Friday, October 11, 2024
More
    હોમપેજદેશવિશ્વનો સૌથી મોટો પ્રદર્શન હોલ, 11 હજાર લોકો માટે વ્યવસ્થા: 'ભારત મંડપમ'થી...

    વિશ્વનો સૌથી મોટો પ્રદર્શન હોલ, 11 હજાર લોકો માટે વ્યવસ્થા: ‘ભારત મંડપમ’થી પણ મોટું કન્વેન્શન સેન્ટર ‘યશોભૂમિ’ બનીને તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ

    8.9 લાખ ચોરસ મીટરથી વધુના પ્રોજેક્ટ એરિયામાં ફેલાયેલો અને 1.8 લાખ ચોરસ મીટરથી વધુના નિર્મિત વિસ્તારમાં તે વિશ્વની સૌથી મોટી MICE (મિટિંગ, ઈંસેંટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાંનો એક હશે.

    - Advertisement -

    ભારત દ્વારા G20 સમિટ માટે ભારત મંડપમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્થળ દેશભરમાં જ નહીં પણ વિદેશોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેવામાં હવે દિલ્હી ખાતે આ ‘ભારત મંડપમ’થી પણ મોટા કન્વેન્શન સેન્ટરનું નિર્માણ થયું છે. જેનું નામ ‘યશોભૂમિ’ રાખવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે નવા બનેલા ‘યશોભૂમિ’ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કરશે. આ કન્વેન્શન સેન્ટરને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે લગભગ 6000 લોકો બેસી શકશે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર, દિલ્હીના દ્વારકામાં નિર્માણ પામેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર (IICC)નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ કન્વેન્શન સેન્ટરનું યશોભૂમિ નામ રાખવામાં આવ્યું છે. PM મોદી 17 સપ્ટેમ્બરે તેનું લોકાર્પણ કરશે. સેન્ટરના પહેલા તબક્કાનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. ‘યશોભૂમિ’ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ દુનિયાની સૌથી મોટી MICE (મિટિંગ, ઈંસેંટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં પોતાનું સ્થાન બનાવશે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં મિટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનું PM મોદીનું વિઝન છે. તેમણે વધુમાં જણાવ્યું કે દ્વારકાની યશોભૂમિ આ વિઝનને પ્રોત્સાહન અપાશે. 8.9 લાખ ચોરસ મીટરથી વધુના પ્રોજેક્ટ એરિયામાં ફેલાયેલો અને 1.8 લાખ ચોરસ મીટરથી વધુના નિર્મિત વિસ્તારમાં તે વિશ્વની સૌથી મોટી MICE (મિટિંગ, ઈંસેંટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાંનો એક હશે.

    શું હશે વિશેષતા?

    • 73 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ સંમેલન કેન્દ્રમાં મુખ્ય સભાગૃહ, ભવ્ય બોલરૂમ અને 13 મિટિંગ હોલ સહિત 15 કન્વેન્શન હોલનો સમાવેશ થાય છે. જેની કુલ ક્ષમતા 11,000 પ્રતિનિધિઓની છે. કન્વેન્શન સેન્ટરમાં દેશની સૌથી મોટી LED સ્ક્રીન લગાવવામાં આવશે.
    • કન્વેન્શન સેન્ટરના મુખ્ય સભાગૃહમાં અંદાજે 6,000 મહેમાનોની બેઠક વ્યવસ્થા છે. ઓડિટોરિયમમાં લાકડાના ફ્લોરિંગ હશે. ઓટોમેટિક ખુરશીઓ પણ લગાવવામાં આવશે. આ સાથે ઓડિટોરિયમની દીવાલો પર સાઉન્ડ પેનલ લગાવવામાં આવશે, જે મુલાકાતીઓને વિશ્વસ્તરીય અનુભવ કરાવશે.
    • કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય બોલરૂમ હશે, જે એક સમયે 2,500 મહેમાનોને સમાવી શકશે. એક મોટો ઓપન એરિયા પણ હશે, જેમાં 500 લોકો આરામથી બેસી શકશે. આઠ માળમાં ફેલાયેલા 13 મિટિંગ હોલમાં વિવિધ સ્તરની મિટિંગોનું આયોજન કરી શકશે.
    • યશોભૂમિ વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન હોલમાંનો એક હશે. 1.7 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાઓ અને બિઝનેસ ઇવેન્ટ્સ યોજવા માટે કરવામાં આવશે.
    • તાંબાની છત સાથે અનન્ય ડિઝાઇન હશે. તેમાં સ્કાયલાઇટ્સ દ્વારા પ્રકાશ આવશે. આ લોનોમાં મીડિયારૂમ, VVIP લાઉન્જ, ક્લોક સુવિધાઓ, મુલાકાતી માહિતી કેન્દ્ર, ટિકટીંગ જેવા વિવિધ સહાયતા ક્ષેત્ર હશે.
    • તેમાં ટેરાઝો ફ્લોર, પિત્તળના જડતર અને રંગોળી પેટર્નના રૂપમાં ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત સામગ્રી અને વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ઇકો સાઉન્ડને નિયંત્રણમાં રાખવા માટે ઉપકરણો પણ મૂકવામાં આવશે. ચમકતી દીવાલો આકર્ષણનું કેન્દ્ર બનશે. યશોભૂમિમાં 100% વેસ્ટ વોટર રીયુઝ, વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પેનલ સાથે અત્યાધુનિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
    • દ્વારકા સેક્ટર 25માં નવા મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સાથે તેને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે પણ જોડવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રો ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 90 કિમી/કલાકથી વધારીને 120 કિમી/ કલાક કરવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે. નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીની મુસાફરીમાં લગભગ 21 મિનિટનો સમય લાગશે.
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં