Sunday, June 22, 2025
More
    હોમપેજદેશયુક્રેનવાળી મોડસ ઓપરેન્ડીથી જ ભારત પર થવાનો હતો હુમલો: 44 ડ્રોન કરવામાં...

    યુક્રેનવાળી મોડસ ઓપરેન્ડીથી જ ભારત પર થવાનો હતો હુમલો: 44 ડ્રોન કરવામાં આવ્યા હતા તૈનાત, ISISના ષડ્યંત્રને NIAએ કર્યું હતું નિષ્ફળ- જાણો એ સફળ ઑપરેશન વિશે

    ભારતમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય એજન્સીઓએ તેને સમયસર નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના મુંબઈની નજીક પડઘા ગામમાં બની હતી, જે 2023માં એક મોટા આતંકવાદી ષડયંત્રનું કેન્દ્ર બની ગયું હતું.

    - Advertisement -

    રવિવાર, 1 જૂન 2025, રશિયા માટે ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાયો. યુક્રેને રશિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો (Ukraine Drone Attack on Russia) કર્યો, જેમાં રશિયાના ઘણા હવાઈ મથકોને નિશાન બનાવીને ઓછામાં ઓછા 40 લડાકૂ વિમાનો, બોમ્બર્સ અને મલ્ટીરોલ ફાઈટર જેટ્સને હવામાં ઉડતા પહેલા જમીન પર નષ્ટ કરી દેવાયા. આ હુમલામાં યુક્રેને FPV (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોન સ્વાર્મ્સનો ઉપયોગ કર્યો, જેને રશિયાની અંદર પહેલેથી જ તૈનાત કરી દેવાયા હતા.

    આ હુમલા રશિયાની સરહદની 4000થી 5000 કિલોમીટર અંદર સુધી કરવામાં આવ્યા હતા. નિષ્ણાતો આ હુમલાઓને અભૂતપૂર્વ ગણાવી રહ્યા છે. જોકે, થોડા લોકો જાણે છે કે આવા હુમલાનો પ્રયાસ ભારત સામે પણ થઈ ચૂક્યો છે, પરંતુ ભારતે તેને નિષ્ફળ કરી દીધો હતો.

    યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલામાં 40થી વધુ રશિયન યુદ્ધ વિમાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અથવા નષ્ટ કરવામાં આવ્યા. જેમાં Tu-95 અને Tu-22M3 જેવા સ્ટ્રેટેજિક બોમ્બર્સ અને ઓછામાં ઓછું એક A-50 એરબોર્ન અર્લી વોર્નિંગ વિમાન સામેલ હતા. હુમલાનું નિશાન ચાર મુખ્ય રશિયન હવાઈ મથકો – બેલાયા, ડાયઘિલેવો, ઓલેન્યા અને ઇવાનોવો – હતા, જે રશિયાના ચેક ઉત્તર છેડે આવેલા છે. આ હુમલાઓ માટે રશિયા તૈયાર નહોતું, ન તો તેની સુરક્ષા એજન્સીઓ, કારણ કે રશિયાના દૂર ઉત્તરમાં, એટલે કે 4000થી 5000 કિલોમીટરની અંદર, તેને હુમલાની ઝાઝી આશંકા નહોતી.

    - Advertisement -

    આ હુમલો પોતે એક સૈન્ય માસ્ટરસ્ટ્રોક હતો. યુક્રેને આ ડ્રોન્સને રશિયાની અંદર દાણચોરીથી લઈ જઈને હવાઈ મથકોની નજીક પહેલેથી જ તૈનાત કરી દીધા હતા, જેથી તેઓ ચોકસાઈથી વિમાનોને નિશાન બનાવી શકે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં રશિયન હવાઈ મથકો પર સળગતા વિમાનો અને ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. રશિયન બ્લોગર્સે આને ‘રશિયન પર્લ હાર્બર’નું નામ આપ્યું છે, જે આ હુમલાની ભયાનકતા દર્શાવે છે.

    યુક્રેનની સિક્યોરિટી સર્વિસના (SBU) એક અધિકારીએ આને ‘દુશ્મનની છેક સુધી પહોંચવાની’ શરૂઆત ગણાવી અને કહ્યું કે હવે રશિયન વિમાનોની તે ‘અડ્યા વિનાની’ સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે, જે યુક્રેનના નાગરિકો પર બોમ્બમારો કરતા હતા. કારણ કે યુક્રેન પાસે આને અટકાવવાની કે નષ્ટ કરવાની ક્ષમતા નહોતી. આવી સ્થિતિમાં રશિયન બોમ્બર્સ અને એટેક ફાઈટર જેટ્સ આવતા, યુક્રેનની પહોંચથી દૂર રહીને મિસાઈલોથી હુમલો કરતા અને દૂરથી દૂર નીકળી જતા.

    ભારત પર પણ આવા હુમલાનો થઈ ચૂક્યો છે પ્રયાસ

    પરંતુ આ ઘટનાને જોતા એક સવાલ ઊભો થાય છે – શું આવી રણનીતિ પહેલા પણ ક્યાંય જોવા મળી છે કે પ્રયાસ કરવામાં આવ્યો છે? જવાબ છે હા… અને તે સ્થળ છે ભારત. ભારતમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય એજન્સીઓએ તેને સમયસર નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના મુંબઈની નજીક પડઘા ગામમાં બની હતી, જે 2023માં એક મોટા આતંકવાદી ષડયંત્રનું કેન્દ્ર બની ગયું હતું. ચાલો, આ ઘટનાને વિગતે જાણીએ અને તેને યુક્રેન-રશિયા ઘટનાક્રમ સાથે જોડી જોઈએ.

    મુંબઈથી માત્ર 50 કિલોમીટર દૂર પડઘા એક નાનું ગામ છે. 2023 સુધીમાં આ ગામને ભારતમાં ISISનું મુખ્ય કેન્દ્ર બનાવી દેવાયું હતું. આ ગામને કુખ્યાત આતંકવાદી સાકિબ નાચને ‘અલ-શામ’ નામ આપ્યું હતું અને તેને અલગ શરિયા કાયદાઓ હેઠળ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અહીં શરિયા કાયદો લાગુ કરી દેવાયો હતો.

    આની કમાન સંભાળનાર કુખ્યાત આતંકવાદી સાકિબ નાચન પહેલા SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા) જેવા આતંકવાદી સંગઠન સાથે જોડાઈને મુંબઈમાં ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપી ચૂક્યો હતો. આમાં મુખ્ય હતા – 2002માં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર થયેલા બોમ્બ ધડાકા, જેમાં 25 લોકો ઘાયલ થયા હતા… અને 2003માં વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા ધડાકાઓમાં ઘણા લોકોના જીવ ગયા હતા. આ હુમલાઓ બાદ નાચનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 2017માં તે જેલમાંથી બહાર આવ્યો અને તેણે પડઘાને પોતાના આતંકવાદી ષડયંત્રોનો અડ્ડો બનાવી લીધો.

    NIAએ દુશ્મનોના ખતરનાક ઇરાદાઓને કર્યા નિષ્ફળ

    2023માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પડઘામાં એક મોટું ઑપરેશન હાથ ધર્યું. આ દરોડામાં 44 ડ્રોન્સ જપ્ત કરવામાં આવ્યા, જે મુંબઈ પર હુમલા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો અને કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યું. આશ્ચર્યજનક બાબત એ હતી કે ત્યાંથી ઇઝરાયેલના ઝંડા પણ જપ્ત કરવામાં આવ્યા, જે સૂચવે છે કે આ ષડયંત્ર પાછળ મોટા અને જટિલ હેતુઓ હતા. એ સ્પષ્ટ હતું કે આતંકવાદી સંગઠન મુંબઈમાં એક મોટા હુમલાની યોજના બનાવી રહ્યું હતું, કદાચ 26/11 જેવા હુમલા કરતા પણ મોટા હુમલાની.

    બંને ઘટનાઓમાં ડ્રોન્સ બન્યા મુખ્ય હથિયાર

    પડઘાની આ ઘટના અને યુક્રેનનો રશિયા પર ડ્રોન હુમલો ઘણી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. બંને ઘટનાઓમાં ડ્રોન્સનો ઉપયોગ મુખ્ય હથિયાર તરીકે કરવામાં આવ્યો. યુક્રેને રશિયન હવાઈ મથકોને નિશાન બનાવવા માટે ડ્રોન્સને પહેલેથી જ તૈનાત કરી દીધા હતા, એ જ રીતે પડઘામાં આતંકવાદીઓએ મુંબઈ પર હુમલા માટે ડ્રોન્સ તૈયાર રાખ્યા હતા. બંને ઘટનાઓમાં રણનીતિ એકસરખી હતી – દુશ્મનની સરહદમાં ઘૂસીને, તેમની સુરક્ષાને ભેદીને, તેમના જ વિસ્તારમાં હુમલો કરવો. પરંતુ જ્યાં યુક્રેન પોતાના હેતુમાં સફળ રહ્યું, ત્યાં ભારતે આ ષડયંત્રને સમયસર નિષ્ફળ કરી દીધું.

    અહીં એક બીજી સમાનતા છે – બંને ઘટનાઓમાં હુમલાખોરોએ બીજી બાજુની નબળાઈઓનો લાભ લીધો. યુક્રેને રશિયન હવાઈ મથકોની સુરક્ષામાં સેંધ લગાવી, જે કદાચ રશિયાને અજેય લાગતા હતા. એ જ રીતે, પડઘામાં આતંકવાદીઓએ એક શાંત ગામને પોતાનો અડ્ડો બનાવીને ભારતની સુરક્ષા વ્યવસ્થાને પડકારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય એજન્સીઓની સતર્કતાએ આ ષડયંત્રને નિષ્ફળ કરી દીધું અને મુંબઈને એક મોટા હુમલાથી બચાવી લેવાયું.

    રશિયા પરનો હુમલો ભારત માટે મોટો પાઠ

    યુક્રેનની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આધુનિક યુદ્ધમાં ડ્રોન ટેકનોલોજી કેટલી મહત્વની બની ગઈ છે. પરંતુ પડઘાની ઘટના આપણને યાદ અપાવે છે કે આ ટેકનોલોજીનો દુરુપયોગ આતંકવાદી સંગઠનો પણ કરી શકે છે. ભારતમાં જે થયું તે એક ચેતવણી હતી કે આપણે આપણી સુરક્ષાને વધુ મજબૂત કરવી પડશે, ખાસ કરીને એવા સમયે જ્યારે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. યુક્રેને રશિયાને જે પાઠ શીખવ્યો, તે ભારત માટે પણ એક પાઠ છે – આપણે હંમેશા સતર્ક રહેવું પડશે, કારણ કે દુશ્મન કોઈ પણ રૂપમાં, ગમે ત્યાંથી હુમલો કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં