Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશ'કાવડિયાઓએ તોડી પોલીસની ગાડી': વિડીયો બતાવીને 'યોગ્ય સારવાર'ની વાત કરી રહી છે...

    ‘કાવડિયાઓએ તોડી પોલીસની ગાડી’: વિડીયો બતાવીને ‘યોગ્ય સારવાર’ની વાત કરી રહી છે ઇસ્લામિક ગેંગ, જાણો કઈ રીતે પીડિત શિવભક્તોને જ બનાવવામાં આવ્યા ગુનેગાર

    ઑપઇન્ડિયાએ આ ઘટનાની ગ્રાઉન્ડ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ મામલો ગાઝિયાબાદના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સ્ટેશન ઈન્ચાર્જ શૈલેન્દ્ર તોમરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જે વાહનમાં તોડફોડ કરવામાં આવી તે પોલીસ વિભાગનું નથી. ક્ષતિગ્રસ્ત મહિન્દ્રા બોલેરો વાહન ગાઝિયાબાદના જ લોની રહેવાસી એક પ્રાઇવેટ વ્યક્તિનું છે.

    - Advertisement -

    વર્ષ 2024માં કાવડ યાત્રા શરૂ થાય તે પહેલાં જ તેની વિરુદ્ધ દુષ્પ્રચારનું એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન થતા દરેક વિવાદને એકતરફી માહિતી સાથે અતિશયોક્તિભર્યા સ્વરૂપમાં રજૂ કરવાનું એક ચોક્કસ ટોળકી દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે. તાજેતરનો કિસ્સો ગાઝિયાબાદ જિલ્લાનો છે. જ્યાં કેટલાક કાવડયાત્રીઓએ પોલીસ સ્ટીકર અને હૂટર લગાવેલા એક વાહનમાં તોડફોડ કરી હોવાના સમાચાર ચાલી રહ્યા છે. મોહમ્મદ ઝુબૈર જેવા અફવાબાજ દ્વારા રજૂ કરવામાં આવેલા આ સમાચારની ઑપઇન્ડિયાએ જમીની સ્તરે તપાસ કરી છે.

    વારંવાર ભ્રામક અને હિંદુ વિરોધી સમાચાર શેર કરવા માટે કુખ્યાત કથિત પત્રકાર ઝાકિર અલી ત્યાગીએ સોમવારે (29 જુલાઈ, 2024) કેટલાક ફોટો સાથે 45 સેકન્ડનો વિડીયો શેર કર્યો હતો. તેણે પોતાના ‘X’ હેન્ડલ પર લખ્યું, “ગાઝિયાબાદના દુહાઈમાં પોલીસની ગાડી ભૂલથી કાવડિયાઓની લેનમાં ઘૂસી ગઈ. કાવડિયાઓને ગુસ્સો આવ્યો અને તેમણે ગાડીમાં ઘણી તોડફોડ કરી, ગાડીને પલટી પણ નાખી. પોલીસની ગાડીનું હૂટર વાગતું રહ્યું કે કાવડિયાઓ ડરી જશે, પરંતુ એવું થયું નહીં. કારણ કે કહેવત છે ને કે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.”

    ઝાકિર અલી ત્યાગીએ કાવડયાત્રીઓને ઉપદ્રવીઓ, પથ્થરબાજો અને લાઠીઓ વરસાવનારા તરીકે સંબોધ્યા અને પોલીસ પાસે તેમની ‘યોગ્ય સારવાર’ કરવાની માંગ કરી. આ જ વિડીયો ઝાકિર અલીના સાથી વસીમ અકરમ ત્યાગીએ પણ શેર કર્યો છે. તેમણે DGP ઉત્તર પ્રદેશ પાસે કાવડયાત્રીઓ પર બુલડોઝર ચલાવીને તેમની પાસેથી પૈસા વસૂલવાની પણ માંગ કરી છે.

    - Advertisement -
    ફોટો: X/@WasimAkramTyagi

    સચિન ગુપ્તા અને મમતા ત્રિપાઠીએ પણ પોતાના X હેન્ડલ પરથી આ વાહનને પોલીસ વાહન તરીકે વર્ણવ્યું છે. મમતા ત્રિપાઠીએ તો યોગી આદિત્યનાથે કાવડયાત્રીઓને શીખવવામાં આવેલા શિસ્તના પાઠનો પણ ઉલ્લેખ કર્યો છે. સચિન ગુપ્તાએ પોતાની આ પોસ્ટને પિન પણ કરી દીધી છે.

    ફોટો: X પોસ્ટ SS

    ફેક્ટચેકના નામે મઝહબી એજન્ડા ચલાવી રહેલો મોહમ્મદ ઝુબૈર પણ આમાં પાછળ નથી રહ્યો. તેણે પણ વાહનને પોલીસનું વાહન ગણાવીને પોતાના X હેન્ડલ પર ભ્રામક માહિતી આપી છે. જોકે, તે અવારનવાર ભ્રામક માહિતી આપવા માટે પહેલાંથી જ કુખ્યાત છે.

    ફોટો: X પોસ્ટ SS

    ગાડી પોલીસની નહીં, સ્ટીકર ગેરકાયદેસર

    જ્યારે ઑપઇન્ડિયાએ આ ઘટનાની ગ્રાઉન્ડ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ મામલો ગાઝિયાબાદના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સ્ટેશન ઈન્ચાર્જ શૈલેન્દ્ર તોમરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જે વાહનમાં તોડફોડ કરવામાં આવી તે પોલીસ વિભાગનું નથી. ક્ષતિગ્રસ્ત મહિન્દ્રા બોલેરો વાહન ગાઝિયાબાદના જ લોની રહેવાસી એક પ્રાઇવેટ વ્યક્તિનું છે. હાલમાં આ વાહન વીજ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર લગાવવામાં આવ્યું છે, જેને પોલીસ સ્ટીકર લગાવવાનો અધિકાર ન હતો. એટલે પોલીસના લગાવેલા સ્ટીકર પણ ગેરકાયદેસર હતા.

    અનધિકૃત રીતે ઘૂસીને કાવડયાત્રીઓને મારી ઠોકર

    પોલીસ સુત્રો પાસેથી ઑપઇન્ડિયાને મળેલી માહિતી અનુસાર, પોલીસના સ્ટીકરો અને હૂટર સાથેનું વાહન મુરાદનગર પાસે બેરીકેટ ઓળંગીને અનધિકૃત રીતે કાવડ રોડ પર ઘુસ્યું હતું. વાહનમાં એક ડ્રાઈવર હાજર હતો જે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. વાહન જે વિસ્તારમાં ચલાવાઈ રહ્યું હતું તે વિસ્તાર કાવડયાત્રીઓ માટે અનામત હતો. લગભગ 6-7 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, આ વાહને મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાવડયાત્રીને ટક્કર મારી હતી. ટક્કરને કારણે કાવડયાત્રીને સામાન્ય ઈજા થઈ હતી. તેનાથી સાથે ચાલી રહેલા અન્ય કાવડયાત્રીઓ ગુસ્સે ભરાયા હતા.

    માફી માંગવાની જગ્યાએ બતાવી રહ્યો હતો પાવર

    ઘટનાસ્થળ પર હાજર કેટલાક સ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, કાવડયાત્રી (ભોલે)ને ટક્કર માર્યા બાદ આરોપી ડ્રાઇવર અવનીશ ત્યાગીએ માફી માંગવાને બદલે કાવડયાત્રીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે હૂટર વગાડીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. કાવડ ખંડિત થયું હોવાનો આરોપ લગાવીને પહેલાંથી જ ગુસ્સે ભરાયેલા કાવડયાત્રીઓને આ દરમિયાન જ ખબર પડી હતી કે વાહન પોલીસનું નથી પરંતુ હૂટર અને સ્ટીકરનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રોષે ભરાયેલા કાવડયાત્રીઓએ પોલીસ સ્ટીકરના તે વાહનમાં તોડફોડ શરૂ કરી હતી.

    ડ્રાઈવર કસ્ટડીમાં, કાયદેસરની કાર્યવાહી ચાલુ

    સ્ટેશન ઈન્ચાર્જ શૈલેન્દ્ર તોમરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ડ્રાઇવરની મેડિકલ તપાસ વગેરે પણ કરવામાં આવી રહી છે. આ કેસમાં વિડીયો ફૂટેજ વગેરેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કાવડ યાત્રા રાબેતા મુજબ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે આરોપી ડ્રાઈવર અંગત કામ માટે વાહનનો ઉપયોગ કરી રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સાથે વાહન સંબંધિત વિભાગને પણ આ વિશેની માહિતી મોકલવામાં આવી છે.

    ઑપઇન્ડિયાએ વાહનચાલકનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાથી સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહીં. વાહન માલિકનો પક્ષ જાણ્યા બાદ આ લેખને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં