Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશ9 ટન ક્ષમતા, 30000 ફૂટ પર ઉડાન… ભારત માટે કેમ મહત્વના છે...

    9 ટન ક્ષમતા, 30000 ફૂટ પર ઉડાન… ભારત માટે કેમ મહત્વના છે C-295 એરક્રાફ્ટ: વડોદરામાં બનેલું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કોમ્પ્લેકસ કઈ રીતે સાબિત થશે ગેમ ચેન્જર

    સ્થાનિક લોકો અને દેશના અન્ય વિસ્તારમાંથી આવતા લાખો લોકોને તેમાં રોજગારી મળશે અને તેનાથી અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. એટલે આ એક કોમ્પ્લેકસ ભારતને તમામ દિશાઓમાં પ્રોત્સાહન આપીને બુસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ મોદી સરકારની આ પહેલને ગેમ ચેન્જર કહેવામાં આવી રહી છે.

    - Advertisement -

    વડોદરામાં વડાપ્રધાન મોદી (PM Modi) અને સ્પેનના (Spain) પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે (PM Pedro Sanchez) ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેકસનું (Tata Aircraft Complex) ઉદ્ઘાટન કર્યું છે. આ કોમ્પ્લેકસમાં એરબસ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું (Airbus C-295 Transport Aircraft) નિર્માણ કરવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવાનો કરાર થયો છે. પહેલા 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનીને તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 40 ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પહેલી વાર એક પ્રાઇવેટ કંપની મિલીટરી પ્લેન બનાવવા જઈ રહી છે.

    વડાપ્રધાન મોદી અને પેડ્રો સાંચેઝે જે એરક્રાફ્ટ કોમ્પ્લેકસનું ઉદ્ઘાટન કર્યું છે, તે દેશની પહેલી પ્રાઇવેટ ફાઈનલ એસેમ્બલી લાઇન છે, જે મિલીટરી એરક્રાફ્ટનું નિર્માણ કરશે. ભારતીય વાયુસેના માટે આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જરૂરી છે. હમણાં સુધી માત્ર યુરોપમાં જ નિર્માણ પામતા C-295 એરક્રાફ્ટ હવે પ્રથમ વખત ભારતમાં નિર્માણ પામશે. વડોદરામાં ઊભું થયેલું આ કોમ્પ્લેકસ દેશના સંરક્ષણ ક્ષેત્ર અને અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ભારતને તમામ ક્ષેત્રોમાં આગળ લઈ જવા માટે આ કોમ્પ્લેકસ સંપૂર્ણપણે સક્ષમ છે.

    ભારત માટે કેમ મહત્વના છે C-295 એરક્રાફ્ટ?

    ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જરૂરી છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપી અને તાત્કાલિક ધોરણે પહોંચાડી શકાય. તેમાં C-295 એરક્રાફ્ટ ખૂબ મદદગાર બની શકે છે. કારણ કે, તે એરક્રાફ્ટનું વજન પણ ખૂબ ઓછું હોય છે અને ક્ષમતા પણ જબરદસ્ત હોય છે. તે ઝડપી ટ્રાન્સપોર્ટ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. C-295 વિમાન ઇન્ડિયન એરફોર્સના જૂના HS748 વિમાનોની જગ્યા લેશે. તે ઉપરાંત યુક્રેનથી આવેલા ઈંટોનોવ AN-32ને પણ બદલવામાં આવશે.

    - Advertisement -

    શું છે C-295 એરક્રાફ્ટની ખાસિયતો?

    C-295 એરક્રાફ્ટની ખાસિયતો વિશે વાત કરવામાં આવે તો, તેને માત્ર 2 લોકો દ્વારા હેન્ડલ કરી શકાય છે. ઉપરાંત તે 73 સૈનિકો, 48 પેરાટ્રુપર્સ અને 12 સ્ટ્રેચર ઇન્ટેસિવ કેર મેડવેક અથવા 27 સ્ટ્રેચર મેડવેક સાથે 4 મેડિકલ અટેન્ડેડ સાથે ઉડાન ભરી શકે છે. આ વિમાનોનું પોતાનું વજન ખૂબ ઓછું હોય છે, પરંતુ તે એક સાથે વધુમાં વધુ 9250 કિલોગ્રામના વજનનું વહન કરી શકે છે. તેની લંબાઈ 80.3 ફૂટ, વિંગસ્પેન 84.8 ફૂટ અને ઊંચાઈ 28.5 ફૂટ છે. તેમાં 7650 લિટર ફ્યુલનો સમાવેશ કરી શકાય છે.

    તે ઉપરાંત તે વધુમાં વધુ 482 KM પ્રતિ કલાકની ઝડપે ઉડવા માટે સક્ષમ છે. તેની રેન્જ 1277થી 4587 કિલોમીટર સુધીની હોય છે. તે વધુમાં વધુ 30000 ફૂટની ઊંચાઈ સુધી જવા માટે પણ સક્ષમ છે. તેને ઉડાન ભરવા માટે 844 મીટરથી 934 મીટરની લંબાઈવાળા રનવેની જરૂર પડે છે. તેમાં છ હાર્ડપોઈન્ટ્સ પણ હોય છે. એટલે કે હથિયારો અને સ્વરક્ષા માટેની સિસ્ટમ પણ હોય છે. બંને વિંગ્સના નીચે ત્રણ-ત્રણ ઇનબોર્ડ પાઈલોન્સ પણ હોય છે. જેમાં 800 KG સુધીના હથિયારો લગાવવામાં આવી શકે છે.

    આ વિમાનનનો ઉપયોગ કાર્ગોથી લઈને સૈનિકો સુધી બધું જ પરિવહન કરવા માટે થઈ શકે છે. આ વિમાન પરિવહન, પેરાશૂટ ડ્રોપિંગ, ઈલેક્ટ્રોનિક સિગ્નલ ઈન્ટેલિજન્સ (ELINT), મેડિકલ ઈવેક્યુએશન (MEDEVAC) અને મેરીટાઇમ પેટ્રોલ સહિતના વિવિધ મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે .

    વડોદરામાં બનેલું ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેકસ ‘મેડ ઇન્ડિયા’નું ગેમ ચેન્જર

    વડાપ્રધાન મોદી અને સ્પેનિશ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેકસ ભારતના અર્થતંત્ર માટે એક બુસ્ટર સાબિત થશે. આ ઉપરાંત દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત અને દુનિયાના ઘણા દેશો કરતાં એડવાન્સ બનાવી દેશે. અહીં સૌથી મહત્વનું છે કે, ‘આત્મનિર્ભર ભારત’ના વડાપ્રધાન મોદીના સપના માટે આ કોમ્પ્લેકસ ગેમ ચેન્જર બની જશે. કારણ કે, ભારતમાં જ, એક ભારતીય કંપની દ્વારા, ભારતના સંસાધનોથી, ભારતના જ લોકો વડે એરક્રાફ્ટનું નિર્માણ થશે. તેનાથી સંરક્ષણ ક્ષેત્રને તો લાભ છે જ, પરંતુ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ માટે તે ગેમ ચેન્જર છે.

    આ કોમ્પ્લેકસમાં માત્ર એક જ ભારતીય કંપનીનો સમાવેશ નથી થતો. તે ઉપરાંત બીજી અનેક ભારતીય કંપનીઓ પણ તેમાં સહયોગી સાબિત થશે. જેમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને અન્ય પણ ઘણી પ્રાઇવેટ કંપનીઓ ટાટા સાથે મળીને ભારતમાં મિલીટરી એરક્રાફ્ટનું નિર્માણ કરશે. આ એરક્રાફ્ટનું નિર્માણ ન માત્ર ભારતીય વાયુસેના માટે, પરંતુ વિશ્વના અનેક દેશો માટે થશે, જેથી ભારતના ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોજેટકને એક ઊંચી છલાંગ મારવામાં આ કોમ્પ્લેકસ સિંહફાળો અર્પણ કરશે.

    આ ઉપરાંત વડોદરામાં કોમ્પ્લેકસનું નિર્માણ થવાથી રોજગારી પણ એટલી જ મળશે. સ્થાનિક લોકો અને દેશના અન્ય વિસ્તારમાંથી આવતા લાખો લોકોને તેમાં રોજગારી મળશે અને તેનાથી અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. એટલે આ એક કોમ્પ્લેકસ ભારતને તમામ દિશાઓમાં પ્રોત્સાહન આપીને બુસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ મોદી સરકારની આ પહેલને ગેમ ચેન્જર કહેવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં