હોમપેજદેશજે ₹72 હજાર કરોડનો ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ દેશની સુરક્ષા માટે જરૂરી, તેને...

જે ₹72 હજાર કરોડનો ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ દેશની સુરક્ષા માટે જરૂરી, તેને કેમ ઉજાડવા માંગે છે સોનિયા ગાંધી?

સોનિયા ગાંધીનો આ અભિગમ કોંગ્રેસની જૂની શૈલી છે: દરેક વિકાસના દરેક પ્રયાસને આફત ગણાવવો અને દરેક મોટા પ્રોજેક્ટને બંધારણની વિરુદ્ધ દેખાડવો. પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો તેમની વાતો એકતરફી અને સંપૂર્ણપણે રાજનીતિથી ભરેલી છે.

- Advertisement -

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અખબાર ‘ધ હિન્દુ’માં (8 સપ્ટેમ્બર 2025) પોતાના લેખ ‘ધ મેકિંગ ઓફ એન ઇકોલોજિકલ ડિઝાસ્ટર ઇન ધ નિકોબાર’માં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને ‘સંપૂર્ણ નકામો અને ₹72,000 કરોડની ખર્ચાળ યોજના’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ‘આદિવાસી સમુદાયો માટે અસ્તિત્વ પર જોખમ સમાન’ છે અને ‘વિશ્વની અનોખી વનસ્પતિ અને જીવજંતુઓની વિવિધતાને નષ્ટ કરી દેશે.’ સોનિયાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે તે ‘આદિવાસીઓના અધિકારોને કચડી રહી છે’ અને ‘કાનૂની પ્રક્રિયાને નષ્ટ કરી રહી છે.’

સોનિયા ગાંધીનો આ અભિગમ કોંગ્રેસની જૂની શૈલી છે: દરેક વિકાસના દરેક પ્રયાસને આફત ગણાવવો અને દરેક મોટા પ્રોજેક્ટને બંધારણની વિરુદ્ધ દેખાડવો. પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો તેમની વાતો એકતરફી અને સંપૂર્ણપણે રાજનીતિથી ભરેલી છે.

સોનિયા ગાંધી કહે છે કે આ પ્રોજેક્ટ નિકોબારી અને શોમ્પેન આદિવાસીઓને તેમની જમીનથી સંપૂર્ણપણે હટાવી દેશે. પરંતુ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા વિસ્તારો ખૂબ વિચારપૂર્વક નક્કી કરવામાં આવ્યા છે, જેથી આદિવાસી વસાહતોને ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે એવું કહેવું કે બધું ઉજ્જડ થઈ જશે, તે અતિશયોક્તિ છે

- Advertisement -

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે 2004ની સુનામીમાં નિકોબારી લોકોનાં જૂનાં ગામો નષ્ટ થયાં હતાં. તે સમયે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ તેણે ગામોને ફરીથી વસાવવા કે આદિવાસીઓને આધુનિક સુવિધાઓ આપવા માટે ખાસ કંઈ કર્યું નહીં. હવે જ્યારે સરકાર રસ્તા, વીજળી અને કનેક્ટિવિટીની વાત કરે છે ત્યારે કોંગ્રેસ તેને ‘મોટો ખતરો’ ગણાવે છે.

સોનિયાનું કહેવું છે કે સરકારે કાનૂની પ્રક્રિયા અને નિયમોની અવગણના કરી અને સામાજિક અસરની તપાસમાં ખામીઓ રહી છે. પરંતુ તેઓ એ નથી જણાવતાં કે આ પ્રોજેક્ટને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પર્યાવરણ મંત્રાલયની હાઈપાવર્ડ કમિટી અને નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટે મંજૂરી આપી છે. NCSCMની જમીની તપાસમાં જાણવા મળ્યું કે પ્રોજેક્ટનો વિસ્તાર CRZ 1Bમાં છે, જ્યાં બંદર બનાવવું કાયદેસર છે, નહીં કે CRZ 1Aમાં, જ્યાં બાંધકામ થઈ શકે નહીં. આ નિયમો તોડવા જેવું નથી, પરંતુ ખરેખર તો નિયમોનું પાલન છે.

સોનિયા ગાંધીએ જંગલ કાપવાની ભરપાઈ માટે વૃક્ષારોપણને ‘પર્યાવરણ અને માનવતાનો ભયંકર વિનાશ’ ગણાવ્યું. પરંતુ તેઓ એ નથી જણાવતાં કે આ વન સંરક્ષણ કાયદા હેઠળ જરૂરી છે અને તેનું કડક નિરીક્ષણ થાય છે. આને સંપૂર્ણપણે નકારવું એ તે નિયમોની અવગણના કરવા બરાબર છે, જેને ભારત અને સોનિયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારોએ દાયકાઓ સુધી માન્ય રાખ્યા હતા.

સોનિયા ગાંધી એ હકીકત છુપાવે છે કે ભારતનો 25% કાર્ગો વિદેશી બંદરોના માધ્યમથી પસાર થાય છે, જેમાં ચીન દ્વારા નિર્મિત કોલંબોનું ટર્મિનલ પણ સામેલ છે, જે ભારતનો 40% વેપાર સંભાળે છે. તેઓ એ પણ નથી કહેતાં કે ગલાથિયા ખાડીની 18-20 મીટરની ઊંડાઈ અને પૂર્વ-પશ્ચિમ શિપિંગ માર્ગ પર તેનું સ્થાન ભારતને સિંગાપોર જેવું ટ્રાન્સશિપમેન્ટ હબ બનાવવાનો સદીમાં એકવાર મળતો અવસર આપે છે. આથી આપણે બેઇજિંગ સાથે જોડાયેલા બંદરો પરની નિર્ભરતા ખતમ કરી શકીએ. પરંતુ કોંગ્રેસ માટે આ રણનીતિક મુદ્દો જાણે અસ્તિત્વમાં જ નથી.

આ કોંગ્રેસની જૂની રીત છે. અગાઉ પણ કોંગ્રેસ સરકારોએ અંદમાન-નિકોબારમાં એરબેઝ, રડાર અને બંદરોના વિસ્તરણને પર્યાવરણનું બહાનું આપીને રોક્યાં હતાં. પરિણામ? આ ટાપુઓ રણનીતિક અને આર્થિક રીતે પછાત રહી ગયા. સોનિયાનો લેખ એ જ જૂની ચાલનો નવો ભાગ છે, જેમાં પર્યાવરણનો ડર બતાવીને મોટા પરિવર્તનના પ્રોજેક્ટને રોકવામાં આવે છે.

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની વાસ્તવિકતા

વર્ષ 2024માં નરેન્દ્ર મોદી સરકારે ગલાથિયા બેને ‘મુખ્ય બંદર’ જાહેર કર્યું હતું. ₹44,000 કરોડનો આ પ્રોજેક્ટ શિપિંગ, બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ બનશે અને તેને કેન્દ્ર તરફથી ભંડોળ મળશે. આ ચાર તબક્કામાં બનશે. પ્રથમ તબક્કો 2028 સુધીમાં પૂર્ણ થશે, જે 40 લાખ TEU (કન્ટેનર) સંભાળશે. 2058 સુધી આ બંદર 1.6 કરોડ TEU સુધી સંભાળી શકશે. 

આ માત્ર એક બંદર બનાવવાની વાત નથી, પરંતુ ભારતની સમુદ્રી નબળાઈને સુધારવાનો અવસર છે. ભારતના પૂર્વીય કિનારાના મોટાભાગનાં બંદરોની ઊંડાઈ 8-12 મીટર છે, જે મોટાં જહાજો માટે ઓછી છે. વિશ્વનાં મોટાં બંદરો 12-20 મીટર ઊંડાં હોય છે, જે 1.65 લાખ ટનથી વધુના જહાજો સંભાળી શકે છે. આથી ભારતનો 25% કાર્ગો કોલંબો, સિંગાપોર અને ક્લેંગ જેવા વિદેશી બંદરો દ્વારા જાય છે. આથી દર વર્ષે ₹1,500 કરોડનું સીધું નુકસાન અને અર્થવ્યવસ્થાને ₹3,000-4,500 કરોડનો ફટકો પડે છે. 

ગલાથિયા બે 18-20 મીટરની કુદરતી ઊંડાઈ ધરાવે છે અને પૂર્વ-પશ્ચિમ સમુદ્રી માર્ગની નજીક તેનું સ્થાન છે. જેથી તે આ વિદેશી બંદરોનો વિકલ્પ બની શકે છે. રણનીતિક રીતે આ ભારતને બાંગ્લાદેશ અને મ્યાનમારના કાર્ગો માટે સિંગાપોર સાથે સ્પર્ધા કરવાની તાકાત આપે છે, જ્યાં હાલ 70%થી વધુ કાર્ગો વિદેશી બંદરો દ્વારા જાય છે.

રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ન પર મૌન

સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષાની વાતને સાવચેતીથી છુપાવી દીધી છે. ભારતનો 40%થી વધુ ટ્રાન્સશિપમેન્ટ કોલંબો દ્વારા થાય છે, જ્યાં ચીન એક ટર્મિનલ ચલાવે છે અને ત્યાં તેણે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. શ્રીલંકા બેઇજિંગના દેવામાં ડૂબતું જઈ રહ્યું છે અને ત્યાં ચીનનાં જાસૂસી જહાજો પણ ઊભાં રહે છે. આથી ભારતની નબળાઈ સ્પષ્ટ દેખાય છે. આવા સમયે ગલાથિયા બેનો વિરોધ કરવો એ પર્યાવરણની ચિંતા નહીં, પરંતુ રણનીતિક ભૂલ છે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે ‘શોમ્પેન અને નિકોબારી આદિવાસીઓનું અસ્તિત્વ દાવ પર છે’ અને ‘ભારતની આવનારી પેઢીઓ આ મોટા પાયેનો વિનાશ સહન નહીં કરી શકે.’ પરંતુ સત્ય તેનાથી વિપરીત છે: ભારત હવે વિદેશી બંદરો અને ચીનના વર્ચસ્વનું બંધક બનીને રહે તે યોગ્ય નથી. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર્યાવરણને નષ્ટ કરવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતને સમુદ્રી શક્તિ બનાવવાનો પ્રોજેક્ટ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં