Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં ખર્ચ થયા ₹27000 કરોડ': મમતા બેનર્જીની પાર્ટીના સાંસદે મસમોટી...

    ‘યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં ખર્ચ થયા ₹27000 કરોડ’: મમતા બેનર્જીની પાર્ટીના સાંસદે મસમોટી પોસ્ટ કરીને ફેલાવ્યું જુઠ્ઠાણું, જાણીએ વાસ્તવિકતા

    યશોભૂમિના કન્વેન્શન સેન્ટરના નામે સાકેત ગોખલેએ કરેલા દાવાનું ફેક્ટચેક કરતી વખતે ઑપઇન્ડિયાને પ્રેસ ઇન્ફોર્મેશન (PIB)ની વેબસાઈટ પર 'યશોભૂમિ'ના નિર્માણ સાથે જોડાયેલી માહિતી મળી હતી. જ્યાં અમને જાણવા મળ્યું હતું કે સાકેત ગોખલેએ કરેલો દાવો સાવ પાયાવિહોણો છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2023ના રોજ ભવ્ય ‘યશોભૂમિ’ ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. જેને લઈને ફેક ન્યુઝ ફેલાવવા બદલ જેલના સળિયા ગણી ચુકેલા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે તેને બનાવવા પાછળ સરકારે ₹27,000 કરોડ ખર્ચ કર્યા છે. ઑપઇન્ડિયાએ ગોખલેએ યશોભૂમિના કન્વેન્શન સેન્ટરના નામે ફેલાવેલા જુઠ્ઠાણાનું ફેક્ટ-ચેક કર્યું છે.

    મમતા બેનર્જીના સાંસદ સાકેત ગોખલેએ X (પહેલાનું ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે દિલ્હીના દ્વારકામાં બનેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એન્ડ એક્સ્પો સેન્ટર (IICC)નું ઉદ્ઘાટન કર્યું. આ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં ₹27,000 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.

    આ પોસ્ટમાં સાકેત ગોખલેએ યશોભૂમિ બનાવવામાં લાગેલી કુલ રકમની તુલના અન્ય કામોના ખર્ચ સાથે કરી છે. તેમણે લખ્યું કે નવા સંસદ ભવનના નિર્માણમાં ₹862 કરોડનો ખર્ચ આવ્યો છે. આખા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ખર્ચ ₹20,000 કરોડ આવ્યો છે. G20 માટે કેન્દ્ર સરકારનું બજેટ ₹990 કરોડ હતું. આ હિસાબે કન્વેન્શન સેન્ટરનો કુલ ખર્ચ નવા સંસદ ભવન કરતાં 3000% વધુ છે. જ્યારે આખા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કરતાં ₹7,000 કરોડ વધુ છે. આ ખર્ચમાં 2025 સુધી દર વર્ષે G20 આયોજિત કરવામાં આવે તોપણ થઈ જાય.

    - Advertisement -

    સાકેત ગોખલેએ તેવો પણ સવાલ કર્યો હતો કે જયારે G20 માટે ‘ભારત મંડપમ’ બનાવવામાં આવ્યો છે તો પછી કન્વેન્શન સેન્ટર શા માટે બનાવવામાં આવી રહ્યું છે? આટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે ₹27000 કરોડના ખર્ચમાં પીએમ મોદી અને ભાજપ દ્વારા 2024ની ચૂંટણી માટે રૂપિયાની ઉચાપત કરી છે, જેની તપાસ કરાવવાની તેઓ માંગ કરે છે.

    શું છે સત્ય?

    યશોભૂમિના કન્વેન્શન સેન્ટરના નામે સાકેત ગોખલેએ કરેલા દાવાનું ફેક્ટ-ચેક કરતી વખતે ઑપઇન્ડિયાને પ્રેસ ઇન્ફોર્મેશન (PIB)ની વેબસાઈટ પર ‘યશોભૂમિ’ના નિર્માણ સાથે જોડાયેલી માહિતી મળી હતી. જ્યાં પ્રાપ્ત માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે સાકેત ગોખલેએ કરેલો દાવો સાવ પાયાવિહોણો છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ જે કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે, તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એન્ડ એક્સ્પો સેંટર (યશોભૂમિ)નો જ એક ભાગ છે. કન્વેન્શન સેન્ટરને બનાવવા પાછળ ₹27,000 કરોડ નહીં, પરંતુ ₹5400 કરોડનો ખર્ચ આવ્યો છે.

    સાથે જ આ આખા પ્રોજેક્ટનો ખર્ચ ₹25,000 કરોડ છે. પીએમ મોદીએ માત્ર તેના પ્રથમ તબક્કા હેઠળ બનેલા કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે આખા પ્રોજેક્ટનું નહીં. આ સમગ્ર પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. સમગ્ર પ્રોજેક્ટ 8.90 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલો છે. સાથે જ કન્સ્ટ્રક્શન એરિયા 1.80 લાખ વર્ગ મીટર હશે.

    આ કન્વેન્શન સેન્ટરનો ઉપયોગ વિશ્વકક્ષાની બેઠકો, સંમેલનો અને પ્રદર્શનીઓ માટે કરવામાં આવશે. તેમાં 15 કન્વેન્શન સેન્ટર અને 11,000 લોકોની ક્ષમતાવાળા 13 મીટિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આ કન્વેન્શન સેન્ટરને 73,000 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ઓડિટોરિયમ અને ગ્રાન્ડ બોલરૂમ પણ છે. જ્યારે યશોભૂમિનું તમામ તબક્કાનું કામ પૂર્ણ થઇ જશે ત્યારે તે એશિયાનું સહુથી મોટું કન્વેન્શન સેન્ટર બની જશે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત જે ‘ભારત મંડપમ’માં G20નું આયોજન કરવામાં આવ્યું હતું, તેના કરતા તે બે ગણું મોટું હશે. આ આખા પ્રોજેક્ટને ₹25,703 કરોડના ખર્ચ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના પ્રથમ ચરણના કામમાં 5400 કરોડનો ખર્ચ આવ્યો છે.

    તેમાં 2 એક્ઝિબિશન હોલ પણ છે. તેના પ્લેનરી હોલની બેઠક ક્ષમતા 6,000 લોકોની છે. આ સાથે જ તે ભારતની સૌથી અત્યાધુનિક ઓટોમેટેડ સીટિંગ સિસ્ટમથી પણ સજ્જ હશે. દિવાલો પર બનેલા પેનલ્સ પણ ખાસ આકર્ષણો હશે. દ્વારકા સેક્ટર 25માં એક નવા મેટ્રો સ્ટેશનનું પણ ઉદઘાટન કરવામાં આવશે, જે ‘યશોભૂમિ’ તરીકે જ ઓળખાશે.

    યશોભૂમિમાં મીડિયા રૂમ, VVIP લોન્જ, અત્યાધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુચના કેન્દ્ર ઉપરાંત ટીકીટ કાઉન્ટર પણ હશે. આ કન્વેન્શન સેન્ટરમાં 2500 પ્રતિનિધિઓ એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટર 8 માળનું હશે, તેના થોડા જ અંતરે 5 સ્ટાર હોટેલ્સ પણ આવેલી છે. આ આખું સેન્ટર 221.27 એકરમાં ફેલાયેલું છે.

    કોણ છે સાકેત ગોખલે?

    સાકેત ગોખલે સ્વઘોષિત પત્રકાર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ છે. મમતા બેનર્જીએ તેમને પોતાની પાર્ટી TMC તરફથી રાજ્યસભામાં મોકલ્યા છે. સાકેત ગોખલેને ‘જુઠ્ઠાણું ફેલાવવાનું મશીન’ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. આ પહેલાં પણ તેઓ અનેકવાર જુઠ્ઠાણું ફેલાવતાં પકડાઈ ચૂક્યા છે. અગાઉ મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને પણ તેમણે જુઠ્ઠાનું ફેલાવ્યું હતું, જેનું ઑપઇન્ડિયાએ ફેક્ટચેક પણ કર્યું હતું.

    ગોખલેએ એક નકલી સમાચાર અહેવાલ શૅર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2022માં ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માત પછી આયોજિત પીએમ મોદીની મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ નકલી સાબિત થયો અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં