Saturday, March 8, 2025
More
    હોમપેજસ્પેશ્યલઅલ-મતીન મસ્જિદના વિસ્તરણ માટે ક્યાંથી આવી રહ્યા છે પૈસા? ₹40 લાખની જમીન...

    અલ-મતીન મસ્જિદના વિસ્તરણ માટે ક્યાંથી આવી રહ્યા છે પૈસા? ₹40 લાખની જમીન દાનમાં આપનાર વ્યક્તિ ચલાવે છે ચપ્પલની દુકાન: શું વિદેશી ફન્ડિંગથી બનાવવામાં આવી રહી છે મસ્જિદ?

    સૌથી ચોંકાવનારી વાત ઝહીન અહેમદ ઉર્ફે ગુડ્ડુની છે. તે સાપ્તાહિક બજારમાં ચપ્પલની દુકાન ખોલે છે. તેણે ₹13.70 લાખની જમીનમાં રોકાણ કર્યું હતું અને એક વર્ષમાં જ તે જમીન દાનમાં આપી દીધી હતી. ગૌતમનું કહેવું છે કે, “ચપ્પલ વેચનાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?"

    - Advertisement -

    સીલમપુર (Seelampur) ખાતેના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલી અલ-મતીન મસ્જિદ (al-Matin Mosque) અંગેનો મુદ્દો ફરી ગરમાયો છે. અહીંના હિંદુઓ કહે છે કે, મુસ્લિમો પહેલાં આવે છે, ફ્લેટ ખરીદે છે, પછી ઘરો ખરીદે છે, મસ્જિદો બનાવે છે અને ધીમે ધીમે આખા વિસ્તાર પર કબજો કરી લે છે. પછી, તક મળતાં જ, આખી કોમ એક થઈને હિંદુઓ પર હુમલો કરે છે. આ મસ્જિદના વિસ્તરણમાં વિદેશી ફન્ડિંગ (Foreign Funding) હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

    2020ના હિંદુવિરોધી રમખાણો દરમિયાન આ જ મસ્જિદમાંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના પછી હિંદુઓનો ભય વધુ ઘેરો બન્યો હતો. હવે મસ્જિદને શેરી નંબર-12મા શિવ મંદિરના આગળના ભાગ સુધી લંબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. MCDના નિયમોની અવગણના કરીને, નકશો પાસ કરાવ્યા વિના કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે? ₹40 લાખની જમીન દાનમાં આપનાર વ્યક્તિ ચપ્પલની દુકાન ચલાવે છે. શું આ ખેલ વિદેશી ફન્ડિંગનો છે? આ બાબત ફક્ત એક મસ્જિદની નથી, પરંતુ શંકાસ્પદ ફન્ડિંગ, કાવતરું અને હિંદુઓના ડર વિશે છે. ચાલો આખો મામલો વિગતવાર સમજીએ.

    ક્યાંથી શરૂ થયો સમગ્ર ખેલ?

    બ્રહ્મપુરીમાં અલ-મતીન મસ્જિદનો વિવાદ 2013માં શરૂ થયો હતો. સ્થાનિક રહેવાસી પંડિત લાલ શંકર ગૌતમના જણાવ્યા અનુસાર, “2013માં, મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ શેરી નંબર 13મા એક ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં નમાજ શરૂ થઈ. કોઈને સમસ્યા નહોતી. પરંતુ ધીમે-ધીમે તે ફ્લેટ ચાર માળની મસ્જિદમાં રૂપાંતરિત થઈ ગયો.”

    - Advertisement -

    ગૌતમ કહે છે કે, આ બધું સમજી વિચારીને કરવામાં આવ્યું હતું. પહેલાં થોડી જગ્યા લેવામાં આવી, પછી તેને વિસ્તૃત કરવામાં આવી. તેઓ માને છે કે મુસ્લિમો આ રીતે વિસ્તારોમાં પ્રવેશ કરે છે. પહેલાં ફ્લેટ ખરીદે છે પછી આસપાસના ઘરો ખરીદે છે અને મસ્જિદ બનાવે છે. શરૂઆતમાં બધું બરાબર લાગે છે, પણ પછી માહોલ બદલાઈ જાય છે. 2013માં જ્યારે મસ્જિદ શરૂ થઈ ત્યારે શેરી નંબર 12 અને 13મા હિંદુ બહુમતી હતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

    ફેબ્રુઆરી 2020માં, દિલ્હીના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. બ્રહ્મપુરી અને સીલમપુરમાં થયેલી હિંસામાં 53 લોકોનાં મોત થયાં હતા. આ સમયગાળા દરમિયાન અલ-મતીન મસ્જિદનું નામ ખાસ કરીને સામે આવ્યું હતું. ગૌતમ કહે છે, “25 ફેબ્રુઆરીના રોજ મસ્જિદમાંથી બહાર આવતા એક ટોળાએ ગોળીબાર કર્યો હતો. વિડીયો પુરાવા પણ ઉપલબ્ધ છે. અચાનક હજારો લોકોનું ટોળું ભેગું થઈ ગયું. મસ્જિદમાં આગ લગાવવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. પછી શેરી નંબર 13મા ગોળીબાર થયો, જેમાં ત્રણ હિંદુ યુવાનો ઘાયલ થયા.”

    હિંદુઓનું કહેવું છે કે, આ બધું સુનિયોજિત રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર મુસ્લિમ સમુદાયે એક થઈને હિંદુઓ પર હુમલો કર્યો હતો. ગૌતમનું કહેવું છે કે, “તે દિવસે અમને સમજાયું કે મસ્જિદ ફક્ત નમાજ માટે નથી. આ તેમની તાકાત અડ્ડો છે.” રમખાણો પછી, હિંદુઓમાં ભયનો માહોલ હતો. ઘણા પરિવારો આ વિસ્તાર છોડીને ચાલ્યા ગયા હતા. લોકોને લાગવા લાગ્યું હતું કે, મસ્જિદના નામે કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે.

    યોજનાબદ્ધ રીતે મસ્જિદનું વિસ્તરણ

    2020ના હિંદુવિરોધી રમખાણો પછી મસ્જિદને મોટી બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા. 2023માં મસ્જિદવાળાઓએ શેરી નંબર-12મા બે પ્લોટ ખરીદ્યા હતા. બંને પ્લોટ 75-75 ગજના હતા, એટલે કે કુલ 150 યાર્ડ. એક પ્લોટ કુલભૂષણ શર્માનો હતો, જે 1967થી તેમના પરિવાર પાસે હતો. બીજો કુલદીપ કુમારનો હતો. ગૌતમનું કહેવું છે કે, “પહેલાં ઘર ખરીદ્યા, પછી તોડી પાડ્યા. હવે ત્યાં મસ્જિદનો એક ભાગ બની રહ્યો છે.”

    યોજના એવી હતી કે, 1984માં બનેલા શિવ મંદિરની સામે જ શેરી નંબર 12મા મસ્જિદનો નવો દરવાજો ઉભો કરવામાં આવે. હિંદુઓને આ બિલકુલ સ્વીકાર્ય નથી. શેરી નંબર 12મા લગભગ 60 હિંદુ પરિવારો રહે છે. હિંદુઓને ડર છે કે જો મસ્જિદનું વિસ્તરણ કરવામાં આવશે તો ભીડ વધશે અને 2020 જેવો હુમલો ફરી થઈ શકે છે. શંકર લાલ ગૌતમનું કહેવું છે કે, “જો મસ્જિદ બમણી મોટી થઈ જશે, તો કલ્પના કરો કે અહીં કેટલા લોકો ભેગા થશે. પછી અમને કોણ બચાવશે?”

    મસ્જિદના વિસ્તરણ પાછળ આખી સિસ્ટમ સક્રિય, જોવા મળી ખાસ પેટર્ન

    ફન્ડિંગ આ મામલાનો સૌથી મોટો પ્રશ્ન છે. શેરી નંબર- 12મા બે પ્લોટ ખરીદવાની રીત શંકાસ્પદ છે. પહેલો પ્લોટ જાન્યુઆરી 2023માં કુલભૂષણ શર્મા પાસેથી ખરીદવામાં આવ્યો હતો. સૈયદ મુબશ્શિર હુસૈન, ઉબૈદ ઉર રહેમાન અને અબ્દુલ ખાલિકે ₹40 લાખ, 70 હજારમાં સોદો કર્યો હતો. કુલભૂષણ પાસે આ મિલકત 2013થી હતી, જે તેમના પિતા કિશન ચંદે 1967માં ખરીદી હતી. તે સમયે અહીં હિંદુઓ બહુમતી ધરાવતા હતા. પરંતુ 2013માં જ્યારે શેરી નંબર-13મા અલ-મતીન મસ્જિદ શરૂ થઈ, ત્યારે મુસ્લિમોની નજર આ જમીન પર પડી હતી.

    સોદાની રીત એવી હતી કે, – બેંક ટ્રાન્સફરથી ત્રણ હપ્તામાં ₹13,50,000 આપવામાં આવ્યા હતા. ઉબૈદ ઉર રહેમાને 30 ડિસેમ્બર 2022ના રોજ યુનિયન બેંકમાંથી, અબ્દુલ ખાલિકે 2 જાન્યુઆરી 2030ના રોજ સ્ટેટ બેંકમાંથી અને 5 જાન્યુઆરી 2023ના રોજ બેંક ઓફ બરોડામાંથી મુબશ્શિર હુસૈને ₹13,50,000,  ટ્રાન્સફર કર્યા હતા. ફક્ત ₹20,000 જ રોકડા આપવામાં આવ્યા હતા. રજિસ્ટ્રી જાન્યુઆરી 2023માં પૂરી થઈ હતી. પછી 20 માર્ચ, 2024ના રોજ, આ જમીન અલ-મતીન વેલફેર સોસાયટીને દાનમાં આપવામાં આવી હતી, જેના પ્રમુખ અબ્દુલ અલીમ છે. તેમનું સરનામું નિઝામુદ્દીનનું છે, જે બ્રહ્મપુરીથી ઘણું દૂર છે.

    બીજો પ્લોટ એપ્રિલ 2023માં કુલદીપ કુમાર પાસેથી ખરીદવામાં આવ્યો હતો. સમીર અહેમદ, મોહમ્મદ અલ્ફહદ અને ઝહીન અહેમદે ₹40,70,000માં સોદો કર્યો હતો. અહીં પણ પેટર્ન એ જ હતી. ₹13,50,000 ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા 3 એપ્રિલ, 2023ના રોજ યુનિયન બેંકમાંથી, 5 એપ્રિલ, 2023ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી ચેક દ્વારા અને 27 એપ્રિલ, 2023ના રોજ પંજાબ નેશનલ બેંકમાંથી RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ₹20 હજાર રોકડા આપવામાં આવ્યા હતા.

    કુલદીપ અને કુલભૂષણને બંને સોદામાં કુલ ₹81,40,000 મળ્યા હતા. નોંધણી પર ₹2,44,200ની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવી હતી. ગિફ્ટ ડીડ દ્વારા જમીન ટ્રાન્સફર કરતી વખતે ₹2,85,600ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી, જેમાં 6% સ્ટેમ્પ ડ્યુટીના ₹2,04,000 અને 2% કોર્પોરેશન ટેક્સના ₹81,600નો સમાવેશ થતો હતો. આ રીતે ₹40,70,000ની દરેક પ્રોપર્ટી લગભગ ₹45-46 લાખમાં પડી હતી. બંને પ્લોટ માટે 90 લાખથી વધુનો ખર્ચ થયો.

    કહેવાય તો એવું પણ રહ્યું છે કે, આ મિલકત લગભગ ₹2.5 કરોડમાં ખરીદવામાં આવી હતી, કારણ કે જમીનના સોદામાં મોટી રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે જેથી કરવેરાની ઝંઝટ ઓછી થાય. જોકે, અમે હાલમાં ફક્ત રેકોર્ડ પર રહેલી રકમ વિશે જ વાત કરી રહ્યા છીએ.

    ચપ્પલની દુકાનમાંથી ₹13.5 લાખની જકાત?

    સૌથી ચોંકાવનારી વાત ઝહીન અહેમદ ઉર્ફે ગુડ્ડુની છે. તે સાપ્તાહિક બજારમાં ચપ્પલની દુકાન ખોલે છે. તેણે ₹13.70 લાખની જમીનમાં રોકાણ કર્યું હતું અને એક વર્ષમાં જ તે જમીન દાનમાં આપી દીધી હતી. ગૌતમનું કહેવું છે કે, “ચપ્પલ વેચનાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? આ વાત આશ્ચર્યજનક છે.” ઝહીનની સહી હિન્દીમાં છે, બાકીના બધાની અંગ્રેજીમાં છે. મુદ્દો ભાષાનો નથી, પૃષ્ઠભૂમિનો છે. ચપ્પલ વેચીને પોતાનું ઘર ચલાવનાર વ્યક્તિ આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવી શકે? હિંદુઓને શંકા છે કે આની પાછળ વિદેશી ફન્ડિંગ હોય શકે છે. અલ-મતીન વેલફેર સોસાયટીના પ્રમુખનું નિઝામુદ્દીનમાં સરનામું હોવું પણ પ્રશ્નો ઉભા કરે છે. શું આ મોટું નેટવર્ક છે?

    ફન્ડિંગમાં વિદેશી હાથ?

    90 લાખથી વધુ કિંમતની આ જમીન ખરીદવા અને દાન કરવા માટે પૈસા ક્યાંથી આવ્યા? ઝહીન જેવો ચપ્પલ વેચનાર વ્યક્તિ આટલા પૈસા ચૂકવે તે શંકાસ્પદ છે. હિંદુઓને લાગે છે કે વિદેશી ફન્ડિંગ હોય શકે છે. અલ-મતીન વેલફેર સોસાયટી અને નિઝામુદ્દીન વચ્ચેનો સંબંધ શંકા પેદા કરે છે. ગૌતમનું કહેવું છે, “પૈસાના મૂળ સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે. સરકારી એજન્સીઓ શું કરી રહી છે?” મસ્જિદમાં બાળકોને મઝહબી તાલીમ આપવામાં આવે છે. સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી. કદાચ રજીસ્ટ્રેશન પણ નથી. તો પછી આટલા પૈસા ક્યાંથી આવે છે?

    આ બધી બાબતો બ્રહ્મપુરીમાં રહેતા હિંદુઓને ડરાવે છે. તેઓ સમજી રહ્યા છે કે, કોઈપણ ક્ષેત્રમાં મુસ્લિમો એક પેટર્ન મુજબ કામ કરે છે. બ્રહ્મપુરીમાં, પહેલાં ફ્લેટ, પછી ઘર, પછી મસ્જિદ. 2018નો તણાવ, 2020નો હુમલો અને હવે શંકાસ્પદ ફન્ડિંગ સાથેનું વિસ્તરણ આ વાતનો પુરાવો છે. આવી સ્થિતિમાં જો ફન્ડિંગનું રહસ્ય ઉકેલાય જશે, તો ષડયંત્રના સ્તરો પણ સ્પષ્ટ થઈ જશે.

    બ્રહ્મપુરીની અલ-મતીન મસ્જિદ કેસ સંબંધિત અન્ય ગ્રાઉન્ડ રિપોર્ટ્સ વાંચો-

    1. અલ-મતીન મસ્જિદનું વિસ્તરણ, શિવ મંદિરની સામે ખુલતો દરવાજો… 2020ના હિંદુ વિરોધી રમખાણો દરમિયાન અહીંથી જ ચાલી હતી ગોળીઓ: જાણો દિલ્હીના બ્રહ્મપુરીમાં સનાતનીઓ કેમ ઘર વેચવાના પોસ્ટર લગાવવા મજબૂર

    2. બ્રહ્મપુરીની જે અલ મતીન મસ્જિદ છેતરપિંડીથી બનાવાઈ, હવે મંદિર સામે જ તેનો દરવાજો બનાવવાનો પ્રયાસ: MCDનું બોર્ડ લગાવીને મામલો દબાવવાનો પ્રયત્ન, મસ્જિદ મોટી બનાવવાની હઠ કેમ?

    3. ‘મસ્જિદ બને છે, માહોલ બદલાય છે અને હિંદુ પલાયન માટે મજબૂર થાય છે’: સીલમપુરના હિંદુઓ મસ્જિદ નિર્માણને કેમ કહી રહ્યા છે ‘મોડસ ઓપરેન્ડી’- એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં