Saturday, November 2, 2024
More
    હોમપેજક્રાઈમગુજરાત ATS, અમદાવાદ NIAની ટીમ દિલ્હીમાં: ISISના આતંકી શાહનવાઝને લઈને થઇ શકે...

    ગુજરાત ATS, અમદાવાદ NIAની ટીમ દિલ્હીમાં: ISISના આતંકી શાહનવાઝને લઈને થઇ શકે છે મોટા ખુલાસા; અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં કરવાનો હતો બોમ્બબ્લાસ્ટ

    આતંકનો ડોળો ગુજરાત પર હોવાનો ખુલાસો થતા જ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. જેને લઈને આતંકવાદી શાહનવાઝની પુછપરછ કરવા ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ દિલ્હી પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુછપરછ દરમિયાન આતંકવાદીઓ ગુજરાતને લઈને શું ફિરાકમાં હતા તેના વિશે વધુ ખુલાસાઓ થઇ શકે છે.

    - Advertisement -

    દિલ્હી પોલીસે સોમવારે (2 ઓક્ટોબર, 2023) ISIS સાથે જોડાયેલા આતંકવાદી શાહનવાઝની ધરપકડ કરી હતી. જુલાઈ મહિનામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા શાહનવાઝ પર 3 લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. તેવામાં તેની ફરી ધરપકડ કરાયા બાદ થયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી શાહનવાઝે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા ગુજરાતના મહત્વપૂર્ણ અને મોટા શહેરોની રેકી કરી હતી અને અહીં તે IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. તેવામાં આતંકવાદી શાહનવાઝની પુછપરછ કરવા ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ દિલ્હી પહોંચી છે.

    મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS મોડ્યુલને ઉઘાડું પાડીને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા, અરશદ અને રિઝવાનની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આતંકવાદીઓ ગુજરાત પર એક મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. તેના માટે શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાએ ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી પણ કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના અનેક શહેરમાં આ આતંકવાદીઓ ભયંકર વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.

    આતંકનો ડોળો ગુજરાત પર હોવાનો ખુલાસો થતા જ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. જેને લઈને આતંકવાદી શાહનવાઝની પુછપરછ કરવા ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ દિલ્હી પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુછપરછ દરમિયાન આતંકવાદીઓ ગુજરાતને લઈને શું ફિરાકમાં હતા તેના વિશે વધુ ખુલાસાઓ થઇ શકે છે. અહેવાલોમાં જણાવ્યા વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ ફ્રતૂલ્લાહ ઘોરી સાથે પણ શાહનવાઝ સંપર્કમાં હતો. તે જંગલોમાં રહીને વિસ્ફોટના ટ્રાયલ કરતા હતા અને અક્ષરધામ, અયોધ્યા સહિતના અનેક મહાતીર્થોમાં ભયંકર બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા.

    - Advertisement -

    કોણ છે આતંકવાદી શાહનવાઝ અને ગુજરાત સાથે તેનું શું છે કનેક્શન

    અહેવાલો અનુસાર શાહનવાઝ મૂળ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. તેણે ગાઝિયાબાદની વિશ્વેશ્વર્યા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો શાહનવાઝે હિંદુ યુવતી સાથે નિકાહ કર્યા છે. તેની પત્નીનું મૂળ નામ બસંતી પટેલ છે જે ગુજરાતની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાહનવાઝે પહેલા બસંતીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને પછી તેની સાથે નિકાહ કર્યા. નિકાહ બાદ શાહનવાઝે બસંતીનું નામ બદલીને મરિયમ કરી નાંખ્યું હતું.

    એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કર્યા પછી શાહનવાઝ પુણે ગયો. ત્યાં તેણે ISISના સ્લીપર સેલ તૈયાર કરવાનું શરૂ કર્યું. તેની ગેંગના તમામ સભ્યો બોમ્બ બનાવતા હતા અને નજીકના જંગલોમાં જઈને તેનું પરીક્ષણ કરતા હતા. શાહનવાઝની ગેંગને બ્લાસ્ટના કાવતરાને પાર પાડવા એક ચોરીના બાઇકની જરૂર હતી. શાહનવાઝ સાથે આ નેટવર્ક સાથે સંકળાયેલા ઈમરાન અને યુસુફને જુલાઈ 2023માં બાઇક ચોરવાના મિશન પર મોકલવામાં આવ્યા હતા પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જોકે શાહનવાઝ ભાગી છુટ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં