સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત થયા પછી પાકિસ્તાન (Pakistan) ભારત (India) વિરુદ્ધ વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. તાજેતરમાં કોઈ વસ્તુ હાથ ન લાગતાં પાકિસ્તાને બ્રહ્મપુત્રા નદી (Brahmaputra River) વિશે ફાંકા ફોજદારી કરવાનું શરૂ કરી દીધું છે. આ વખતે તેણે ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો ચીન (China) બ્રહ્મપુત્રાનું પાણી રોકી દેશે તો શું થશે? પાકિસ્તાનના આ પ્રલાપને લઈને ભારતમાં પણ ઘણા બુદ્ધિજીવીઓ ‘ચિંતિત’ થઈ ઉઠ્યા છે અને જળસંકટનો વિલાપ કરવા લાગ્યા છે. પરંતુ હકીકત આખી અલગ છે.
પહેલી વાત તો એ કે, ચીને ક્યારેય બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવા માટેનું નથી કહ્યું. ત્યાંનાં કોઈ નેતા કે અધિકારીઓએ આધિકારિક રીતે આવું કોઈ નિવેદન આપ્યું નથી અને ઉલ્લેખ પણ કર્યો નથી. પરંતુ પાકિસ્તાનને ચીન પર આશા ઘણી છે. તેથી પાકિસ્તાનીઓએ અલગ તૂત શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા કે, જો ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકી દેશે તો ભારતની શું હાલત થશે? જોકે, આ પ્રશ્નનો જવાબ આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (CM Himanta Biswa Sarma) આપી દીધો છે.
‘બ્રહ્મપુત્રા ભારતની પોતાની નદી, કોઈના પર નિર્ભર નહીં’
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સ્પષ્ટ કરી દીધું છે કે, બ્રહ્મપુત્રા નદી ચીનથી આવે છે, પરંતુ તેનું મોટાભાગનું પાણી ભારતમાં ઉત્પન્ન થાય છે. બ્રહ્મપુત્રાના કુલ પાણીમાં ચીન માત્ર 30-35% ફાળો આપે છે અને તે પણ મોટાભાગે પીગળતા ગ્લેશિયરોમાંથી આવે છે.
તેમણે કહ્યું કે, બાકીનું 65-70% પાણી ભારતમાં જ ઉત્પન્ન થાય છે, ખાસ કરીને અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભારે ચોમાસાના વરસાદથી તે પાણી બને છે. આ ઉપરાંત, સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી, કોપિલી જેવી ઘણી મોટી સહાયક નદીઓ પણ છે, જે બ્રહ્મપુત્રા નદીમાં પાણી ઉમેરે છે.
अगर चीन ब्रह्मपुत्र का पानी रोक दे तो क्या होगा?
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025
पाकिस्तान की नई डराने वाली कहानी का करारा जवाब
भारत द्वारा जब से पुरानी और एकतरफा सिंधु जल संधि को दरकिनार किया गया है, पाकिस्तान एक नई घबराहट फैलाने की कोशिश कर रहा है:
“अगर चीन ब्रह्मपुत्र का पानी रोक दे तो?”
आइए इस झूठी कल्पना… https://t.co/TUxqql3AIj
સીએમ હિમંતા બિસ્વાએ જણાવ્યું હતું કે, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા ટેકરીઓથી પણ કૃષ્ણાઈ, દિગારુ, કુલસી જેવી નદીઓ દ્વારા બ્રહ્મપુત્રામાં પુષ્કળ પાણી આવે છે અને ભારત-ચીન સરહદ પર (તૂતિંગ ખાતે) બ્રહ્મપુત્રાનો પ્રવાહ લગભગ 2,000-3,000 ઘન મીટર/સેકન્ડ હોય છે.
તેમણે કહ્યું કે, આસામના મેદાની વિસ્તારોમાં (જેમ કે ગુવાહાટી) ચોમાસા દરમિયાન આ પ્રવાહ 15,000-20,000 ઘન મીટર/સેકન્ડ સુધી વધી જાય છે. આનો અર્થ એ થયો કે બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશ કરતી વખતે વધુ મોટી અને શક્તિશાળી બને છે. તે એક ભારતીય વરસાદ આધારિત નદી પ્રણાલી છે, જે કોઈ એક સ્ત્રોત પર આધારિત નથી.
બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવાથી ભારતને નહીં થાય કોઈ અસર
મુખ્યમંત્રી બિસ્વાએ બીજી એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે કહ્યું છે કે, જો ચીન ક્યારેય બ્રહ્મપુત્રાનું પાણી ઘટાડશે (જે અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્લેટફોર્મ પર કહેવામાં આવ્યું નથી કે સૂચવવામાં આવ્યું નથી), તો પણ તે ભારત માટે ફાયદાકારક રહેશે.

તેમણે કહ્યું કે દર વર્ષે આસામમાં આવતા વિનાશક પૂર લાખો લોકોને વિસ્થાપિત કરે છે અને મોટાપાયે વિનાશ સર્જે છે. 74 વર્ષથી સિંધુ જળ સંધિથી ઘણો લાભ મેળવનાર પાકિસ્તાન હવે ચિંતિત છે. કારણ કે ભારત તેના પાણીના અધિકારો પર પોતાની રીતે નિર્ણયો લઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ પાકિસ્તાનને યાદ અપાવ્યું કે, બ્રહ્મપુત્રા કોઈ એક દેશ પર આધારિત નથી. તે ભારતના ભૂગોળ, ચોમાસા અને સભ્યતાની શક્તિથી પોષાય છે.
પાકિસ્તાને શરૂ કર્યું હતું બ્રહ્મપુત્રાનું તૂત
ભારતીય મીડિયા અનુસાર, સિંધુ જળ સંધિ અંગે ભારતના સ્પષ્ટ વલણ બાદ પાકિસ્તાન નવો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક પાકિસ્તાની પત્રકારે અમેરિકન મેગેઝિન ‘ધ ડિપ્લોમેટ’માં એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો ચીન બ્રહ્મપુત્રાનું પાણી રોકી દેશે. જોકે, ભારતે આ અંગે કડક પ્રતિક્રિયા પણ આપી હતી.
ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાને પહલગામ આતંકવાદી હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, જેમાં 26 નિર્દોષ હિંદુઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા કરવામાં આવ્યો હતો, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ ગ્રુપ હોવાનું સામે આવ્યું છે.
ભારતે સ્પષ્ટ કર્યું કે, ચીન એવો મિત્ર નથી જે પાકિસ્તાનના ઇશારે ભારત સાથે લડશે. ચીન પોતાના આર્થિક હિતોને પ્રથમ રાખે છે અને પાકિસ્તાનને ફક્ત લોન અને પ્રોજેક્ટ્સ માટે જુએ છે. ભારત પહેલાંથી જ બ્રહ્મપુત્રા નદી પર ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ સંભવિત જોખમોનો જવાબ આપવા સંપૂર્ણપણે સક્ષમ છે.