Wednesday, March 19, 2025
More
    હોમપેજદેશ‘મસ્જિદ બને છે, માહોલ બદલાય છે અને હિંદુ પલાયન માટે મજબૂર થાય...

    ‘મસ્જિદ બને છે, માહોલ બદલાય છે અને હિંદુ પલાયન માટે મજબૂર થાય છે’: સીલમપુરના હિંદુઓ મસ્જિદ નિર્માણને કેમ કહી રહ્યા છે ‘મોડસ ઓપરેન્ડી’- એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ

    - Advertisement -

    સીલમપુર (Silampur) ખાતેના બ્રહ્મપુરી વિસ્તારની ગલી નંબર 13માં સ્થિત અલ-મતીન મસ્જિદ (Al-Matin-Mosque) માટે હિંદુઓમાં ભય અને ગુસ્સો છે. લોકોનું કહેવું છે મુસ્લિમો પહેલાં શાંતિથી આવે છે, ફ્લેટ ખરીદે છે, પછી ઘરો ખરીદે છે, મસ્જિદો બનાવે છે અને ધીમે-ધીમે આખા વિસ્તાર પર કબજો કરી લે છે. પછી એક દિવસ તક જોઈને આખો સમુદાય એકજૂથ થઈ જાય છે અને હિંદુ પર હુમલો કરે છે.

    2020નાં હિંદુ વિરોધી રમખાણો દરમિયાન બ્રહ્મપુરી અને સીલમપુર જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવું જ બન્યું હતું. અલ-મતીન મસ્જિદમાંથી ગોળીઓ ચલાવવામાં આવી, ભીડ એકઠી થઈ ગઈ અને હિંદુઓ માટે જીવન મુશ્કેલ બની ગયું. હવે આ મસ્જિદને વધુ મોટી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે હિંદુઓને લાગે છે કે જો મસ્જિદ મોટી થશે તો તેમનું જીવન મુશ્કેલ બની જશે. 2018માં પણ શેરી નંબર 8માં મસ્જિદને લઈને તણાવ હતો, ત્યારબાદ 2020માં મુસ્લિમોએ હિંદુઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

    ફ્લેટથી મસ્જિદ અને પછી ‘માહોલ’ બદલવાની શરૂઆત

    બ્રહ્મપુરીમાં આવેલી અલ-મતીન મસ્જિદની વાત 2013માં શરૂ થાય છે. સ્થાનિક વ્યક્તિ પંડિત લાલ શંકર ગૌતમ જણાવે છે, “2013માં મુસ્લિમોએ ગલી નંબર 13માં એક ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં નમાજ શરૂ થઈ. કોઈએ કંઈ કહ્યું નહીં. પરંતુ ધીમે-ધીમે તે ફ્લેટમાંથી ચાર માળની મસ્જિદ બનાવી દેવામાં આવી.” ગૌતમ કહે છે કે આ બધું સારી રીતે વિચારીને કરવામાં આવ્યું હતું. પહેલા નાની જગ્યા લીધી, પછી તેને વિસ્તારતા રહ્યા.

    - Advertisement -

    તેઓ માને છે કે મુસ્લિમો આ રીતે આ વિસ્તારમાં પ્રવેશ કરે છે. પહેલાં એક ફ્લેટ, પછી આસપાસના ઘરો ખરીદે છે અને મસ્જિદ ઉભી કરી દે છે. શરૂઆતમાં બધું બરાબર લાગે છે, પણ પછી વાતાવરણ બદલાઈ જાય છે. હિંદુઓને લાગે છે કે આ બધું તેમના જીવન પર કબજો જમાવવાની તૈયારી છે.

    2018માં પણ હતો તણાવ, જેનું કારણ હતી મસ્જિદ

    બ્રહ્મપુરીમાં મુસ્લિમોનું આ કૃત્ય કંઈ નવું નથી. વર્ષ 2018માં ગલી નંબર 8માં એક મસ્જિદને લઈને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો હતો. તે સમયે હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો.

    આ અંગે સ્થાનિક શીશપાલ તિવારીનું કહેવું છે કે, “ત્યાં એક મસ્જિદ બની રહી હતી. અમે કહ્યું કે આ ખોટું છે. પછી પોલીસે બંને પક્ષોને વાત કરાવી. એક કરાર થયો કે ફક્ત શેરીના લોકો જ મસ્જિદમાં નમાજ પઢશે. બહારથી કોઈ આવશે નહીં.” પરંતુ તિવારીનું કહેવું છે કે મુસ્લિમોએ આ વચન તોડી નાખ્યું. અબ્દુલ રફીક નામના વ્યક્તિએ બહારથી લોકોને બોલાવવાનું શરૂ કર્યું. શેરીમાં ભીડ વધવા લાગી. હિંદુઓને લાગવા લાગ્યું કે આ બધું તેમને હેરાન કરવા માટે થઈ રહ્યું છે. આ તણાવ 2018માં શરૂ થયો હતો અને બાદમાં 2020માં એક મોટા હોબાળામાં ફેરવાઈ ગયો.

    એક વૃદ્ધ વ્યક્તિ કહે છે, “અમને બહાર જતાં ડર લાગે છે. જો મસ્જિદ મોટી થશે તો આ રોજિંદી ઘટના બની જશે.” 2018ના કરારને તોડવા બદલ તેઓ કહે છે, “અબ્દુલ રફીક બહારથી લોકોને બોલાવે છે. શેરીમાં શાંતિ નથી.” હિંદુઓને લાગે છે કે મસ્જિદના નામે મુસ્લિમો તેમના જીવન પર કબજો કરવા માંગે છે. અહીં હિંદુઓને ભયમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે. રમખાણો પછી ભયનું પ્રમાણ વધી ગયું છે.

    વર્ષ 2020માં જોવા મળી મુસ્લિમોની એકતા

    ફેબ્રુઆરી 2020માં બ્રહ્મપુરી અને સીલમપુરમાં જે બન્યું તે હિંદુઓ માટે ભયાનક હતું. રમખાણો ફાટી નીકળ્યાં અને અલ-મતીન મસ્જિદ તેનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ગૌતમ કહે છે, “25 ફેબ્રુઆરીએ મસ્જિદમાંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. અચાનક હજારો લોકોનું ટોળું ભેગું થઈ ગયું. એવું કહેવામાં આવ્યું હતું કે મસ્જિદમાં આગ લગાવવામાં આવી જે જૂઠાણું હતું. પછી શેરી નંબર-13માં ગોળીબાર થયો. ત્રણ હિંદુ યુવકો ઘાયલ થયા હતા.”

    હિંદુઓ કહે છે કે આ બધું સારી રીતે વિચારીને કરવામાં આવ્યું હતું. સમગ્ર મુસ્લિમ સમુદાયે એક થઈને હિંદુઓ પર હુમલો કર્યો. 53 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના મુસ્લિમો હતા, પરંતુ હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગૌતમ કહે છે, “તે દિવસે અમને સમજાયું કે મસ્જિદ ફક્ત નમાજ માટે નથી. આ તેમની તાકાત બતાવવાની જગ્યા છે.” રમખાણો પછી હિંદુઓનો વિશ્વાસ તૂટી ગયો છે.

    મસ્જિદનું વિસ્તરણ હિંદુઓ માટે જોખમ

    2020 પછી મસ્જિદને મોટી કરવાના પ્રયાસો શરૂ થયા. 2023માં મસ્જિદના લોકોએ ગલી નંબર-12ની બાજુમાં એક ઘર ખરીદ્યું. તે ઘર એક હિંદુનું હતું. શંકરલાલ ગૌતમ કહે છે, “પહેલાં ઘર ખરીદ્યું, પછી તોડી પાડ્યું. હવે ત્યાં મસ્જિદનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે.” પ્લાન એ હતો કે આ મસ્જિદનો નવો દરવાજો ગલી નંબર 12માં નીકળે, જે 1984માં બનેલા શિવ મંદિરની બરાબર સામે જ છે. હિંદુઓને આ બિલકુલ મંજૂર નથી. શેરી નંબર 12માં 60 હિંદુ પરિવારો રહે છે. મોટાભાગનાં ઘરોની સામે તમને ‘મકાન વેચવાનું છે’નાં પોસ્ટર દેખાશે.

    એક યુવાને કહ્યું, “મંદિર ખૂબ જૂનું છે. દર સોમવારે પૂજા કરવામાં આવે છે. જો મસ્જિદનો દરવાજો સામેની તરફ ઉભો કરવામાં આવશે તો અમારું જીવન મુશ્કેલ બની જશે.” હિંદુઓને ડર છે કે જો મસ્જિદનું વિસ્તરણ કરવામાં આવશે તો ભીડ વધશે અને 2020 જેવો હુમલો ફરી થઈ શકે છે.

    શંકરલાલ ગૌતમ કહે છે, “જો મસ્જિદ બે ગણી મોટી થઈ જાય તો કલ્પના કરો કે અહીં કેટલા લોકો ભેગા થશે. તો પછી અમને કોણ બચાવશે? 2020માં જે બન્યું તે ફરી બનશે.” હિંદુઓનું માનવું છે કે મુસ્લિમો પહેલાં આ વિસ્તારમાં ફેલાય છે, પછી મસ્જિદો બનાવે છે અને જ્યારે તેમને તક મળે છે, ત્યારે તેઓ એક થઈને હુમલો કરે છે. બ્રહ્મપુરીમાં પણ આ જ પેટર્ન જોવા મળે છે.

    હિંદુઓના ઘરની બહાર ફેંકાય છે અને પ્રાણીઓનાં હાડકાં અને લોહી

    હિંદુઓનું કહેવું છે કે મસ્જિદની આસપાસ રહેવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. સુરેશ કુમાર અગ્રવાલે વર્ષ 2023માં ન્યૂ ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં લખ્યું હતું કે, “વર્ષ 2017થી મુસ્લિમ સમુદાયના લોકો મને ભગાડવા માટે અવારનવાર ક્યારેક મારા ઘર પર લોહી ફેંકે છે ક્યારેક કંઈક બીજું. આ જ ક્રમમાં 10 એપ્રિલ, 2023ના રોજ કોઈ પ્રાણીનો કપાયેલો પગ મારા ઘરની સામે ફેંકી દીધો હતો.”

    તેમણે ફરિયાદમાં આગળ લખ્યું છે કે, “આ લોકો (મુસ્લિમો) ઇચ્છે છે કે અમે, હિંદુ સમુદાયના લોકો, અમારા ઘર વેચીને અહીંથી ચાલ્યા જઈએ. જેના કારણે ફક્ત મારા ઘર જ નહીં, પરંતુ ઘણા હિંદુ પરિવારોના ઘરની છત પર પ્રાણીઓના હાડકાં અને લોહી ફેંકવામાં આવે છે. આ માહિતી પોલીસને ઘણી વખત આપવામાં આવી છે.” સ્થાનિક લોકો આ આરોપોને સમર્થન આપે છે. તેમનું કહેવું છે કે મુસ્લિમો હિંદુઓને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરે છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પણ ફરિયાદ કરવામાં આવી હતી.

    મુસ્લિમ પક્ષ જોઈ રહ્યો છે બાંધકામ શરૂ કરવાની રાહ

    મસ્જિદનું વિસ્તરણ 2023માં શરૂ થયું. જ્યારે હિંદુઓએ ફરિયાદ કરી ત્યારે પોલીસે કામ બંધ કરાવી દીધું. પછી 23 નવેમ્બર, 2024ના રોજ મસ્જિદવાળાઓએ MCD પાસેથી પરવાનગી લીધી અને ફેબ્રુઆરી 2025માં ફરીથી કામ શરૂ કર્યું. પરંતુ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ફરી ફરિયાદ કરવામાં આવી. જ્યારે પોલીસે તપાસ કરી તો નકશો ખોટો નીકળ્યો. MCDએ કામ બંધ કરાવી દીધું. મસ્જિદનું સંચાલન કરતી અલ-મતીન વેલ્ફેર સોસાયટી અને તેના નકશાને મંજૂરી આપનાર આર્કિટેક્ટ મોહમ્મદ દાઉદ ખાનને પણ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. હવે બાંધકામ એક મહિનાથી બંધ છે.

    જોકે ગૌતમ કહે છે, “MCD બોર્ડ લગાવીને માત્ર ડોળ કરી રહ્યું છે. ખરેખર કંઈ થઈ રહ્યું નથી. હિંદુઓનું માનવું છે કે પોલીસ અને MCD ફક્ત ઉપરછલ્લી કાર્યવાહી કરી રહ્યા છે જ્યારે મુસ્લિમો તકની રાહ જોઈ રહ્યા છે.

    મસ્જિદના ડેપ્યુટી ઇમામ સદ્દામ હુસૈનનું કહેવું છે કે, “અમારી વસ્તી વધી રહી છે. મસ્જિદ નાની પડે છે. તેને મોટી કરવી એ કેવી રીતે ખોટું છે? ?” તેમનું કહેવું છે કે હિંદુઓનો ડર પાયાવિહોણો છે. તેઓ કહે છે “અમે શાંતિ ઇચ્છીએ છીએ.”

    પણ આ વાતો હિંદુઓને બેકાર લાગે છે. અજય નામના એક યુવકે કહ્યું, “2020માં પણ શાંતિની વાત થઈ હતી, પછી ગોળીબાર થયો. હવે જો મસ્જિદ મોટી થઈ જશે તો શું થશે?” હિંદુઓને શંકા છે કે મુસ્લિમો પહેલાં ફેલાય છે અને પછી તક મળતાં હુમલો કરે છે.

    2020ના રમખાણોમાં હિંદુઓએ જોયું કે મુસ્લિમો કેવી રીતે એકજૂટ થઈ જાય છે. શંકર લાલ ગૌતમ કહે છે, “મસ્જિદમાંથી એક ટોળું બહાર આવ્યું અને અમારા પર હુમલો કર્યો. દરેક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.” બ્રહ્મપુરી અને સીલમપુર જેવા વિસ્તારોમાં મુસ્લિમ બહુમતી હોવાથી તેમની તાકાતમાં વધારો થયો.

    હિંદુઓનું કહેવું છે કે મસ્જિદો આ હુમલાઓનું કેન્દ્ર બને છે. જો અલ-મતીન મસ્જિદ મોટી થશે તો આ તાકાત વધુ વધશે. એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, “અમારે દરરોજ ડરમાં જીવવું પડે છે. મસ્જિદ જેટલી મોટી હશે, અમારો ડર પણ એટલો જ વધશે.” આ જ કારણ છે કે લોકોએ હવે સ્થળાંતરને પોતાના ભવિષ્ય તરીકે સ્વીકારી લીધું છે.

    હિંદુ સમુદાય મસ્જિદના નિર્માણને ‘મોડસ ઓપરેન્ડી’ માને છે. તેમનું કહેવું છે કે પહેલાં મસ્જિદ બને છે, પછી વાતાવરણ બદલાય છે અને હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આ ટ્રેન્ડ 2020થી બ્રહ્મપુરીમાં જોવા મળી રહ્યો છે. વિનોદ નામની એક સ્થાનિક મહિલાએ કહ્યું, “પહેલાં પણ સમસ્યાઓ હતી, પરંતુ મામલો એટલો વધ્યો નહીં. પરંતુ રમખાણો પછી બધું બદલાઈ ગયું. હવે મસ્જિદના વિસ્તરણને જોઈને એવું લાગે છે કે અમને અહીંથી સંપૂર્ણપણે ભગાડવાની તૈયારીઓ ચાલી રહી છે.”

    બ્રહ્મપુરીના હિંદુઓનું માનવું છે કે મુસ્લિમો પહેલાં ફ્લેટ ખરીદે છે, પછી ઘર ખરીદે છે, મસ્જિદો બનાવે છે અને વિસ્તાર પર કબજો કરે છે. 2018નો તણાવ અને 2020નો હુમલો આ વાતનો પુરાવો છે. હવે મસ્જિદના વિસ્તરણને કારણે ભય વધુ વધી ગયો છે. પોલીસે હાલ શાંતિ જાળવી રાખી છે, પરંતુ હિંદુઓ તેમના પર વિશ્વાસ કરતા નથી. અજય કહે છે, “જો મસ્જિદ મોટી થશે તો અમારું જીવન નર્ક બની જશે.” આ વાત ફક્ત એક મસ્જિદની નથી, પરંતુ હિંદુઓના ડર અને મુસ્લિમોની વધતી શક્તિની છે. આગળ શું થાય એ જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં