Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદની 5-સ્ટાર હોટેલ કબ્જે કરવા માંગતું હતું વક્ફ બોર્ડ, આખરે દાયકાઓની કાયદાકીય...

    હૈદરાબાદની 5-સ્ટાર હોટેલ કબ્જે કરવા માંગતું હતું વક્ફ બોર્ડ, આખરે દાયકાઓની કાયદાકીય લડાઇ બાદ તેલંગાણા હાઈકોર્ટે ફગાવી દીધી અરજી 

    હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આખરે હોટેલ મેરિયેટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે આ અંગે કહ્યું કે, વક્ફ બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવી તે અધિકાર ક્ષેત્રની બહાર છે. હાઈકોર્ટે વક્ફ બોર્ડની અરજીને શરૂઆતથી જ ગેરકાયદેસર ગણાવી હતી.

    - Advertisement -

    તેલંગાણામાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વક્ફ બોર્ડે એક 5-સ્ટાર હોટેલને જ પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી. વક્ફ બોર્ડ તે હોટેલ પર જ કબજો કરવા માંગતું હતું. હૈદરાબાદની તે હોટેલનું નામ મેરિયેટ છે, જે એક સમયે વાઈસરૉયના નામે જાણીતી હતી. તેના પર કબજો કરવા માટે વક્ફ બોર્ડે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. આખરે આ આખો મામલો તેલંગાણા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. તેલંગાણા હાઈકોર્ટે વક્ફ બોર્ડના બધા મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું હતું. હાઈકોર્ટે હોટેલને તમામ રાહત આપી દીધી હતી. તો બીજી તરફ વક્ફ બોર્ડને મિસકંડક્ટ પણ પકડાવી દીધી છે.

    હૈદરાબાદની 5-સ્ટાર હોટેલ પર વક્ફ બોર્ડ દ્વારા કબજો જાહેર કર્યા બાદ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધે અને ન્યાયમૂર્તિ અનિલ કુમાર જુકાન્તિની બેન્ચ કરી રહી હતી. સુનાવણી તે મુદ્દા પર હતી કે, આખરે હોટેલ મેરિયેટ કોના માલિકીની છે? જે દરમિયાન કોર્ટે વક્ફ બોર્ડને ઝટકો આપ્યો છે.

    આ વિવાદ 1964માં શરૂ થયો હતો. તે સમયે અબ્દુલ ગફુર નામના વ્યક્તિએ તે હોટેલ પર પોતાનો હક્ક દાખવતાં કેસ નોંધાવી દીધો હતો. હોટેલ તે વાઈસરૉય તરીકે જાણીતી હતી. આ કેસમાં વક્ફ એક્ટ 1954નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે હોટેલ મેરિયેટની મિલકતને વિવાદિત જાહેર કરવામાં આવી હતી.

    - Advertisement -

    મુસ્લિમ વક્ફ બોર્ડે લગભગ 50 વર્ષ સુધી આ મામલાને કાયદાકીય ગૂંચવણોમાં ફસાવી રાખ્યો હતો. વર્ષ 2014માં ફરી એકવાર તેલંગાણા રાજ્ય વક્ફ બોર્ડ હોટેલ મેરિયેટ સામે સક્રિય બન્યું હતું. તેણે એક અખબારમાં નોટિસ દ્વારા હોટેલ મેરિયેટને કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી દીધી હતી. એ સિવાય પણ વક્ફ બોર્ડે હોટેલ વિરુદ્ધ અનેક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ, હોટેલ મેરિયેટના સંચાલકોએ પણ વક્ફ બોર્ડ દ્વારા કાનૂની કાર્યવાહીની ધમકી પર કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ જવાબમાં વક્ફ બોર્ડ પર કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ આખરે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો.

    હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આખરે હોટેલ મેરિયેટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે આ અંગે કહ્યું કે, વક્ફ બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવી તે અધિકાર ક્ષેત્રની બહાર છે. હાઈકોર્ટે વક્ફ બોર્ડની અરજીને શરૂઆતથી જ ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટે હોટેલ વિરુદ્ધ વક્ફ બોર્ડના નોટિફિકેશનને ફગાવી દેતા આ મામલે ચુકાદો સંભળાવ્યો હતો. સાથેજ વક્ફ બોર્ડને મિસકંડક્ટ જારી કરીને ભવિષ્યમાં તમામ બેદખલીના કામોને રોકવાનો આદેશ પણ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં