કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠક પર હજારોની સંખ્યામાં વોટ ડિલીટ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો. ત્યારબાદ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોઈથી ઓનલાઇન વોટ ડિલીટ થઈ શકતા નથી અને તેની નિશ્ચિત પ્રક્રિયા હોય છે. આ મુદ્દે હવે કોંગ્રેસીઓ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવા માટે 2019ની એક પોસ્ટ લઈ આવ્યા છે.
ડિસેમ્બર 2019ની આ પોસ્ટના આધારે ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે કે સ્વયં ઈલેક્શન કમિશને 2019માં એક પોસ્ટથી કહ્યું હતું કે લોકો ઓનલાઇન વોટ ડિલીટ કરવા માટે ફોર્મ ભરી શકશે.
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ચૂંટણી પંચની 26 ડિસેમ્બર, 2019ની એક પોસ્ટનો સ્ક્રીનશૉટ શૅર કર્યો છે, જેમાં લખવામાં આવ્યું છે, ‘ફોર્મ 7 કેન બી ફાઇલ્ડ ઓનલાઇન.’ (ફોર્મ 7 ઓનલાઇન ભરી શકાશે). સુપ્રિયા કહે છે કે, ચૂંટણી પંચ કહે છે કે ઓનલાઇન કંઈ ન થઈ શકે તો આ પોસ્ટ શું છે?
Hey @ECISVEEP
— Supriya Shrinate (@SupriyaShrinate) September 18, 2025
You say online can’t be done – what on earth is this post then?
LIARS https://t.co/wwJArU5zMa pic.twitter.com/g7NANtP95U
અગાઉ પણ જુઠ્ઠાણાં ફેલાવવા માટે ચર્ચામાં આવી ચૂકેલા કેરળ કોંગ્રેસના હેન્ડલે પણ આ જ સ્ક્રીનશૉટ પોસ્ટ કરીને લખ્યું કે જો ચૂંટણી પંચ કહેતું હોય કે કોઈથી ઓનલાઇન વોટ ડિલીટ ન થઈ શકે તો આ ફેસબુક પોસ્ટમાં કેમ કહેવામાં આવ્યું છે કે લોકો વોટ ડિલીટ કરવા માટે ઓનલાઇન ફોર્મ 7 ભરી શકશે.
Dear @ECISVEEP,
— Congress Kerala (@INCKerala) September 18, 2025
What a bunch of clueless people you guys are. You say "No deletion of any vote can be done online by any member of the public".
Here is your FaceBook post in December 2019 asking people to object the inclusion or seek deletion of name from Electoral Roll.
Don't… https://t.co/yBHVeQN7GO pic.twitter.com/WrOLrxbpuu
સોશિયલ મીડિયા પર આવી બીજી પણ અનેક પોસ્ટ જોવા મળશે.
અહીં એ નોંધવું રહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ 7નો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરીને અરજી કરી શકે છે. તેની ઉપર ખરાઈની પ્રક્રિયા થાય છે, વેરિફિકેશન કરાય છે, જે-તે વ્યક્તિને સાંભળવાની પૂરતી તકો આપવામાં આવે છે અને તમામ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય પછી નામ હટાવવામાં આવે છે.
શું છે હકીકત?
અહીં ચૂંટણી પંચે ડિસેમ્બર 2019ની પોસ્ટમાં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન થઈ શકે તેવું જણાવ્યું હતું. જે જગજાહેર છે. અત્યારે પણ કરી શકાય છે. પરંતુ ફોર્મ ભરવું અલગ વાત છે અને ડિલીટેશનની પ્રક્રિયા અલગ બાબત છે. ફોર્મ ભર્યું એટલે વોટ ડિલીટ જ થઈ ગયો એવું માની ન લેવાય, જેવું કોંગ્રેસીઓ ફેલાવી રહ્યા છે.
ફોર્મ 7 ભરાય, પછી BLO, EROથી માંડીને ચૂંટણી અધિકારીઓ તેની ઉપર ખરાઈ, તપાસ, વેરિફિકેશની પ્રક્રિયા કરે છે. પછીથી જે-તે વ્યક્તિને સાંભળવામાં આવે છે. કોણે અરજી કરી છે તેની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે ચૂંટણી પંચની 2019ની પોસ્ટમાં ઓનલાઇન ફોર્મ ભરવાની વાત છે. તેમાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે કોઈ જઈને ઓનલાઇન વોટ ડિલીટ કરી શકશે.
❌Allegations made by Shri Rahul Gandhi are incorrect and baseless.#ECIFactCheck
— Election Commission of India (@ECISVEEP) September 18, 2025
✅Read in detail in the image attached ? https://t.co/mhuUtciMTF pic.twitter.com/n30Jn6AeCr
આને એવા ઉદાહરણ સાથે સમજી શકાય કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફોર્મ ભરીએ એટલે બીજા દિવસે લાયસન્સ ઘરે આવી જતું નથી. માત્ર ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે. ત્યારપછી અમુક પ્રક્રિયાઓ થાય છે, ટેસ્ટ આપવી પડે છે અને તેમાં પાસ થયા બાદ લાયસન્સ મળે છે. એમાં એવું ન કહી શકાય કે લાયસન્સ ઓનલાઇન મળે છે. ફોર્મ માત્ર ઓનલાઇન ભરાય છે. પછી અમુક પ્રક્રિયા કરવી પડે.
અહીં પણ એવું જ છે. ચૂંટણી પંચે 2019માં કહ્યું હતું કે ફૉર્મ 7 ઓનલાઈન ભરી શકાશે. પણ એવું ક્યારેય નથી કહ્યું કે સીધા વોટ ઓનલાઇન ડિલીટ થઈ શકે. જે રાહુલ ગાંધી દાવો કરી રહ્યા છે. આ જ દાવા પર ચૂંટણી પંચે રાહુલની પ્રેસ કૉન્ફરન્સ પછી સ્પષ્ટતા કરી હતી કે કોઈ વ્યક્તિથી ઓનલાઇન જઈને વોટ ડિલીટ ન થઈ શકે. ચૂંટણી પંચ 2019માં પણ સાચું હતું અને અત્યારે પણ સાચું જ છે. કોંગ્રેસીઓને સમજવામાં ભૂલ થઈ રહી છે, અથવા જાણીજોઈને સમજવા માંગતા નથી.


