Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાતપોરબંદરના દરિયામાંથી ઝડપાયું ₹480 કરોડનું ડ્રગ્સ: ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત...

  પોરબંદરના દરિયામાંથી ઝડપાયું ₹480 કરોડનું ડ્રગ્સ: ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું, 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

  એજન્સીઓએ બોટને અટકાવીને તેની તપાસ કરી હતી. જેમાંથી અનેક માદક દ્રવ્યો મળી આવ્યા હતા. જે બાદ તે તમામ ડ્રગ્સને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને તમામ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

  - Advertisement -

  ગુજરાત ATS કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સતત ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. તાજેતરમાં જ વેરાવળ જિલ્લામાંથી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મૂર્તજા પઠાણ સાથે મળીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. જે બાદ હવે ફરી એકવાર ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુકત ઓપરેશન પાર પાડ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, એજન્સીઓએ પોરબંદરના દરિયામાંથી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ₹480 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

  મંગળવારે (12 માર્ચ, 2024) ગુજરાત ATS, કોસ્ટગાર્ડ, અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB)એ સંયુકત ઓપરેશન પાર પાડીને પોરબંદરના દરિયામાંથી ₹480 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુપ્ત માહિતીના આધારે પાકિસ્તાનથી આવેલી બોટને ઝડપી પાડવામાં આવી હતી. જેમાંથી કરોડોનું નાર્કોટિક ડ્રગ્સ મળી આવ્યું હતું. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિલોમીટર દૂર આ બોટને ઝડપી પાડવામાં આવી હતી.

  પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું અને બોટમાં 6 ક્રૂ મેમ્બરો સવાર હતા. તે તમામ પાકિસ્તાની હતા. એજન્સીઓએ બોટને અટકાવીને તેની તપાસ કરી હતી. જેમાંથી અનેક માદક દ્રવ્યો મળી આવ્યાં હતાં. જે બાદ તે તમામ ડ્રગ્સને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને તમામ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તે તમામ આરોપીઓને અમદાવાદ લાવવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  - Advertisement -

  તાજેતરમાં ઝડપાયો હતો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો

  નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2024ના રોજ રાત્રે ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુકત ઓપરેશન પાર પાડીને પોરબંદરના સમુદ્રમાંથી જ 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ માદક પદાર્થને મોડી રાત્રે પોરબંદર લાવીને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹2000 કરોડ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત ATSની આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. દિલ્હી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત ATS અને ઇન્ડિયન નેવીનું આ ઓપરેશન પાર પડ્યાની સાથે જ ચર્ચાનો વિષય બન્યું હતું.

  પોરબંદરના સમુદ્રમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો હતો. ઝડપાયેલા ડ્રગ્સમાં ત્રણ પ્રકારના અલગ-અલગ માદક દ્રવ્યો હોવાનું સામે આવ્યું હતું. ડ્રગ્સની સાથે એજન્સીઓએ 5 શખ્સોની ધરપકડ પણ કરી હતી. જે બાદ ગુજરાત ATSએ ડ્રગ્સનો જથ્થો અને પેડલરોને ગુપ્ત સ્થળે ખસેડયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં