હોમપેજગુજરાતઅમદાવાદમાં લગ્ન નોંધણી કચેરી ‘લવ જેહાદ’નો અડ્ડો બનાવાય રહી હોવાની હિંદુ સંગઠનોની...

અમદાવાદમાં લગ્ન નોંધણી કચેરી ‘લવ જેહાદ’નો અડ્ડો બનાવાય રહી હોવાની હિંદુ સંગઠનોની રાવ, આરોપ રજિસ્ટ્રાર સૈયદ પર: હિંદુ યુવતી-મુસ્લિમ યુવક વકીલના ડ્રેસમાં પહોંચતાં થયો હતો વિવાદ

VHP નેતાનું કહેવું છે કે રજિસ્ટ્રાર આ બાબતોમાં પક્ષપાતી વલણ દાખવી રહ્યા છે અને જો કોઈ મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકના લગ્નની નોંધણીનો મામલો આવે તો તેમની વિગતો જાહેર કરી દેવામાં આવે છે અને કોઈને કોઈ કારણોસર પ્રક્રિયા ટાળી દેવામાં આવે છે. તેમણે બે દિવસ પહેલાં જ બનેલી આવી ઘટનાનો સંદર્ભ પણ આપ્યો હતો.

- Advertisement -

અમદાવાદ ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના વેશમાં લાવીને બંધબારણે લગ્ન નોંધણી કરાવવાનો પ્રયાસ કરવામાં આવતાં હિંદુ સંગઠનો રોષે ભરાયાં હતાં અને કચેરીએ વિરોધ ઉઠાવ્યો હતો. હિંદુ સંગઠનોના વિરોધ બાદ લગ્ન નોંધણી રદ કરીને યુવક-યુવતીને મોકલી આપવામાં આવ્યાં હતાં. પરંતુ હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ એક છૂટીછવાઈ ઘટના નથી અને અમદાવાદ મેરેજ રજિસ્ટ્રાર કચેરીએ ‘લવ જેહાદ’નો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના માટે આરોપો રજિસ્ટ્રાર એમ. એમ સૈયદ પર લાગ્યા છે.

ઘટના એવી છે કે ગાંધીનગરના બહિયલની કોલેજમાં ભણતી એક હિંદુ યુવતીને થોડા સમય પહેલાં એક મુસ્લિમ યુવક ભગાડી લઈ ગયો હતો. યુવતીનો પરિવાર ઘણા સમયથી તેને શોધી રહ્યો હતો અને પોલીસ સમક્ષ અરજી પણ આપવામાં આવી હતી. દરમ્યાન મંગળવારે (3 માર્ચ) આ યુવક-યુવતી અમદાવાદ ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટ પરિસરમાં આવેલી લગ્ન નોંધણી કચેરીએ પહોંચ્યાં હતાં.

અહીં યુવતીને વકીલના વેશમાં લાવવામાં આવી હતી, જેની જાણ વકીલોને થઈ જતાં તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ હિંદુ સંગઠનોને પણ જાણ થઈ હતી. સંગઠનોએ ત્યારબાદ કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

વકીલો અને સંગઠનોનું કહેવું છે કે વકીલના વેશમાં યુવતીને એટલા માટે લાવવામાં આવી હતી જેથી કોઈને જાણ ન થાય અને વિરોધ ન ઉઠે. ઉપરાંત બંધબારણે યુવક-યુવતીનાં લગ્ન નોંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. ઉપરાંત કચેરી સવારે 11:00 વાગ્યે ખુલે છે પણ યુવતીને વહેલી સવારે 9:30 કલાકે જ પાછલા દરવાજેથી કચેરીમાં લઈ જવામાં આવી હતી.

આ મામલે પછીથી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને યુવક-યુવતીને ત્યાંથી રવાના કરી દીધાં હતાં. બીજી તરફ હોબાળાના કારણે વકીલાતનામું પરત ખેંચી લેવામાં આવતાં લગ્ન નોંધણી થઈ શકી ન હતી.

હિંદુ સંગઠનોએ શું કહ્યું?

હિંદુ સંગઠનો અમદાવાદના મેરેજ રજિસ્ટ્રાર એમ. એમ સૈયદ પર પણ આરોપ લગાવી રહ્યાં છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વિશ્વ હિંદુ પરિષદના ચંદ્રેશ જોશીએ કહ્યું કે સરકારી કચેરીમાં એક પ્રકારે ‘લવ જેહાદ’નો અડ્ડો ચલાવવામાં આવે છે. જ્યાં બંધબારણે અગાઉ પણ આ રીતે હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકનાં લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.

VHP નેતાનું કહેવું છે કે રજિસ્ટ્રાર આ બાબતોમાં પક્ષપાતી વલણ દાખવી રહ્યા છે અને જો કોઈ મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકના લગ્નની નોંધણીનો મામલો આવે તો તેમની વિગતો જાહેર કરી દેવામાં આવે છે અને કોઈને કોઈ કારણોસર પ્રક્રિયા ટાળી દેવામાં આવે છે. તેમણે બે દિવસ પહેલાં જ બનેલી આવી ઘટનાનો સંદર્ભ પણ આપ્યો હતો.

હાલની ઘટના મામલે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે યુવતીને વકીલના ડ્રેસમાં લાવવાની શું જરૂર હતી. તેમણે ઉમેર્યું કે ઘણા સમય પહેલાં યુવતીને ભગાડી લઈ જવામાં આવી હતી અને હાલ તેઓ યુવતીના પરિવારનો સંપર્ક કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. સંગઠનોના પ્રયાસના કારણે લગ્નની નોંધણી અટકી ગઈ હતી.

આગળ હિંદુ નેતાએ કહ્યું કે આ રીતે બંધબારણે આ પ્રક્રિયાઓ થાય એ યોગ્ય નથી અને આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત તેમણે રજિસ્ટ્રારની બદલી કરવાની અને તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસ ફરિયાદ નોંધાવાઈ

આ મામલે પછીથી એક પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે લગ્ન નોંધણીના મુખ્ય રજિસ્ટ્રાર એમ. એમ સૈયદ ફરજ સમયથી વહેલા આવી ગયા હતા અને હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલોના વેશમાં પોતાના કાર્યાલયમાં બોલાવીને પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસ કર્યા હતા. જ્યારે વકીલોએ વાંધો ઉઠાવ્યો તો રજિસ્ટ્રારે તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો પણ આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. ઉપરાંત યુવતી ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાજર વકીલોનું કહેવું છે કે લગ્ન પછીથી નોંધાશે, પહેલાં આ મામલે કેસ નોંધવામાં આવે.

ફરિયાદ અનુસાર, મીડિયા અને અન્ય લોકો ત્યાં એકઠા થઈ જતા વસીમ નામના એક માણસે કાળા કોટ સંતાડવા માટેના પ્રયાસ કર્યા હતા, જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે કચેરીમાં કામ પણ કરતો નથી. પોલીસને રજિસ્ટ્રાર સૈયદ અને વસીમ સહિતના માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે. જે બાબતે ગુનો દાખલ થયો કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં