાં ખેડૂતોના પૈસા અને મહેનત નહીં લાગે. તેવી જ રીતે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પંજાબની તત્કાલીન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે કેપ્ટન અમરિંદર સિંઘ મુખ્યમંત્રી હતા અને કોંગ્રેસ સત્તામાં હતી. ત્યારે કેજરીવાલે ટાઈમલાઈન માંગતા કહ્યું હતું કે દિલ્હીના લોકો સરકારો પાસેથી સ્પેસિફિક ટાઈમલાઇન ઈચ્છે છે કે તેઓ ક્યારે પરાળ સળગાવવાનું શરૂ કરશે અને ખેડૂતોને મશીનો ક્યારે ઉપલબ્ધ કરાવશે.

  તેવી જ રીતે અન્ય એક રેલીમાં તેમણે હરિયાણા સરકાર પર પ્રહારો કર્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન, તેમણે પરાળમાંથી કોલસો બનાવવાની વાત કરી અને કહ્યું હતું કે ઘણી ફેક્ટરીઓ ખેડૂતો પાસેથી કોલસો ખરીદવા તૈયાર છે. કેજરીવાલનું તે બાયોકેમિકલ સોલ્યુશન ક્યાં છે? ઓછા બજેટનો સરળ ઉપાય ક્યાં છે? છે તો માત્ર પ્રદૂષણ અને પરાળમાંથી ઊડતો ધુમાડો. કાલે તેઓ ટાઈમલાઇન માંગતા હતા અને આજે તેમની પાસે આ સમસ્યા માટે ટાઈમ નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં