Saturday, April 27, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરPM મોદી સત્તામાં આવ્યા પહેલાં અને પછીની અર્થવ્યવસ્થાનો ફેર સમજાવવા માટે શ્વેતપત્ર...

    PM મોદી સત્તામાં આવ્યા પહેલાં અને પછીની અર્થવ્યવસ્થાનો ફેર સમજાવવા માટે શ્વેતપત્ર લાવી સરકાર: તે શું હોય છે, શા માટે જાહેર કરવામાં આવે છે- તમામ વિગતો જાણો

    ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આ શ્વેતપત્ર જારી કર્યું હતું. તેની ઉપર શુક્ર અને શનિવાર એમ 2 દિવસ ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    2004થી 2014 સુધી સત્તામાં રહેલી UPA સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાની હાલત કેવી થઈ ગઈ હતી અને તેમાં 2014 પછી આવેલી નરેન્દ્ર મોદી સરકારે શું સુધારા કર્યા તે જણાવવા માટે કેન્દ્ર સરકાર શ્વેતપત્ર લાવી રહી છે. આ જ કારણ છે કે સંસદનું સત્ર 2 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યું છે. 

    1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારનાં 10 વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ અને અને 2014થી 2024 દરમિયાન ભાજપની આગેવાની હેઠળની NDA સરકારમાં દેશની આર્થિક સ્થિતિની સરખામણી કરતું એક શ્વેતપત્ર જારી કરવામાં આવશે. 

    ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આ શ્વેતપત્ર જારી કર્યું હતું. તેની ઉપર શુક્ર અને શનિવાર એમ 2 દિવસ ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    શું હોય છે શ્વેતપત્ર?

    શ્વેતપત્ર અને અંગ્રેજીમાં જેને ‘વ્હાઈટ પેપર’ કહેવામાં આવે છે તે એક પ્રકારનો સરકારી દસ્તાવેજ હોય છે. સામાન્ય રીતે સરકાર નવી નીતિઓ કે ઉપલબ્ધિઓ જણાવવા માટે તે જાહેર કરે છે. ઉપરાંત, તેનો ઉપયોગ જનસમર્થન મેળવવા અને કોઇ ચોક્કસ વિષય પર જનતાની પ્રતિક્રિયાનું આકલન કરવા માટે પણ કરવામાં આવે છે.

    શ્વેતપત્ર તરીકે સરકાર આંકડાઓ અને તથ્યોના આધારે વિસ્તૃત અહેવાલ રજૂ કરે છે, જે પૂર્ણ સત્ય પર આધારિત થોય છે અને તેમાં ભ્રામક તથ્ય ન આપી શકાય. ઘણી વખત જ્યારે કોઇ એક વિષય પર ઘણા વિચારો સામે આવી રહ્યા હોય અને સરકારે કોઇ બાબતનું સ્પષ્ટીકરણ કરવું હોય ત્યારે પણ શ્વેતપત્ર જાહેર કરવામાં આવે છે, જેનાથી સરકાર પોતાની વાત સ્પષ્ટ કરીને જનતા સુધી તેને પહોંચાડે છે. 

    આ સિવાય વ્હાઇટ પેપરમાં સરકારની નીતિઓ તેમજ કોઈક નીતિના કારણે આવનારાં દુષ્પરિણામો અને તેના સુધારા માટે સૂચનો વગેરે પણ સામેલ કરી શકાય છે. રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 1922માં આ શ્વેતપત્રની શરૂઆત થઈ હતી. તે સમયે બ્રિટિશ PM વ્હિંસ્ટન્ટ ચર્ચીલે રમખાણો બાદ સ્પષ્ટતા માટે જાહેર કર્યું હતું. ત્યારથી તે શ્વેતપત્ર તરીકે ઓળખાય છે. સામાન્યતઃ તેને સફેદ આવરણમાં રજૂ કરવામાં આવે છે. 

    મોદી સરકાર કેમ લાવી રહી છે શ્વેતપત્ર? 

    નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે પાછલી UPA સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અત્યંત નબળી હતી. તેમણે UPA સરકારના અમુક અનીતિગત નિર્ણયોના કારણે અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન વિશે સમજાવ્યું અને સાથે જ આર્થિક ગેરવહીવટ વિશે પણ વાત કરી. સાથે તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં કહ્યું કે, બંને સરકારો વચ્ચે આર્થિક સ્થિતિ સમજાવવા માટે શ્વેતપત્ર લાવવામાં આવશે. 

    આ વ્હાઈટ પેપરમાં મોદી સરકાર છેલ્લાં 10 વર્ષમાં આર્થિક ક્ષેત્રે પોતાની ઉપલબ્ધિઓ અને તેના કારણે આવેલા નોંધપાત્ર સુધારાઓ પર પ્રકાશ પાડશે. સરકાર પોતાનાં 10 વર્ષની સરખામણી અગાઉની UPA સરકારનાં 10 વર્ષ સાથે કરશે. સાથે જણાવશે કે પોતાના નીતિગત નિર્ણયોના કારણે કઈ રીતે દેશને આર્થિક ક્ષેત્રે ફાયદો થયો અને દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળી. 

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રસંગોએ પોતાની સરકારમાં અર્થવ્યવસ્થાની સુધરતી સ્થિતિ વિશે અનેક વખત ઉલ્લેખો કરી ચૂક્યા છે અને પોતાના ત્રીજા કાર્યકાળમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ગેરેન્ટી પણ આપી ચૂક્યા છે. સરકારનું આ શ્વેતપત્ર આ ગેરેન્ટીને વધુ મજબૂત બનાવશે તેવું અનુમાન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં