Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતબાપુનગરના હિંદુ બહુલ વિસ્તારની મતદાર યાદીમાં મુસ્લિમ નામો, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ, કહ્યું– અહીં...

    બાપુનગરના હિંદુ બહુલ વિસ્તારની મતદાર યાદીમાં મુસ્લિમ નામો, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ, કહ્યું– અહીં આવા કોઈ લોકો રહેતા જ નથી: ઑપઇન્ડિયા ગ્રાઉન્ડ રિપોર્ટ

    ઑપઇન્ડિયા જ્યારે વિસ્તારમાં પહોંચ્યું તો જાણવા મળ્યું કે જે વિસ્તારની વાત થઈ રહી છે ત્યાં વર્ષોથી માત્ર હિંદુ અને ખ્રિસ્તી સમુદાયના લોકો જ રહે છે. અહીં ઘણા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી.

    - Advertisement -

    બિહારમાં સફળતાપૂર્વક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધર્યા બાદ ચૂંટણી પંચે દ્વિતીય તબક્કામાં દેશનાં 12 રાજ્યોમાં આ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમ્યાન અમદાવાદના બાપુનગર વિધાનસભા મતવિસ્તારના એક વિસ્તારમાંથી ફરિયાદો મળી હતી કે અહીં હિંદુ બહુમતી વિસ્તારની મતદાર યાદીમાં મુસ્લિમ નામો જોવા મળ્યાં હતાં. વિસ્તારમાં અમુક ખ્રિસ્તી ઘરો પણ છે, પરંતુ મુસ્લિમોની વસ્તી નથી, છતાં નામો કઈ રીતે દાખલ થઈ ગયાં એ પ્રશ્નો સ્થાનિકોએ ઉઠાવ્યા છે.

    ઑપઇન્ડિયાએ જ્યારે સ્થળ પર જઈને તપાસ કરી અને સ્થાનિકો પાસેથી માહિતી મેળવી ત્યારે વધુ વિગતો સામે આવી. સ્થાનિકોએ મતદાર યાદી પર પ્રશ્નો કર્યા હતા અને SIR પ્રક્રિયાનું સમર્થન કરીને કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે આવી પ્રક્રિયાઓ હાથ ધરીને ડુપ્લિકેટ નામો બાદ કરવામાં આવવાં જોઈએ.

    આરોપ એવા લગાવવામાં આવ્યા હતા કે અમદાવાદના બાપુનગર વિધાનસભા મતવિસ્તારના રખિયાલમાં આવેલી પ્રેરણા સોસાયટી અને નરોત્તમદાસની ચાલી નામના હિંદુ વિસ્તારોની મતદાર યાદીમાં અમુક મુસ્લિમ નામ પણ સામેલ છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં મુસ્લિમો રહેતા નથી. વળી તેમનાં સરનામાંમાં જે મકાન નંબર લખવામાં આવ્યા હતા, તેવાં મકાનો પણ ન હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    (Photo: OpIndia)

    ઑપઇન્ડિયા જ્યારે વિસ્તારમાં પહોંચ્યું તો જાણવા મળ્યું કે જે વિસ્તારની વાત થઈ રહી છે ત્યાં વર્ષોથી માત્ર હિંદુ અને ખ્રિસ્તી સમુદાયના લોકો જ રહે છે. અહીં ઘણા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી.

    વર્ષોથી આ જ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમની સોસાયટીમાં ક્યારેય કોઈ મુસ્લિમ પરિવાર રહેવા આવ્યો નથી અને મતદાર યાદીમાં અમુક નામો ખોટાં છે. તેમણે એમ પણ કહ્યું કે આવાં નામો કાઢવા માટે SIR પ્રક્રિયા થવી જ જોઈએ.

    કનુભાઈ ક્રિશ્ચિયન નામની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ પણ નાનપણથી પ્રેરણા સોસાયટીમાં જ રહે છે. તેમણે કહ્યું કે આ સોસાયટીમાં અક્શાબાનુ કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ રહેતા નથી. તેમણે કહ્યું કે SIR પ્રક્રિયા થવી જ જોઈએ અને જે લોકો સોસાયટીમાં રહેતા હોય તેમનાં જ નામ મતદાર યાદીમાં સામેલ હોવાં જોઈએ, જે નથી રહેતા તેમનાં નામ કાઢી નાખવાં જોઈએ.

    આ ઉપરાંત એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે તેઓ લગભગ 40 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. તેમણે કહ્યું કે તેમની ચાલીમાં કોઈ જ મુસ્લિમ વ્યક્તિ રહેતો નથી, માત્ર હિંદુ સમુદાયના લોકો જ આ ચાલીમાં રહે છે. તેમણે કહ્યું કે અમુક ખોટાં નામો ઉમેરી દેવામાં આવ્યાં હતાં.

    આ સિવાય એક 18-19 વર્ષના યુવક સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું કે તે આ જન્મ્યો ત્યારથી આ જ સોસાયટીમાં રહે છે. તેણે કહ્યું કે આ ચાલી અને સોસાયટી બંનેમાં માત્ર હિંદુઓ જ રહે છે કોઈ મુસ્લિમ વ્યક્તિ રહેતો નથી. યુવકે કહ્યું કે આવી રીતે નામ આવી ગયાં હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. યુવકે જણાવ્યું હતું કે આવાં નામો કાઢવા માટે SIR જેવી પ્રક્રિયાઓ જરૂરી છે.

    મહેશભાઈ નામના એક સ્થાનિકે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ 53 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. તેઓ કહે છે, “હું જન્મથી અહીં રહું છું અને મને ધ્યાનમાં નથી કે કોઈ મુસ્લિમ વ્યક્તિએ આ ચાલી કે સોસાયટીમાં મકાન ખરીદ્યું હોય કે ભાડે રહેવા પણ આવ્યા હોય.” તેમણે કહ્યું કે આ કોઈ ષડ્યંત્ર હોઈ શકે છે અને આ તપાસનો વિષય છે કે મુસ્લિમ સમુદાયના લોકોનાં નામ હિંદુ સોસાયટીની મતદાર યાદીમાં કેવી રીતે આવ્યાં?

    SIR પ્રક્રિયામાં મતદારીની ચકાસણી કરવામાં આવે છે એ અંગે તેમણે કહ્યું હતું કે, “જો ચકાસણી થતી હોય તો એ યોગ્ય જ છે, ચકાસણી થવી જ જોઈએ. ભવિષ્યમાં આ બાબત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી શરૂઆતમાં જ તેને ડામી દેવામાં આવે એ જ યોગ્ય છે. આ બાબત મોટી થાય પછી એક સાથે પ્રક્રિયા કરવામાં મુશ્કેલી આવે તેથી હાલમાં જે પ્રક્રિયા થઈ રહી છે તે યોગ્ય જ છે.”

    ઉલ્લેખનીય છે કે દર ચૂંટણી પહેલાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયાઓ થાય છે, પરંતુ તેમાં નવેસરથી યાદીનું પુનરવલોકન થતું નથી અને પરિણામે આવી ખામીઓ રહી જાય છે. સંપૂર્ણપણે પરિણામો મેળવવા માટે SIR જેવી પ્રક્રિયાઓ જરૂરી છે. બાપુનગર વિસ્તારની આ ફરિયાદો એ સંકેત આપે છે કે ગુજરાતમાં કે દેશમાં SIR કેમ જરૂરી છે. અંતિમ વખત દાયકાઓ પહેલાં SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચ ફરી એક વખત સમગ્ર મતદાર યાદીની પુનઃચકાસણી અને રિવિઝન કરી રહ્યું છે. જેથી ડુપ્લિકેટ નામો હોય એ કાઢી નાખવામાં આવે અને યોગ્ય અને લાયક મતદારો હોય એ છૂટી ન જાય.

    બિહારમાં આ પ્રક્રિયા સંપૂર્ણપણે સફળ રહી હતી અને હવે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ શરૂ કરવામાં આવી છે. SIR હેઠળ BLO ઘરે-ઘરે જઈને તપાસ કરશે, દસ્તાવેજી પુરાવા ચકાસશે અને મતદાર યાદી પર નવેસરથી કામ થશે, જેના કારણે ખોટાં નામો હટાવી શકાશે. બોગસ વોટરો દૂર કરવા માટે હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે. ત્યારબાદ જેમનાં નામો કાઢી નાખવામાં આવ્યાં હોય તેમને અપીલ માટેની પૂરતી તક આપવામાં આવશે. તેની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. અંતે ફેબ્રુઆરી મહિનામાં અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની સંભાવના છે.

    ગુજરાતમાં છાશવારે એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ફર્જી દસ્તાવેજો બનાવી લીધા હોય. SIRથી જો આવા ગેરકાયદેસર રહેવાસીઓ મતદાર યાદીમાં પણ ઘૂસી ગયા હશે તો તેમની ઓળખ કરીને નામો દૂર કરી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં