ઉત્તરાખંડમાં (Uttarakhand) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ હવે કોઈની સાથે નિકાહ (Nikah) કરવા સરળ નહીં રહે. UCC એક્ટમાં 74 એવા સંબંધોનો (Relationships) ઉલ્લેખ છે, જેની સાથે ન તો નિકાહ કરી શકાશે અને ન તો તેમની સાથે લિવ-ઇન-રિલેશનમાં રહી શકાશે. તેમ છતાં જો આવું કરવામાં આવે છે, તો આ વિશે મૌલનાઓ/પૂજારીઓને જણાવવું પડશે. આ ઉપરાંત રજિસ્ટ્રારને પણ જાણ કરવાની રહેશે, જેથી તે નક્કી કરી શકે કે સંબંધ જાહેર નૈતિકતા વિરુદ્ધ છે કે નહીં. જો સંબંધ નિયમો વિરુદ્ધ હોવાનું જણાયું તો રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે.
કયા સંબંધોમાં નહીં થઈ શકે નિકાહ?
તમે નીચે આપેલ યાદી પરથી સમજી શકો છો કે, કયા સંબંધોમાં UCC હેઠળ નિકાહ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આ યાદી જણાવે છે કે, UCCના અમલ બાદ પુરુષો કઈ મહિલાઓ અને મહિલાઓ કયા પુરુષો સાથે નિકાહ કરી શકશે નહીં.
કોઈપણ પુરુષ આ મહિલાઓ સાથે નહીં કરી શકે નિકાહ | કોઈપણ મહિલા આ પુરુષો સાથે નહીં કરી શકે નિકાહ |
બહેન | ભાઈ |
ભાણી | ભાણા |
ભત્રીજી | ભત્રીજ |
માસી | કાકા/તાઉ |
પિતરાઈ બહેન (કાકાની પુત્રી) | પિતરાઈ ભાઈ (કાકાના પુત્ર) |
પિતરાઈ બહેન (ફોઈની પુત્રી) | પિતરાઈ ભાઈ (માસીના પુત્ર) |
પિતરાઈ બહેન (માસીની પુત્રી) | પિતરાઈ ભાઈ (મામાના પુત્ર) |
પિતરાઈ બહેન (મામાની પુત્રી) | પૌત્રીના જમાઈ |
માતા | પિતા |
સાવકી મા | સાવકા પિતા |
નાની | દાદા |
સાવકી નાની | સાવકા દાદા |
પરનાની | પરદાદા |
સાવકી પરનાની | સાવકા પરદાદા |
માતાની દાદી | પરનાના (પિતાના નાના) |
માતાની પરદાદી | સાવકા પરનાના |
દાદી | નાના |
સાવકી દાદી | સાવકા નાના |
પિતાની નાની | પરનાના |
પિતાની સાવકી નાની | સાવકા પરનાના (માતાના સાવકા પરનાના) |
પિતાની પરનાની | માતાના દાદા |
પિતાની સાવકી પરનાની | માતાના સાવકા દાદા |
પદદાદી | પુત્ર |
સાવકી પરદાદી | જમાઈ |
પુત્રી | પૌત્ર |
પુત્રવધૂ (વિધવા) | પુત્રનો જમાઈ |
પૌત્રી (પુત્રીની પુત્રી) | પ્રપૌત્ર (પુત્રીનો પુત્ર) |
પૌત્રી | પુત્રીનો જમાઈ |
પૌત્રની વિધવા પુત્રવધૂ | પ્રપૌત્ર |
પ્રપૌત્રી | પૌત્રનો જમાઈ |
પૌત્રની વિધવા | પુત્રનો પૌત્ર (પુત્રની પુત્રીનો પુત્ર) |
પુત્રીના પૌત્રની વિધવા | પૌત્રીના જમાઈ |
દીકરાની પૌત્રી (પુત્રની પુત્રીની પુત્રી) | પુત્રીનો પૌત્ર |
પ્રપૌત્રી | પૌત્રનો જમાઈ (પુત્રની પુત્રીનો જમાઈ) |
પરપૌત્રની વિધવા | માતાના નાના |
આ તમામ સંબંધોમાં કરાયેલા નિકાહને UCC હેઠળ માન્ય સંબંધો ગણવામાં આવશે નહીં. નોંધનીય છે કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ, આ પ્રતિબંધો દેશની બહુમતી વસ્તી પર પહેલાંથી જ લાગુ હતા. હવે આ ઉત્તરાખંડમાં સમગ્ર જનતા અને દરેક સમુદાય પર લાગુ થશે.
UCC એક્ટમાં શું હોય છે લિવ-ઇનનો અર્થ?
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં લિવ-ઇન રિલેશનશિપને એવા સંબંધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં એક પુરુષ અને સ્ત્રી એક સહિયારા ઘરમાં રહે છે, જે લગ્ન જેવું જ છે. આ સંબંધને કાયદાકીય માન્યતા આપવા માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમ કે, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત છે અને તે એક મહિનાની અંદર કરવાની રહેશે. આ માટે લોકોએ 16 પેજનું ફોર્મ ભરવાનું રહેશે .
જો યુગલ ઈચ્છે તો તેઓ તેમના સમુદાયના પ્રમુખો દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર મેળવી શકે છે અને તેનો ઉપયોગ નોંધણી માટે કરી શકે છે. લિવ-ઇન નોંધણી દરમિયાન, અરજદારોને પૂછવામાં આવે છે કે, શું તેઓ એવા સંબંધોની શ્રેણીમાં આવે છે, જેમાં સંબંધો પ્રતિબંધિત છે. જો તેઓ આવે છે, તો તેમને પૂછવામાં આવે છે કે, શું તેમના રીતિ-રિવાજો દંપતી વચ્ચે આવા વિવાહને મંજૂરી આપે છે. ત્યારબાદ તેમને સમુદાયના પ્રમુખો દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પછી, આગળના પગલામાં રજીસ્ટ્રારે આ પ્રમાણપત્રની તપાસ કરવાની રહેશે અને આગળનો નિર્ણય લેવામાં આવશે.
કેટલા વર્ષે અમલમાં આવ્યો UCC એક્ટ?
ઉલ્લેખનીય છે કે, UCC કાયદો ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે. આ કાયદાને રાજ્યમાં લાગુ કરવા માટે ભૂતકાળમાં ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. 27 મે, 2022ના રોજ ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી હતી. આ પછી, રાજ્યની અંદર અને બહાર રહેતા 60,000થી વધુ લોકો સાથે 70 વિવિધ મંચો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં, 700થી વધુ પાનાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, જે 2 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તરાખંડ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.