Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણ500 વર્ષ બાદ જન્મભૂમિ પર રામ મંદિર, 500 વર્ષ બાદ પાવાગઢમાં ધર્મધ્વજા:...

    500 વર્ષ બાદ જન્મભૂમિ પર રામ મંદિર, 500 વર્ષ બાદ પાવાગઢમાં ધર્મધ્વજા: કાશીથી કામાખ્યા સુધી પીએમ મોદીએ જગાવ્યો ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ’નો ગૌરવબોધ

    એક દાયકાના કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ ભારતના સાંસ્કૃતિક આત્માને ફરીથી દેશના કેન્દ્રમાં લાવી દીધો છે. તેમના નેતૃત્વથી સામૂહિક ચેતનાનો ઉદય થયો છે, ધર્મસ્થળો ભવ્ય અને દિવ્ય બન્યાં છે.

    - Advertisement -

    17 સપ્ટેમ્બર 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ તેમણે અર્થવ્યવસ્થા, વિદેશ નીતિ અને રાજનીતિના ક્ષેત્રે ઘણા મોટા નિર્ણયો લીધા છે, પરંતુ તેમના કાર્યકાળનું એક મહત્ત્વનું પાસું ધાર્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણ પણ રહ્યું છે.

    પાંચ સદીઓની લાંબી રાહ જોયા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ થયું, તો પાવાગઢની ટેકરીઓ પર પાંચ સદીઓ બાદ ફરી ધર્મધ્વજા લહેરાઈ. આ ઘટનાઓએ હિંદુ હોવાનો ગર્વ અને આત્મસન્માન ફરી જગાડ્યાં છે.

    કાશી વિશ્વનાથ ધામનું નવનિર્માણ, ઉજ્જૈનમાં મહાકાલ લોકની રચના અને આસામના કામાખ્યા શક્તિપીઠનો વિકાસ જેવા કાર્યોએ આસ્થાનાં આ કેન્દ્રોને નવી ઓળખ આપી છે. આ સ્થળોની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા ઘણી ગણી વધી છે.

    - Advertisement -

    જ્યારે PM મોદીએ પાવાગઢમાં લહેરાવી ધર્મધ્વજા

    રામ મંદિરના સંઘર્ષની કથા તો ઘણાને ખબર છે, પણ પાવાગઢના મહાકાળી માતાના મંદિર માટેનો સંઘર્ષ પણ ઓછો નહોતો. 15મી સદીમાં મહમૂદ બેગડા નામના સુલતાને આ મંદિર પર હુમલો કર્યો હતો. ગુજરાતનો છઠ્ઠો સુલતાન મહમૂદ શાહ પ્રથમ, જે માત્ર 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો, તેણે 52 વર્ષ સુધી ગુજરાત પર રાજ કર્યું.

    1459થી 1511 દરમિયાન ઘણીવાર તેનું ખૂંખાર સ્વરૂપ દેખાયું. તે રાજ્યો જીતવા યુદ્ધો લડતો અને જીત્યા બાદ રાજાઓને ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરતો. જે રાજા ઇનકાર કરે એનો જીવ લઈ લેતો. જૂનાગઢ અને પાવાગઢ પર તેણે ઝડપથી કબજો કરી લીધો હતો.

    ત્યારબાદ તેણે મહાકાળીનું મંદિર અને દ્વારકા મંદિર તોડી પાડ્યાં. હિંદુ મંદિરો પરના હુમલાઓનો તેનો હેતુ સ્પષ્ટ હતો– હિંદુઓની તેમના દેવી-દેવતાઓ પ્રત્યેની આસ્થા તોડવી અને તેમને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરવા.

    પાવાગઢના મંદિરની પૌરાણિક મહત્તા

    15મી સદીમાં ઇસ્લામિક સુલતાને જે પાવાગઢના મહાકાળી મંદિરને નિશાન બનાવ્યું હતું તેના વિશે એવી માન્યતા છે કે અહીં ઋષિ વિશ્વામિત્રે માતા કાળીની કઠોર તપસ્યા કરી હતી. એટલું જ નહીં, ભગવાન શ્રીરામ અને માતા સીતાના પુત્રોએ પણ આ સ્થળે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

    આ પ્રાચીન મંદિરના શિખરને તોડીને સુલતાને ત્યાં દરગાહ બનાવડાવી હતી. પરંતુ આજે, 500 વર્ષ બાદ, ત્યાં ફરીથી માતા કાળીનું ભવ્ય મંદિર ઊભું થયું છે. 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન મોદીએ અહીં ધર્મધ્વજ ફરકાવ્યો, જે એક ઐતિહાસિક ક્ષણ હતી.

    ગુજરાતથી કેદારનાથ સુધી આધ્યાત્મનો ઉદય

    મોદી સરકારે ઉત્તરાખંડના ચારધામ મહામાર્ગ પ્રોજેક્ટ દ્વારા કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીને દરેક ઋતુમાં રસ્તા દ્વારા જોડવાની મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. 2013ની આપદા બાદ કેદારનાથ ધામનું પુનર્નિર્માણ પણ મોદીની પ્રાથમિકતાઓમાં રહ્યું છે. ધારા 370 હટાવ્યા બાદ શ્રીનગરના શંકરાચાર્ય મંદિર અને ઘાટીના અન્ય પ્રાચીન મંદિરો તેમજ શક્તિપીઠોનો પુનર્વિકાસ શરૂ થયો છે.

    મોદી સરકારે યુનિવર્સિટીઓ અને IITsમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) શરૂ કરી, જેના દ્વારા વેદ, ઉપનિષદ, યોગ અને આયુર્વેદને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા. અયોધ્યા, ચિત્રકૂટ, હંપી, કુરુક્ષેત્ર જેવા ‘રામાયણ અને PM મોદી’ કેન્દ્રો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે.

    એક દાયકાના કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ ભારતના સાંસ્કૃતિક આત્માને ફરીથી દેશના કેન્દ્રમાં લાવી દીધો છે. તેમના નેતૃત્વથી સામૂહિક ચેતનાનો ઉદય થયો છે, ધર્મસ્થળો ભવ્ય અને દિવ્ય બન્યાં છે. મોદી માત્ર વડા પ્રધાન નથી, પરંતુ એવા વ્યક્તિ છે જેમણે ‘ગર્વથી કહો, અમે હિંદુ છીએ’ની ભાવનાને નવો આત્મવિશ્વાસ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં