વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયરે’ (The Wire) પોતાની પરંપરા અનુસાર ફરી એક વખત ફેક ન્યુઝ (Fake News) ફેલાવ્યા છે. આ વખતે તેણે પશ્ચિમ બંગાળની (West Bengal) એક સામાન્ય ગુનાહિત ઘટનાને સાંપ્રદાયિક ચશ્માથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પશ્ચિમ બંગાળના બાંકુરાનો એક મુસ્લિમ ફેરિયો છરાથી ઘાયલ થયો હતો, પરંતુ ‘ધ વાયરે’ તે સમાચાર એવી રીતે રજૂ કર્યા કે જાણે કેટલાક હિંદુઓએ (Hindus) ફેરિયાને તેની મજહબી ઓળખના કારણે ટાર્ગેટ કર્યો અને ‘જય શ્રીરામ’ના નારા લગાવડાવ્યા.
ફેક ન્યુઝની શરૂઆત ‘ધ વાયર’ના એક રિપોર્ટથી થાય છે. વાયરે 8 સપ્ટેમ્બરના રોજ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. સમાચારના મથાળામાં જ તેણે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ હૉકર પર છરાથી હુમલો થયો છે અને હુમલાખોરોએ તેના પર ‘જય શ્રીરામ’ બોલવાને લઈને દબાણ ઊભું કર્યું છે. વધુમાં, રિપોર્ટમાં પણ ફરિયાદીને ટાંકીને આવો જ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં 60 વર્ષીય મુસ્લિમ ફેરિયાને ત્રણ હિંદુઓએ ઘેરી લીધો અને તેના ગળા અને પેટ પર છરાના ઘા ઝીંકી દીધા. વધુમાં દાવો કરવામાં આવ્યો કે, આરોપીઓએ તેના પર ‘જય શ્રીરામ’ના નારા લગાવવાનું દબાણ કર્યું અને તેના આખા સમુદાયને પણ ગાળો આપી. ફરિયાદીની ઓળખ દર્શાવતા ‘ધ વાયરે’ કહ્યું કે, તેનું નામ મેમુર અલી મંડલ છે અને બાંકુરાના એંટા પોલીસ સ્ટેશન વિસ્તારના પુનિશોલ ગામમાં રહે છે.
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, હુમલો થયા બાદ પણ હિંદુઓએ ફરિયાદીને ધમકી આપતાં કહ્યું હતું કે, જો બાંકુરા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે ગયો તો તેને જાનથી મારી નાખવામાં આવશે. તે સિવાય ‘ધ વાયરે’ જ્ઞાન આપવાની સાથે મુસ્લિમોને ઉશ્કેરાવાનો પ્રયાસ કરતાં કહ્યું છે કે, “આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. બાંકુરામાં આવી હિંસા કેમ ભડકી? વાતાવરણને ઝેરીલું બનાવવા માટે કોણ જવાબદાર?”
શું છે હકીકત?
સમાચાર વાયરલ થયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસે પણ આ ઘટનાને લઈને સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બાંકુરા પોલીસે પોસ્ટ કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે અને સાંપ્રદાયિક એંગલને નકારી કાઢ્યો છે. પોલીસે કહ્યું છે કે, બાંકુરાની એક ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ્સ જોવા મળી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પુનિશોલના એક ફેરિયાને બાંકુરા શહેરમાં ધારદાર હથિયારની ઘાયલ કરવામાં આવ્યો અને બળજબરીથીપૂર્વક તેની પાસે ધાર્મિક નારા લગાવવામાં આવ્યા.
It has come to notice that some social media handles have posted that a hawker from Punisole was assaulted yesterday in Bankura town by someone and forced to chant religious slogans, portraying it as a communal incident. This is factually incorrect and misleading.
— Bankura Police (@spbankura) September 7, 2025
Facts are that…
પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ તમામ પોસ્ટ્સ અને સમાચાર સંપૂર્ણપણે ખોટાં અને ભ્રામક છે. વાસ્તવિક ઘટના વિશે જણાવતા પોલીસે કહ્યું કે, 6 સપ્ટેમ્બરના રોજ બપોરે એંટા પોલીસ સ્ટેશનના પુનિશોલ નિવાસી ફેરિયા પાસેથી બાંકુરા શહેરમાં એક નશાખોર માણસે 200 રૂપિયાની માંગણી કરી હતી. ફેરિયાએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો તો તે વ્યક્તિએ છરાથી તેના પર હુમલો કરી દીધો.
પોલીસે ઉમેર્યું કે, બાંકુરા પોલીસ સ્ટેશન અને એંટા પોલીસ સ્ટેશનની ટીમે તરત કાર્યવાહી હાથ ધરીને આરોપીની ઓળખ કરી લીધી હતી અને એક કલાકમાં તેની ધરપકડ પણ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે ફરી કહ્યું કે, પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ ઘટના સંપૂર્ણપણે ગુનાહિત પ્રકૃતિ છે, સાંપ્રદાયિક નથી. પીડિતને ધાર્મિક નારા લગાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના આરોપો પાયાવિહોણાં છે.


