તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુર શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મુસ્લિમ વ્યક્તિને જાહેર રસ્તા પર એક ટ્રકની આગળ નમાજ અદા કરતો જોઈ શકાય છે. આ વ્યક્તિની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ બચલ ખાન તરીકે થઈ છે.
વિડીયો વાયરલ થયા બાદ ખાન વિરુદ્ધ પાલનપુર (પશ્ચિમ) પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે (13 જાન્યુઆરી, 2024) તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.
બચલ ખાન વિરુદ્ધ IPCની કલમ 283, 186 અને 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે (12 જાન્યુઆરી) કેસ દાખલ કરવામાં આવ્યા બાદ શનિવારે તેની ધરપકડ કરી લેવામાં આવી. જે ટ્રકની આગળ તે નમાજ પઢતો હતો તે તે પોતે જ ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ વીડિયો પાલનપુરના એરોમા સર્કલનો છે, જે શુક્રવારે અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાડીઓથી ઉભરાતા રસ્તા પર એક સફેદ કલરનો ટ્રેઈલર ટ્રક ઉભો છે. આ ટ્રકની આગળ આસમાની કલરનો કુર્તો અને લુંગી તેમજ માથે ટોપી પહેરેલો એક વ્યક્તિ નમાજ પઢવાની ચાદર પાથરીને બેઠો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે રસ્તાની વચ્ચોવચ્ચ નમાજ પઢી રહ્યો છે.
The man stopped his truck in the middle of the road & started offering Namaz there, even though there was enough space on the side of the road.
— Mr Sinha (@MrSinha_) January 13, 2024
Is it prayer or an act of showing strength? Even IsIamic countries won't tolerate it but we will be declared Islamophobic for speaking… pic.twitter.com/ltlSJRSIz7
આ દરમિયાન ત્યાંથી પસાર થતા કોઇ વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો ઝડપથી ફરતો થયા બાદ પોલીસના ધ્યાને પણ ચડ્યો હતો અને પછીથી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે આ પહેલાં રેલ્વે સ્ટેશનથી લઈને એરપોર્ટ, બાગ-બગીચાથી લઈને મોટા-મોટા શોપિંગ મોલ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક જાહેર સ્થળોએ નમાજ પઢવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. જાહેરમાં નમાજ પઢવાની ઘટનાઓમાં ગુજરાત પણ બાકાત નથી. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના બગીચામાં તેમજ વડોદરાની M.S યુનિવર્સીટીમાં નમાજ પઢવાના વિડીયો સામે આવી ચૂક્યા છે.