Saturday, March 22, 2025
More
    હોમપેજરાજકારણરજૂ થયું ગુજરાત સરકારનું બજેટ 2025-26: શિક્ષણ, આરોગ્ય, સેવા દરેક ક્ષેત્રોને આવરી...

    રજૂ થયું ગુજરાત સરકારનું બજેટ 2025-26: શિક્ષણ, આરોગ્ય, સેવા દરેક ક્ષેત્રોને આવરી લેવાયા, જાણો કેવું છે આ વર્ષનું અંદાજપત્ર

    ગુરુવારે ગુજરાતનું અંદાજપત્ર કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. તેમણે સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટની જેમજ ગુજરાતના બજેટમાં પણ વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-26નું અંદાજપત્ર (Gujarat Budget 2025-26) રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે આ બજેટ ખાસ લાલ રંગની પોથીમાં મૂકવામાં આવ્યું હતું. જેની પર આદિજાતિ સંસ્કૃતિની ઓળખવાળી પેન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરતકામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ મહિલાઓ, સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને પણ અંકિત કરવામાં આવેલું છે.

    ગુરુવારે ગુજરાતનું અંદાજપત્ર કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. તેમણે સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટની જેમજ ગુજરાતના બજેટમાં પણ વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

    વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી રકમ

    આ બજેટમાં જુદા જુદા વિભાગોને જુદી જુદી રકમ ફાળવવામાં આવી છે. શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે ₹2,782 કરોડ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે ₹23,385 કરોડ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે ₹6,807 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ₹7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    - Advertisement -

    આ ઉપરાંત અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે ₹2,712 કરોડ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે ₹1,093 કરોડ, માર્ગ-મકાન વિભાગ માટે ₹24,705 કરોડ, આદિજાતિ વિકાસ માટે ₹5,120 કરોડ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે ₹30,325 કરોડ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ₹13,772 કરોડ, શિક્ષણ વિભાગ માટે ₹59,999 કરોડની જોગવાઈ કરાઇ છે.

    બજેટમાં આદિજાતિ વિકાસ માટે ₹5,120 કરોડ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે ₹30,325 કરોડ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ₹13,772 કરોડ, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે ₹25,642 કરોડ, ભાડભૂત બેરેજ યોજના માટે ₹876 કરોડ, રાજ્યમાં નવી બનાવેલી નવ મહાનગરપાલિકાઓ માટે ₹2300 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

    ઘરના ઘર યોજના માટેની સહાયમાં વધારો

    ઘરના ઘર માટે અપાતી સહાયમાં વધારો કરાયો છે. આ માટે ચાલતી ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ તથા હળપતિ આવાસ યોજનામાં આપતી ₹1.20 લાખની સહાય સામે 50 હજારનો વધારો કરી ₹1.70 લાખ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી ને ₹5 લાખ કરાય. 4 ટકા વ્યાજ રાહત માટે ₹1252 કરોડની જોગવાઈ.

    પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂગર્ભ જળ રીચાર્જ માટે ₹250 કરોડની ફાળવણી કરવામાં આવી. આ ઉપરાંત જનતા જૂથ અકસ્માત યોજના હેઠળ હાલમાં ₹50,000થી ₹2 લાખની સહાય આપવામાં આવે છે જેમાં વધારો કરીને ₹2 લાખથી ₹4 લાખની સહાયની જાહેરાત કરી હતી.

    શિક્ષણ ક્ષેત્રે કરેલી ફાળવણી  

    વિદ્યાર્થીઓને આપતી શિષ્યવૃત્તિ માટે ₹4827 કરોડની જોગવાઈ સૂચવી હતી. આ સિવાય 10 જિલ્લાઓમાં 20 સ્થળોએ કુમાર-કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે. AI માટે અમદાવાદ એલ ડી એન્જીનીયરિંગ કોલેજ સહીત 6 સરકારી પોલિટેકનિક કોલેજમાં AI લેબ બનાવવામાં આવશે. સખી સાહસ યોજનાની જાહેરાત સાથે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે મહિલાઓએ ઘરથી દૂર રહીને નોકરી કરવાની ફરજ પડે છે તેમના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.

    અયોગ્ય ક્ષેત્રે કરેલી ફાળવણી

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે ₹3676 કરોડની જોગવાઈ. જીએમઇઆરએસ મેડીકલ હોસ્પિટલ માટે ₹1392 કરોડની જોગવાઈ. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે ₹400 કરોડની જોગવાઇ. વડોદરા રાજકોટ સુરત ખાતે કાર્ડીઆક અને ન્યુરોલોજી સેવા માટે ₹231 કરોડ, વલસાડ, હિંમતનગર, પોરબંદર, ગોધરા ખાતે કેન્સરની સારવાર શરૂ કરવા માટે 198 કરોડ, અમદાવાદ વડોદરા જામનગર સરકારી મેડીકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા ₹137 કરોડ, સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલમાં નવા તબીબી સાધનો માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં અવી હતી.

    પરિવહન ક્ષેત્રે યોજના

    ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને હાઇસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા ₹1200 કરોડ, આ સિવાય 1367 કિમીના 12 નવા હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ સાથે દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

    આધુનિક ટેકનોલોજી ધરાવતી 1750 ડીલક્ષ અને 400 મીની બસ એમ કુલ 1850 નવી બસો મૂકવા માટે ગુજરાત સરકારે ₹766 કરોડની જોગવાઈ કરી હતી. આ સિવાય 200 નવી પ્રીમિયમ એસી બસ અને 10 સંચાલન મુકવામાં આવશે. 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹360 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સુરત ખાતે બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓફ પ્રોજેક્ટ માટે ₹185 કરોડની જોગવાઈ તથા એસટી નિગમમાં ડ્રાઇવર, કંડકટર, મિકેનિક અને ક્લાર્કની કક્ષામાં કુલ 11,000 વધુ ઉમેદવારોની ભરતી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.

    વિવિધ ક્ષેત્રે વધી રહેલ અપરાધો સામે લડવા માટે પણ ફાળવણી

    સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સાયબર ક્રાઇમ સિક્યુરિટી અને સુરક્ષા ઉભી કરવા માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. રાજ્યના બાકી રહેતા તમામ 24 જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે ₹352 કરોડ તથા રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબજેલ ખાતે કંટ્રોલ સિસ્ટમ માટે ₹44 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹217 કરોડ ઉપરાંત શેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં પોલીસ ખાતાના રહેઠાણા તેમજ બિન રહેઠાણાત મકાનોમાં બાંધકામ માટે ₹982 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

    શ્રમિક અન્નપૂર્ણા યોજના વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી ‘મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના’ માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે ₹274 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹617 કરોડ ફાળવવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં