હોમપેજદેશહમણાં ઘટ્યા GSTના સ્લેબ, તો પહેલેથી કેમ સરળ નહતું રાખવામાં આવ્યું હતું...

હમણાં ઘટ્યા GSTના સ્લેબ, તો પહેલેથી કેમ સરળ નહતું રાખવામાં આવ્યું હતું માળખું?– વાંચો જવાબ

2017માં મોદી સરકારે ટેક્સ લાગુ કર્યો ત્યારે સૌથી મોટી પ્રાથમિકતા જ એ હતી કે GST લાગુ કરવામાં આવે. ત્યારે જુદા-જુદા રાજ્યોમાં ટેક્સ અલગ-અલગ હતા. આ તમામને દૂર કરીને એક માળખું બનાવવું જરૂરી હતું.

- Advertisement -

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં (GST) રાહત આપ્યા બાદ કોઈ વાંક ન દેખાતાં કોંગ્રેસ અને અન્ય અમુક ટોળકીઓ એવા કુતર્ક કરી રહી છે કે ટેક્સ માળખું શરૂઆતથી આટલું સરળ કેમ રાખવામાં ન આવ્યું કે જો સ્લેબ દૂર જ કરવામાં આવનાર હતા તો તેને પહેલાં કેમ રાખવામાં આવ્યા હતા. અમુકે વળી એવી બાલિશ ટિપ્પણીઓ પણ કરી કે GSTમાં હમણાં રાહત આપવામાં આવી તો તેનો અર્થ એ થયો કે પહેલાં સરકાર લૂંટી રહી હતી. 

તેમની અજ્ઞાનતાને બાજુ પર મૂકીને એ જોઈએ કે કઈ રીતે GSTમાં તબક્કાવાર રીતે સુધારા કરવામાં આવ્યા અને પહેલાં કેમ આ બધું જરૂરી હતું. 

GSTમાં સ્લેબ અને અન્ય બાબતોના નિર્ણયો GST કાઉન્સિલના હોય છે. આ કાઉન્સિલમાં કોણ છે? કેન્દ્ર સરકારના નાણાંમંત્રી તેના અધ્યક્ષ છે. બાકીના સભ્યોમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ છે. આ તમામની સહમતિથી જ કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે. આ કાઉન્સિલની બેઠક દર વર્ષે દિલ્હીમાં મળે છે, જેમાં કઈ ચીજને કયા સ્લેબમાં રાખવી, કોની ઉપર ટેક્સ રાખવો-ઘટાડવો આ બધી બાબતોના નિર્ણયો લેવામાં આવતા હોય છે. 

- Advertisement -

2017માં મોદી સરકારે ટેક્સ લાગુ કર્યો ત્યારે સૌથી મોટી પ્રાથમિકતા જ એ હતી કે GST લાગુ કરવામાં આવે. ત્યારે જુદા-જુદા રાજ્યોમાં ટેક્સ અલગ-અલગ હતા. આ તમામને દૂર કરીને એક માળખું બનાવવું જરૂરી હતું. એ જ કામ 2017માં થયું. 

GST કાઉન્સિલની બેઠકો મળી તો અલગ-અલગ રાજ્યોની માંગ અલગ-અલગ હતી. તમિલનાડુના મંત્રી સોના પર ટેક્સ ન લગાવવાની વાત કરતા હતા તો ગુજરાતના મંત્રી હીરા પર ટેક્સ ઓછો રાખવાની માંગ કરી રહ્યા હતા. અનેક બીજાં રાજ્યોના મંત્રી અલગ-અલગ ચીજો પર ટેક ઘટાડવાના પક્ષમાં ન હતા. મૂળ રીતે તમામનું ધ્યાન એ બાબત પર હતું કે તેમના રાજ્યનું ટેક્સ કલેક્શન ઓછું ન થવું જોઈએ. પરંતુ મોદી સરકારે સુધારો કરવાનો હતો અને તેનો માર્ગ GST કાઉન્સિલની સહમતિમાંથી જ પસાર થતો હતો. 

સહમતિ એ રાજ્યોની પણ જરૂરી હતી, જ્યાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓની સરકાર છે. આ કિસ્સામાં મોદી સરકારે અલગ-અલગ ટેક્સ દરોનું માળખું તૈયાર કર્યું, જેની ઉપર તમામ રાજ્યો સહમત થયાં અને આખરે GST લાગુ થઈ શક્યો હતો. 

ઉદાહરણ તરીકે લઈએ તો એક બાળક બેસવાનું શીખે છે, પછી ઘૂંટણ પર ચાલતાં શીખે છે. પછી ચાલતાં અને દોડતાં શીખે છે. GSTમાં થયેલું સરળીકરણ પણ આ પ્રક્રિયા જેવું જ છે. એટલે ત્યારે કાયદો લાગુ જ ન થયો હોત તો આજે સુધારા પણ શક્ય ન હતા. હવે રાજ્યોની ચિંતાઓ પણ ઘટી અને ટેક્સના માળખામાં પણ સ્થિરતા આવી ગઈ છે. 

તેમ છતાં આ વર્ષની GST કાઉન્સિલની બેઠકમાં પણ જ્યારે બે સ્લેબ દૂર કરવાની વાત આવી તો અમુક રાજ્યો (વિપક્ષી સરકાર હેઠળનાં) આનાકાની કરી રહ્યાં હતાં. તેમને ટેક્સ કલેક્શન ઘટવાનો ડર હતો. પરંતુ સરકાર અડગ હતી, સરકાર સુધારણા કરવા માંગતી હતી. જેથી કલાકો સુધી વાતચીત ચાલી, સૌને આશ્વાસન આપવામાં આવ્યું અને એક સહમતિ પર લાવીને GSTના સ્લેબમાં ફેરફાર કરવા પર નિર્ણય લેવામાં આવ્યો. 

કોઈ પણ કાયદો પ્રથમ દિવસે પરિપૂર્ણ નથી હોતો, સમય સાથે તેમાં ફેરફારની જરૂર જણાય છે અને ફેરફારો થતા રહે છે. એ વાત પણ ધ્યાનમાં લેવાની રહે કે જે પાર્ટીઓ હમણાં હમણાં અમે કહ્યું ને સરકારે કર્યુંનાં બણગાં ફૂંકતી રહે છે તેઓ વર્ષોના શાસનમાં આ માળખું લાગુ કરી શક્યા ન હતા. મોદી સરકારે ન માત્ર લાગુ કર્યું, પણ સમય સાથે તેમાં સુધારા પણ કર્યા. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં