Tuesday, April 8, 2025
More
    હોમપેજરાજકારણપેટ્રોલ ડીઝલ પર સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારતા વિરોધીઓએ ફેલાવ્યું જૂઠાણું, કહ્યું- ગ્રાહકો...

    પેટ્રોલ ડીઝલ પર સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારતા વિરોધીઓએ ફેલાવ્યું જૂઠાણું, કહ્યું- ગ્રાહકો પર વધશે બોજ: પેટ્રોલિયમ મંત્રીની સ્પષ્ટતા- જનતાના ખિસ્સામાંથી નહીં કાઢવી પડે આ રકમ

    પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ પણ સ્પષ્ટતા કરી હતી કે, "હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં."

    - Advertisement -

    કેન્દ્ર સરકારે (Central Government) પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં (Petrol- Diesel Excise Duty) પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. આ માહિતી સામે આવતા જ સોશિયલ મીડિયા પર હાયતોબા મચાવવાનું શરૂ થઈ ગયું હતું. એવા ભ્રમ ફેલાવવાના શરૂ થયા કે ક્રુડ ઓઈલના ભાવ ઘટવા છતાં સરકારે ડ્યુટી વધારી જેના કારણે લોકોને લૂંટી શકાય. એવ પણ દાવા કરવામાં આવ્યા કે આ રકમનું વહન સામાન્ય નાગરિકોએ કરવું પડશે અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી જશે.

    આ ભાવધારાના દાવા કરતી પોસ્ટ એક યુઝરે કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “મોદીની ક્લાસિક ચાલ – લોકોને લૂંટો, વૈશ્વિક વલણોને દોષ આપો. ભાવ વધ્યા? દુનિયાને દોષ આપો. ભાવ ઘટ્યા? કર વધારો. સામાન્ય માણસ માટે કોઈ રાહત નથી. ફક્ત આર્થિક ગેરવહીવટ અને જનવિરોધી નીતિઓ!”

    બીજા એક યુઝરે ભારત અને ભૂટાનના ક્રુડ ઓઈલના ભાવની સરખામણી કરી હતી. જેમાં લખ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા. પરંતુ લાભ આપવાને બદલે, ભારત સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો, અને છૂટક ભાવો સમાન રાખ્યા. બધું શાંતિથી કરવામાં આવ્યું હતું, જેથી લોકો દિવસના અજવાળામાં લૂંટ પર સવાલ ન ઉઠાવે. આ શાસન નથી, આ શોષણ છે.”

    - Advertisement -

    અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઐતિહાસિક નીચલા સ્તરે છે. જ્યારે પણ ભાવ વધ્યા, ત્યારે સરકાર અને તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા. પરંતુ જ્યારે ભાવ ઘટે છે ત્યારે તેઓ તેનો લાભ લોકોને આપતા નથી.”

    આ બધામાં શિવસેના UBTના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ બાકાત નહોતા. તેમણે લખ્યું હતું કે, “કોઈએ વિચાર્યું હશે કે તેલના ભાવમાં ઘટાડો થવાથી ભારતીયોને થોડી રાહત અને ફાયદો થશે, પરંતુ ભારત સરકારે તેના બદલે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. અદ્ભુત છે ‘લૂટ લો જનતા કો’ મોડલ. જય હો મોદીજી.”

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ જ વહેતી ગંગામાં હાથ ધોયા હતા. તેમણે પણ પોસ્ટ કરતા લખ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરીને લોકોને ઈનામ આપ્યું છે! શું કર્ણાટક ભાજપ હવે દિલ્હીમાં પોતાના માસ્ટર્સ સામે વિરોધ કરશે? કે પછી આક્રોશ ફક્ત રાજ્ય સરકારને દોષ આપવા પૂરતો મર્યાદિત છે? દંભની કોઈ મર્યાદા નથી. આ બિલકુલ શરમજનક છે.”

    આ એકસાઈઝ ડ્યુટીને લઈને એવો ભ્રમ ફેલાવવાનો શરૂ થઈ ગયો હતો કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થશે. જોકે આ મામલે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે સ્પષ્ટતા આપી હતી. મિનિસ્ટ્રીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, “જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે આજે એક્સાઇઝ ડ્યુટીના દરમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં.”

    આ સિવાય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ પણ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ પર તાજેતરમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારાનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં. છૂટક ભાવવધારાની શક્યતા અંગેની ચિંતાઓને સંબોધતા તેમણે કહ્યું, “હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં.”

    પુરીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $60 પ્રતિ બેરલ થઈ ગયા છે. જોકે, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હાલમાં સરેરાશ $75 પ્રતિ બેરલના ભાવે સ્ટોક ધરાવે છે, કારણ કે તેઓ સામાન્ય રીતે 45 દિવસથી વધુ સમય માટે સ્ટોક રાખે છે. તેમણે કહ્યું કે, “જો ક્રૂડ ઓઇલના ભાવ $60-65ની આસપાસ સ્થિર થાય છે, તો OMC પાસે કિંમત નક્કી કરવા માટે સંભાવના હશે.”

    પ્રતિ લિટર ₹2નો વધારો

    એટલે કે જે એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે તે રકમનો બોજ સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે નહીં. આ રકમનું વહન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જ ઉઠાવશે. નોંધનીય છે કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹19.90થી વધીને ₹21.90 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹15.80થી વધીને ₹17.80 પ્રતિ લિટર કરવામાં આવી છે.

    એક્સાઈઝ ડ્યુટી ત્યારે વસૂલવામાં આવે છે જ્યારે રિફાઇનરીમાંથી ઇંધણ નીકળીને સીધું કેન્દ્ર સરકારની તિજોરીમાં જાય છે. રાજ્ય સરકારોને આમાંથી કંઈ મળતું નથી. એક્સાઇઝ ડ્યુટી એક નિશ્ચિત રકમ છે, જે દેશ માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં