Monday, September 16, 2024
More
    હોમપેજરાજકારણજેમનું 'સર તન સે જુદા' કરવા માંગે છે દુનિયાભરના કટ્ટરવાદી ઇસ્લામીઓ, 2...

    જેમનું ‘સર તન સે જુદા’ કરવા માંગે છે દુનિયાભરના કટ્ટરવાદી ઇસ્લામીઓ, 2 વર્ષ બાદ તે હિંદુ નેતા ફરી ગરજ્યા: મોદી સરકારની 3જી ટર્મ બાબતે નૂપુર શર્માની પોસ્ટ

    નૂપુર શર્મા X પર પાછા ફર્યા અને લખ્યું, "આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેતા જોઈને ખૂબ જ આનંદ થયો."

    - Advertisement -

    ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા 2 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા છે. ‘સર તન સે જુદા’ ગેંગ તેમની પાછળ પડ્યા બાદ તેમણે છેલ્લા 2 વર્ષથી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી ન હતી. પરંતુ હવે મોદી 3.0ની વાપસી સાથે તેમણે સોશિયલ મીડિયા પર પણ કમબેક કર્યું છે. નૂપુર શર્માએ પોતાની પોસ્ટમાં પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. નૂપુર શર્માએ પીએમ મોદીના શપથ લેતી તસવીર પણ પોસ્ટ કરી હતી.

    નૂપુર શર્મા X પર પાછા ફર્યા અને લખ્યું, “આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેતા જોઈને ખૂબ જ આનંદ થયો. ફરી એકવાર મોદી સરકાર સુરક્ષિત અને વિકસિત ભારત તરફ.”

    પ્રોફેટ મોહમ્મદ પર કરી વાત, તો પાછળ પડી કટ્ટરવાદી જમાત

    ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ શો દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણીને ‘સર તન સે જુદા’ ગેંગ દ્વારા એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી, જેના પછી ઘણો હોબાળો થયો હતો. આ વિવાદને કારણે ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ વિવાદ બાદ નૂપુર શર્માને ધમકીઓ મળવા લાગી હતી. જોખમને જોતા દિલ્હી પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી હતી, ત્યારથી તે ભારે સુરક્ષામાં રહે છે.

    - Advertisement -

    જો કે, 25 મે 2024ના રોજ આ જ લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં લોકસભા ચૂંટણી દરમિયાન નૂપુર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમણે મતદાન કર્યું હતું. દિલ્હીમાં મતદાન કરતા પહેલા તે ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં