Monday, July 15, 2024
More
  હોમપેજગુજરાતઆ દિવાળી જ નહિ પણ આવતી 25 દિવાળી સુધી ઘર રોશન રહે...

  આ દિવાળી જ નહિ પણ આવતી 25 દિવાળી સુધી ઘર રોશન રહે તેવું બોનસ: સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની પોતાના કર્મચારીઓને અનોખી ભેટ

  કંપનીના કુલ 6 હજાર કર્મચારીઓમાંથી 1 હજાર કર્મચારીઓને તેમના પર્ફોમન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને 25 વર્ષ સુધી કોઈપણ જાતનો ખર્ચ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું.

  - Advertisement -

  શુક્રવાર, 21 ઓક્ટોબરના દિવસે સુરતની ડાયમંડ ક્રાફિટંગ અને એક્સપોર્ટ્સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા દિવાળી સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના 1 હજાર કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપ્યા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

  દિવાળીમાં દરેક કંપની તેના કર્મચારીઓને બોનસ કે કોઈ ભેટ આપતી હોય છે ત્યારે સુરતના હિરાના ઉધ્યોગ સાથે સંકળાયેલ સુરતની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) દ્વારા કંપનીના 1 હજાર કર્મચારીઓને દિવાળી ગિફ્ટ રુપે સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવામાં આવતા કર્મચારીમાં ખુબ આનંદિત થઈ ગયા હતા. ત્યારે આ સોલાર પેનલ આપતા કર્મચારી 25 વર્ષ સુધી લાઈટબીલની કોઈ સમસ્યા જ નહીં રહે.

  કંપનીના કુલ 6 હજાર કર્મચારીઓમાંથી 1 હજાર કર્મચારીઓને તેમના પર્ફોમન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને 25 વર્ષ સુધી કોઈપણ જાતનો ખર્ચ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું.

  - Advertisement -

  ગોવિંદભાઈએ જણાવ્યું કે ભેટમાં સોલાર પેનલ્સ જ કેમ

  આ અંગે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપનીના ફાઉન્ડર તથા ચેરમેન ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, SRK કંપનીએ હંમેશા સમાજ અને પર્યાવરણને કંઈક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપત્ર અને સન્માનનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. આથી કંપનીને આગળ લાવનાર દરેક કર્મચારીને ભેટ રુપે સોલાર પેનલ આપવામાં આવી છે.

  પર્યાવરણ જાળવણીનો સંકલ્પ

  SRK એક્સપોર્ટ્સના પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમિશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.

  શહીદોના પરિવારને પણ સોલાર અપાયા

  SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100 ટકા સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.

  સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ESG અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવા અને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે.

  SRKનું દિવાળી બોનસ હમેશા રહે છે ચર્ચામાં

  આ પહેલા પણ આ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને અપાતું બોનસ હમેશા ચર્ચામાં રહે છે. ગોવિંદભાઈના ભાઈ સવજીભાઈ ધોળકિયાએ આ પહેલા ઘણીવાર દિવાળી બોનસમાં પોતાના કર્મચારીઓને ગાડી ભેટમાં આપી હતી.

  2014માં તેમણે બોનસ તરીકે પોતાના કર્મચારીઓને 491 કાર અને 207 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. વર્ષ 2016માં તેણે દિવાળી પર તેના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કારનું વિતરણ કર્યું હતું. આ પછી, 2018 માં પણ પોતાના 3 કર્મચારીઓને એક મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં