Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતરસ્તાની વચ્ચે ટ્રક આગળ નમાજ પઢતો મુસ્લિમ વ્યક્તિ, પાછળ વાહનોની કતાર, ટ્રાફિક...

    રસ્તાની વચ્ચે ટ્રક આગળ નમાજ પઢતો મુસ્લિમ વ્યક્તિ, પાછળ વાહનોની કતાર, ટ્રાફિક જામ: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, પાલનપુરનો હોવાનો દાવો

    વિડીયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમ વ્યક્તિ જે ટ્રકની આગળ નમાજ પઢી રહ્યો છે તેની પાછળ વાહનોની લાઇન લાગી છે. રિપોર્ટ્સનું માનીએ તો થોડી વાર માટે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, આ વ્યક્તિ કોણ છે અને ટ્રક કોની માલિકીનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ટ્રકની આગળ નમાજ પઢતો જોવા મળે છે. આસપાસથી લોકો પસાર થતા દેખાય છે. પાછળ વાહનોની લાઇન પણ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો બનાસકાંઠાના પાલનપુરનો છે. 

    મીડિયા અહેવાલોમાં આ વિડીયો પાલનપુરના એરોમા સર્કલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાઈરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડીઓથી ઉભરાતા રસ્તા પર એક સફેદ કલરનો ટ્રેઈલર ટ્રક ઉભો છે. આ ટ્રકની આગળ આસમાની કલરનો કુર્તો અને લુંગી તેમજ માથે ટોપી પહેરેલો એક વ્યક્તિ નમાજ પઢવાની ચાદર પાથરીને બેઠો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે રસ્તાની વચ્ચોવચ્ચ નમાજ પઢી રહ્યો છે.

    દાવો છે કે પાલનપુરમાં હાઇવે વચ્ચોવચ નમાજ પઢતા આ વ્યક્તિને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમ વ્યક્તિ જે ટ્રકની આગળ નમાજ પઢી રહ્યો છે તેની પાછળ વાહનોની લાઇન લાગી છે. રિપોર્ટ્સનું માનીએ તો થોડી વાર માટે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, આ વ્યક્તિ કોણ છે અને ટ્રક કોની માલિકીનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ, વિડીયો કોણે અને ક્યારે વાયરલ કર્યો તે અંગે પણ કોઇ માહિતી સામે આવી નથી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે આ પહેલાં રેલ્વે સ્ટેશનથી લઈને એરપોર્ટ, બાગ-બગીચાથી લઈને મોટા-મોટા શોપિંગ મોલ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક જાહેર સ્થળોએ નમાજ પઢવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. જાહેરમાં નમાજ પઢવાની ઘટનાઓમાં ગુજરાત પણ બાકાત નથી. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના બગીચામાં તેમજ વડોદરાની M.S યુનિવર્સીટીમાં નમાજ પઢવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. 

    જૂનાગઢ અને વડોદરાના આ પ્રકારના વિડીયો થયા હતા વાયરલ

    થોડા સમય પહેલાં જ જૂનાગઢના ઐતિહાસિક સ્થળ ઉપરકોટમાં આવેલ અડી કડી વાવ પાસે 8 શખ્સોએ જાહેરમાં નમાજ પઢી હતી જે બાદ તે ઘટનાના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. ત્યારબાદ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. બીજી તરફ હિંદુ સંગઠનોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.

    તે પહેલાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જાહેરમાં નમાજ પઢવાની ઘટના સામે આવી હતી. ડિસેમ્બર, 2022માં MSU કેમ્પસમાં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર નમાજ પઢતા એક પુરુષ અને મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જે હિંદુ સંગઠનોના ધ્યાને આવતાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર, 2023માં આવી વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીમાં શિવમંદિર પાસે જાહેરમાં નમાજ પઢી હતી, જેને લઈને પણ ખૂબ હોબાળો મચ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં