Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમગુજરાતની બસંતી પટેલને 'મરિયમ' બનાવીને કર્યા નિકાહ: એન્જિનિયરિંગની ડિગ્રીવાળા ISIS આતંકી શાહનવાઝ...

    ગુજરાતની બસંતી પટેલને ‘મરિયમ’ બનાવીને કર્યા નિકાહ: એન્જિનિયરિંગની ડિગ્રીવાળા ISIS આતંકી શાહનવાઝ અને તેના સાગરિતોને 7 દિવસના પોલીસ રિમાન્ડ

    પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરીને વધુમાં વધુ જાનહાનિ કરવા માંગતા હતા. કેટલાક મોટા નામો પણ આ ગેંગના નિશાના પર હતા.

    - Advertisement -

    દિલ્હી પોલીસે સોમવારે (2 ઓક્ટોબર, 2023) ISIS સાથે સંકળાયેલા 3 લાખ રૂપિયાના ઈનામી આતંકી શાહનવાઝની ધરપકડ કરી હતી. આ વર્ષે જુલાઈમાં શાહનવાઝ મહારાષ્ટ્રમાં પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. વિદેશમાં બેઠેલા માસ્ટરોએ શાહનવાઝને ભારતમાં ISIS માટે સ્લીપર સેલ બનાવવાનું કામ સોંપ્યું હતું, જે તે ખૂબ જ સારી રીતે કરી રહ્યો હતો. શાહનવાઝે એક હિંદુ યુવતીને ઈસ્લામ કબૂલ કરાવીને તેની સાથે નિકાહ કર્યા હતા. શાહનવાઝ વ્યવસાયે એન્જિનિયર હતો પરંતુ તેણે આતંકવાદનો માર્ગ અપનાવ્યો હતો.

    હિંદુ યુવતીએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કર્યા

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહનવાઝ મૂળ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. તેણે ગાઝિયાબાદની વિશ્વેશ્વરયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ શાહનવાઝે હિંદુ યુવતી સાથે નિકાહ કર્યા છે. તેની પત્નીનું નામ બસંતી પટેલ છે જે મૂળ ગુજરાતની હોવાનું કહેવાય છે. શાહનવાઝે પહેલા બસંતીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને પછી તેની સાથે નિકાહ કર્યા. નિકાહ પછી બસંતીને મરિયમનું નવું ઇસ્લામિક નામ આપવામાં આવ્યું હતું.

    બાઇક ચોરીનો પર્દાફાશ થયો હતો

    એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કર્યા પછી શાહનવાઝ પુણે ગયો. ત્યાં તેણે ISISના સ્લીપર સેલ તૈયાર કરવાનું શરૂ કર્યું. તેની ગેંગના તમામ સભ્યો બોમ્બ બનાવતા હતા અને નજીકના જંગલોમાં જઈને તેનું પરીક્ષણ કરતા હતા. શાહનવાઝની ગેંગને બ્લાસ્ટનું કાવતરું કરવા માટે ચોરીની બાઇકની જરૂર હતી. શાહનવાઝ સાથે આ નેટવર્ક સાથે સંકળાયેલા ઈમરાન અને યુસુફને જુલાઈ 2023માં બાઇક ચોરવાના મિશન પર મોકલવામાં આવ્યા હતા પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જોકે શાહનવાઝ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

    - Advertisement -

    દરમિયાન પોલીસે શરૂઆતમાં ઈમરાન અને યુસુફને નાના ચોર ગણ્યા હતા. પરંતુ, બાદમાં તેમનું ISIS સાથે કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારપછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર ATSએ પણ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. કોઢવા વિસ્તારમાં દરોડા પાડીને 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. દરમિયાન શાહનવાઝ અને તેના ત્રણ અન્ય ફરાર સાથીદારો પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. NIA શાહનવાઝની ધરપકડ કરવા માટે સઘન દરોડા પાડી રહી હતી. જો કે આ દરમિયાન શાહનવાઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝડપ્યો હતો.

    બને તેટલા વધુ લોકોને મારી નાખવાની તૈયારી કરાતી

    શાહનવાઝના ઠેકાણામાંથી પોલીસને લોખંડની પાઇપ અને પ્લાસ્ટિકનું કેમિકલ મળી આવ્યું છે. તેના મોબાઈલમાંથી વિસ્ફોટક બનાવવાની રીતો પરનું સાહિત્ય પણ મળી આવ્યું છે. આ સાહિત્ય તેને તેના પાકિસ્તાની આકાઓએ મોકલ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરીને વધુમાં વધુ જાનહાનિ કરવા માંગતા હતા. કેટલાક મોટા નામો પણ આ ગેંગના નિશાના પર હતા. આ તમામના ફંડિંગ સ્ત્રોત વિશે પણ પોલીસને માહિતી મળી છે. જોકે, પોલીસે આ મામલામાં વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

    શાહનવાઝ સાથે ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓના નામ મોહમ્મદ રિઝવાન અશરફ અને મોહમ્મદ અશરફ વારસી છે. મોહમ્મદ રિઝવાન અશરફની લખનૌથી જ્યારે અશરફ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીઓ વ્યવસાયે એન્જિનિયર છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીંથી ત્રણેયને 7 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ તમામ પાસેથી વધુ કબૂલાતની અપેક્ષા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં