Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતને બદનામ કરવાની સોપારી લેનાર તીસ્તા સેતલવાડ વિરુદ્ધ SITએ ચાર્જશીટ દાખલ કરીઃ...

    ગુજરાતને બદનામ કરવાની સોપારી લેનાર તીસ્તા સેતલવાડ વિરુદ્ધ SITએ ચાર્જશીટ દાખલ કરીઃ મોદીનો ‘કાંટો કાઢવા’ લીધેલી  સોપારીના પુરાવાઓ આવ્યા સામે

    હાલમાં સેતલવાડ જામીન પર બહાર છે, નિવૃત્ત ડીજીપી શ્રીકુમાર 25 જૂનથી કસ્ટડીમાં છે. ભટ્ટ 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત હોવાથી પાલનપુર જેલમાં બંધ છે.

    - Advertisement -

    ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 2002 ના ગુજરાત રમખાણોના સંબંધમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવાના કેસમાં મુંબઈ સ્થિત એક્ટિવિસ્ટ સેતલવાડ, નિવૃત્ત DGP આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

    ગુજરાત વિરોધી તીસ્તા સેતલવાડના ષડયંત્રનો SIT દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તીસ્તા વિરુદ્ધ ગંભીર આરોપોના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. તીસ્તા સેતલવાડે PM નરેન્દ્ર મોદીને મોતની સજા અપાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારે પણ સાથ આપ્યો હતો.

    તીસ્તા સહિત બન્ને અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ષડયંત્ર ઘડ્યું હતું. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં તીસ્તાને ભટ્ટ અને શ્રીકુમારે મદદ કરી હતી. એટલું જ નહીં, તીસ્તા પીડિત સાથ ન આપે તો ધમકી પણ આપતા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં તીસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલે હાલ SIT તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ચાર્જશીટમાં થયા ઘણા મોટા ખુલાસાઓ

    ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જનક દવેએ ટ્વીટર પર આજે તીસ્તા વિરુદ્ધ રજૂ થયેલ ચાર્જશીટની નકલ મૂકી હતી. સાથે અન્ય ઘણી માહિતીઓ પણ ઉમેરી હતી.

    ચાર્જશીટમાં તીસ્તા સામે લાગેલ અનેક ગંભીર આરોપોના પ્રમાણો છે. જે મુજબ તીસ્તાએ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને મૃત્યુદંડની સજા આપવાનું ઊંડું કાવતરું રચ્યું હતું. ભૂતપૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સરકારનો હિસ્સો હતા પરંતુ તિસ્તા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સત્તાવાર રીતે તેને ઇન્વર્ડ કરાવતા હતા.

    તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મૃત્યુની સજા અપાવવાનું હતું ષડયંત્ર

    આરોપીનો ઈરાદો તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની રાજકીય ઈનિંગને ખતમ કરવાનો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. આ માટે નકલી દસ્તાવેજો, બનાવટી એફિડેવિટ માટે વકીલોની ફોજ તૈયાર કરવામાં આવી હતી.

    જે ઘટનાઓ બની ન હતી, પીડિતોને ગેરમાર્ગે દોરતી આવી મનઘડત વાર્તાઓ પર સહી કરાવી હતી. દસ્તાવેજો અંગ્રેજીમાં હતા અને તેથી પીડિતો માટે તે સમજવા અશક્ય હતા.

    પીડિતોને અપાતી ધાક ધમકીઓ

    જો પીડિતો તીસ્તાને સાથ આપવા તૈયાર ન હોય તો સાક્ષીને ધમકી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ તીસ્તા માટે આ કામ કરતા હતા.

    શ્રીકુમારે એક સાક્ષીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “તિસ્તા સાથે સમાધાન કરો, નહીં તો મુસ્લિમો તમારા વિરોધી બની જશે, તમે આતંકવાદીઓના નિશાન બનશો. જો આપણે સાથે મળીને કામ કરીએ, અંદરોઅંદર લડવાનું શરૂ કરીએ તો દુશ્મનોને ફાયદો થશે અને મોદીને સીધો ફાયદો થશે.”

    પીડિતોને ગુજરાત બહાર અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેમના દર્દના નામે લાખો રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

    અમદાવાદના શાહપુરમાં આવેલી ઓફિસ કાવતરાનો અડ્ડો હતી

    ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે અમદાવાદના શાહપુરમાં આવેલી ઓફિસ કાવતરાનો અડ્ડો હતી. એસઆઈટીના જણાવ્યા અનુસાર, તિસ્તા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેટલાક નેતાઓને મળવાથી, તોફાનો પીડિતોના કેમ્પમાં જઈને ગુજરાતમાં ન્યાય મળશે, આવી ભ્રામક વાતો કહીને, પીડિતોને ગુજરાત બહારની કોર્ટમાં લઈ જવા માટે ઉશ્કેરવામાં આવતા હતા અને સક્ષમ અધિકારીની સામે દસ્તાવેજો ફાઇલ કરાવ્યા હતા.

    ષડયંત્રમાં તીસ્તા, IPS અધિકારીઓ, NGO, વિપક્ષના નેતાઓ અને પત્રકારોની મીલીભગત

    તિસ્તા અને સંજીવ ભટ્ટ સંપર્કમાં હતા. ભટ્ટ જાણીતા પત્રકારો, એનજીઓ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાઓ સાથે પણ ઈમેલ દ્વારા સંપર્કમાં હતા.

    એમિકસ ક્યુરી, કોર્ટ, બાકીના લોકો પર અસર કરવા માટે દરેકને સમજાવવામાં આવ્યું. અલગ-અલગ અરજીઓમાં કાવતરું પૂરું કરવાના હેતુથી કામ કર્યું, દરેકને ઇમેઇલ પણ કરતા રહેતા હતા.

    તિસ્તાના જણાવ્યા અનુસાર સોગંદનામું રજૂ કર્યું ન હોવાથી એક સાક્ષીનું ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી નકલી સોગંદનામું મેળવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં