Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણ‘પી. ટી જાડેજા પહેલેથી જ નારાજ હતા, સંકલન સમિતિના સભ્યોએ કંઈ ન...

    ‘પી. ટી જાડેજા પહેલેથી જ નારાજ હતા, સંકલન સમિતિના સભ્યોએ કંઈ ન કર્યું હોય તો ફરિયાદ કેમ નથી કરતા?’: બોલ્યાં પદ્મિનીબા વાળા, કહ્યું- સમિતિ આવી અને આંદોલનમાં રાજકારણ આવ્યું

    ક્ષત્રિય સંકલન સમિતિને લઈને પદ્મિનીબાએ કહ્યું કે, “સંકલન સમિતિ માત્ર અમદાવાદ પૂરતી જ હતી. તેઓ જે 92 સંસ્થા કહી રહ્યા હતા તે કોઈએ જોઈ પણ નથી. ઘણા કહી પણ રહ્યા હતા કે અમે નામ જ પહેલી વખત સાંભળ્યું. મેં પણ તેમની પાસેથી સંસ્થાઓનાં નામ મંગાવ્યાં હતાં, પણ તેમણે યાદી આપી ન હતી."

    - Advertisement -

    પરષોત્તમ રૂપાલા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ પડેલી ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન તો હવે ક્યાંય સક્રિય જણાઈ રહ્યું નથી, પરંતુ તેના સભ્યો હજુ પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ સમિતિના એક સભ્ય પી. ટી જાડેજાની કેટલીક ઑડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ સમિતિને ‘ગદ્દાર’ ગણાવીને આરોપો લગાવે છે. જોકે, પછીથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની થોડી નારાજગી હતી, પરંતુ સમિતિ છોડશે નહીં. હવે આ મુદ્દાને લઈને પદ્મિનીબા વાળાનું શું કહેવું છે તે જાણવા માટે ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કર્યો હતો.

    ક્ષત્રિય સંકલન સમિતિને લઈને પદ્મિનીબાએ કહ્યું કે, “સંકલન સમિતિ માત્ર અમદાવાદ પૂરતી જ હતી. તેઓ જે 92 સંસ્થા કહી રહ્યા હતા તે કોઈએ જોઈ પણ નથી. ઘણા કહી પણ રહ્યા હતા કે અમે નામ જ પહેલી વખત સાંભળ્યું. મેં પણ તેમની પાસેથી સંસ્થાઓનાં નામ મંગાવ્યાં હતાં, પણ તેમણે યાદી આપી ન હતી. તેઓ પાંચ વ્યક્તિઓ જ બેઠક કરે અને તેઓ જે કહે તે જ બધાએ કરવાનું. પણ 92 સંસ્થાઓ જેમ કહે તેમ કરવું જોઈએ, તો જ તેને સંકલન સમિતિ કહેવાય.”

    પી. ટી જાડેજા પણ પહેલેથી જ નારાજ હતા, તેમની વિરુદ્ધ બોલ્યા તો સમિતિએ ફરિયાદ કેમ ન કરી?

    પી. ટી જાડેજાના ઑડિયો વાયરલ થવા મુદ્દે તેમણે કહ્યું કે, “પી. ટી જાડેજા પહેલેથી જ નારાજ હતા, પરંતુ તેઓ બોલી નહતા શકતા. અત્યારે તો ગ્રુપ 14 વ્યક્તિઓનું જ છે. તેમાં તેમણે ઑડિયો મૂક્યા હતા. તેમાંથી જ કોઈએ તે વાયરલ કર્યા છે. એટલે તેઓ કદાચ સમાજને જાગૃત કરવા માંગે છે કે આ લોકો આવા છે અને કોઇ તેમની સામે બોલી નથી શકતું. તેઓ કહે છે કે જેમણે વાયરલ કર્યું છે તે સમાજનો ગદ્દાર છે, પણ તે સમાજના ગદ્દાર નહીં પણ હિતેચ્છુ કહેવાય.”

    - Advertisement -

    સાથે પદ્મિનીબાએ એમ પણ કહ્યું કે, પી. ટી જાડેજા જે પર્દાફાશ કરવાની વાત કરતા હતા તો કશુંક હશે તો જ કહ્યું હોવું જોઈએ. વધુમાં, ઑડિયોમાં મહિલા નેતાના નામના ઉલ્લેખને લઈને તેમણે કહ્યું કે, આના સ્થાને મારું જો નામ લેવામાં આવ્યું હોત તો મેં તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દીધી હોત. આ લોકો શા માટે એક્શન નથી લઇ રહ્યા અને ભીનું સંકેલી લીધું? તેમણે એમ પણ કહ્યું કે, સમિતિના પાંચ સભ્યોએ જો કશું ન કર્યું હોય તો તેમણે ફરિયાદ કરવી જોઈએ, પરંતુ તેઓ કશું બોલી નથી રહ્યા તો તે શંકા ઉપજાવે છે.

    સંકલન સમિતિ આવી અને રાજકારણ આવી ગયું

    આંદોલનની દિશા ફંટાઈ જવાને લઈને તેમણે કહ્યું કે, “મને દુઃખ થાય છે કે જે આંદોલન અમે શરૂ કર્યું હતું અને અઢારે વર્ણના લોકો ત્યારે અમારી સાથે જોડાયા હતા અને અમને માન સાથે જોઈ રહ્યા હતા અને સમર્થન પણ કરતા. પછીથી સંકલન સમિતિ વચ્ચે આવી અને રાજકારણ જ આવી ગયું છે. મને એવું લાગે છે કે તેઓ રાજકારણીઓ સાથે બેસીને જ સમાધાન કરી લેશે.”

    સમાજ મૂંઝવણમાં છે, જો આંદોલન કોંગ્રેસપ્રેરિત હશે તો બંધ નહીં થાય

    તેમણે આગળ ઉમેર્યું કે, “જેમને સમાજની ચિંતા છે તેઓ મને ફોન કરીને પૂછે છે કે હવે આગળ શું? અડધા લોકો તો પાછળ હટી ગયા છે. હું પણ વિચારું છું કે આ લોકો આગળ શું કરશે. ક્યાં કોંગ્રેસલક્ષી હશે તો તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે અને આવતી ચૂંટણીમાં પણ કોંગ્રેસને મત આપવાની વાત કરશે. સમિતિના લોકો રાજકારણ સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે અને સાથે સમાજને દેખાડો એવો કરે છે કે અમે સમાજની સાથે છીએ. સમાજ હવે મૂંઝવણમાં છે કે સમિતિ આગળ શું કરશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં