હોમપેજન્યૂઝ રિપોર્ટબરેલીમાં નમાજ પઢવા બદલ 12 લોકોની 'ધરપકડ'– વાંચો સોશિયલ મીડિયા પર થઈ...

બરેલીમાં નમાજ પઢવા બદલ 12 લોકોની ‘ધરપકડ’– વાંચો સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાની શું છે હકીકત?

પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ જ આ મામલે ફરિયાદ કરી હતી અને તેના આધારે જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ન તો કોઈ FIR નોંધી છે અને ન તો કોઇની ધરપકડ કરી છે. તેથી કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને ઇસ્લામવાદીઓ દ્વારા પીરસવામાં આવી રહેલી માહિતી ગેરમાર્ગે દોરનારી અને પાયાવિહોણી છે.

- Advertisement -

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહોમ્મદગંજ ગામમાં એક ખાલી પડેલા મકાનમાં નિયમિત નમાજ પઢાતી હોવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને લગભગ 12 જેટલા લોકોની સ્થળ પરથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમને છોડી મુકાયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને મીડિયા પર યોગી સરકાર અને બરેલી પોલીસને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે યોગી સરકાર પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે અને આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. 

ઘણા ઇસ્લામવાદીઓએ પણ વિડીયો પોસ્ટ કરીને યુપી પોલીસ પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે, પરંતુ આ કેસની હકીકત ઘણી જુદી છે. સૌથી પહેલા જાણીએ કે આ ઘટના પર કોંગ્રેસે શું ઉહાપોહ મચાવ્યો છે. કોંગ્રેસની નેતા સુપ્રિયા શ્રીનેતે નમાજ પઢાતી હોવાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે અને સરકારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે લખ્યું કે બરેલીના એક ખાલી મકાનમાં ‘મકાન માલિકની પરવાનગીથી’ 12 લોકો નમાજ પઢી રહ્યા હતા. 

આગળ તે કહે છે કે પોલીસે તમામને શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ પકડી લીધા છે. બાદમાં તે પોતાની પરંપરા અનુસાર ભાજપ સરકાર પર આરોપો લગાવવાના શરૂ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરતા કહે છે કે ‘મુસ્લિમો કી ચૂડી ટાઈટ હોગી, તભી તો મંદિરો પર બુલડોઝર ચલેગા ઔર અસ્પતાલો મેં કુત્તે લૌટેગે.” 

- Advertisement -

કોંગ્રેસના પ્રવક્તા શમા મહોમ્મદે પણ આવા જ વિડીયો પોસ્ટ કર્યા છે અને દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશ પોલીસે બરેલીમાં 12 લોકોની પોતાના જ ઘરમાં નમાજ પઢવાને લઈને ‘ધરપકડ’ કરી છે, કારણ કે તેનો એક વિડીયો સામે આવ્યો હતો. બાદમાં તે બરેલી પોલીસને પૂછી રહ્યા છે કે કયા કારણોસર આ લોકોની ધરપકડ કરવામાં આવી છે? 

આખરે તે પણ યોગી સરકાર પર માછલાં ધોવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે યુપી પોલીસ પોતાના જ નાગરિકોને પોતાના જ ઘરમાં નમાજ પઢવાને લઈને પણ ડરાવવા-ધમકાવવા લાગી છે. અન્ય એક જમાલ નામના શખ્સે તો એવું પણ કહી દીધું છે કે આ 12 મુસ્લિમો વિરુદ્ધ નમાજ પઢવાને લઈને FIR નોંધવામાં આવી છે. વધુમાં તે કાયદાનું જ્ઞાન પણ આપવા લાગ્યો છે. 

શું છે હકીકત? 

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર કોંગ્રેસ ઇકોસિસ્ટમના ધમપછાડા બાદ બરેલી પોલીસે પણ સ્પષ્ટતા આપવી પડી હતી. બરેલી પોલીસે જણાવ્યું છે કે તેમણે એક ખાનગી પરિસરમાં નમાજ પઢવાને લઈને 12 લોકોની પૂછપરછ કરી હતી અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. પૂછપરછમાં સામેલ થયેલા તમામ લોકો ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ હતા. બરેલી SP અનુરાગ આર્યએ સ્પષ્ટ કહ્યું છે કે આ ઘટનામાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી અને આ તમામ લોકો પરવાનગી વગર કોઈ ખાનગી માલિકીના પરિસરમાં નમાજ પઢી રહ્યા હતા. 

આ સમગ્ર ઘટના મોહમ્મદગંજ ગામમાં બનવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ જ આ મામલે ફરિયાદ કરી હતી અને તેના આધારે જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ન તો કોઈ FIR નોંધી છે અને ન તો કોઇની ધરપકડ કરી છે. તેથી કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને ઇસ્લામવાદીઓ દ્વારા પીરસવામાં આવી રહેલી માહિતી ગેરમાર્ગે દોરનારી અને પાયાવિહોણી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં