બિહારના સારણમાં પટ્ટીશીતલ ગામમાં 10મા ધોરણની એક સગીર વિદ્યાર્થિનીનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થવાની ઘટના સામે આવી છે. પીડિતાના પરિવારે ગામના જ પાંચ યુવાનો પર સામૂહિક બળાત્કાર કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે આરોપીઓએ વિદ્યાર્થિનીને ઘસડીને કૂવા સુધી લઈ જઈને તેમાં ફેંકી દીધી હતી, જેનાથી તેનું મોત થયું છે. બીજી તરફ પોલીસ તરફથી જાહેર કરાયેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ડૂબી જવાથી ગૂંગળામણ જણાવાયું છે અને પ્રારંભિક તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર તેને ‘રાજપૂત વિરુદ્ધ પાસવાન’ના જાતિય નેરેટિવ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે, કારણ કે પીડિતાનો પરિવાર સવર્ણ સમાજનો (રાજપૂત) છે અને નામજોગ આરોપીઓ મહાદલિત પાસવાન સમુદાયના છે.
પીડિતાનાં માતાએ લગાવ્યા ગંભીર આરોપો
આ કેસમાં પીડિતાનાં માતાએ ડેરની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેમની દીકરી 11 માર્ચ 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે જૂના ઘરમાંથી સામાન લેવા ગઈ હતી. આ દરમિયાન અગાઉથી ઘાત લગાવીને બેઠેલા કેટલાક યુવાનોએ તેને પકડી લીધી. માતાનો આરોપ છે કે પાંચેય યુવાનોએ મળીને સગીરા સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને ત્યારબાદ તેને ઘસડીને નજીકના કૂવા સુધી લઈ જઈને તેમાં ફેંકી દીધી, જેનાથી તેનું મોત થયું.
FIRમાં સચિન કુમાર માંઝી, યુવરાજ માંઝી, ચંદન માંઝી, અજય માંઝી અને વિકાસ માંઝીને નામજોગ કરવામાં આવ્યા છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિકાસ માંઝી પહેલાં પણ ઘરમાં ઘૂસીને બળાત્કારનો પ્રયાસ કરી ચૂક્યો હતો. વિરોધ કરવા પર તેણે પરિવારને ધમકી આપી હતી કે ‘આનું પરિણામ ખૂબ ખરાબ હશે.’ પરિવારનો આરોપ છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ગાળાગાળી કરતા કહ્યું હતું કે તેઓ પોલીસ સ્ટેશન, પ્રશાસન અને કોર્ટને ખરીદી લેશે અને તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં.
પ્રત્યક્ષદર્શીનો દાવો
સ્થાનિક અહેવાલો અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે ઘટના દરમિયાન સગીરા મદદ માટે જોરજોરથી બૂમો પાડી રહી હતી. તેની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારના સભ્યો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે સૌપ્રથમ તેની માતા અને મોટી બહેન ત્યાં પહોંચવા માટે દોડી હતી, પરંતુ તેમનાથી પહેલાં જ આરોપીઓએ છોકરીનું મોં દબાવી દીધું અને તેને ઘસડીને ઘરમાંથી બહાર લઈ ગયા.
પ્રત્યક્ષદર્શી અનુસાર આરોપીઓએ વિદ્યાર્થિનીને લગભગ 10 મીટર દૂર આવેલા કૂવા સુધી લઈ જઈને તેમાં ધક્કો મારી દીધો. ઘટના બાદ તમામ આરોપીઓ નજીકના ખેતરો તરફ ભાગી ગયા.
અહેવાલોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મુખ્ય આરોપી પહેલેથી જ વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને તેને ધમકીઓ આપતો રહેતો હતો. આરોપ છે કે ઘટના બાદ તેણે વ્હોટ્સએપ પર એક ભોજપુરી ગીત પર લિપ-સિંક સાથેનું સ્ટેટસ પણ લગાવ્યું હતું, જેમાં ‘રાની હમ બના લેહબ તોહરા કે દુલ્હિનિયા… અગર કોઈ બોલેગા તો ઘરમાં ઘૂસકર સબકો માર દેગે’ જેવા બોલ હતા.
પોલીસનું નિવેદન અને અત્યાર સુધીની કાર્યવાહી
આ ઘટના બાદ 12 માર્ચના રોજ પોલીસનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં પોલીસે જણાવ્યું હતું કે સંદિગ્ધ અવસ્થામાં એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે અને તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે તે સમયે પણ ગેંગરેપ કે અન્ય કોઈ શબ્દોનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આ મામલે SITની રચના પણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
डेरनी थानान्तर्गत नाबालिग की सदिगध मृत्यु घटना का त्वरित उद्भेदन, 01 अभियुक्त को किया गया गिरफ्तार।#BiharPolice #BiharHomeDept #SaranPolice #HaiTaiyarHum @BiharHomeDept @bihar_police @SaranPolice pic.twitter.com/zCd5mIkOM7
— SARAN POLICE (@SaranPolice) March 12, 2026
ત્યારબાદ સારણ પોલીસે રવિવારના (15 માર્ચ 2026) રોજ આ કેસમાં વિસ્તૃત નિવેદન જાહેર કર્યું છે. પોલીસ અનુસાર 11 માર્ચે આશરે 4:45 વાગ્યે ડેરની પોલીસને માહિતી મળી હતી કે એક સગીર વિદ્યાર્થિનીનું મોત સંદિગ્ધ પરિસ્થિતિમાં થયું છે. પોલીસનું કહેવું છે કે જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિક ગ્રામીણોએ કૂવામાંથી શબ કાઢીને કિનારે મૂકી દીધું હતું. મૃતકનની માતા અને એક ગ્રામીણે પોલીસને જણાવ્યું હતું કે પીડિતાને કૂવામાં ધક્કો મારવામાં આવ્યો હતો.
वरीय पुलिस अधीक्षक, सारण के निर्देशानुसार एवं अनुमंडल पुलिस पदाधिकारी, सोनपुर के नेतृत्व में डेरनी थाना अंतर्गत एक नाबालिग लड़की की संदिग्ध मृत्यु के संबंध में प्राप्त सूचना पर त्वरित कार्रवाई करते हुए मामले का अनुसंधान किया जा रहा है।#BiharHomeDept #SaranPolice #BiharPolice… pic.twitter.com/otFvM1d38n
— SARAN POLICE (@SaranPolice) March 15, 2026
તપાસ દરમિયાન ઘટનાસ્થળથી લગભગ 30 ફૂટ દૂર રહેતી એક ગ્રામીણ મહિલાએ પોલીસને જણાવ્યું કે પીડિતાની માતાએ તેમને ફોન કરીને પૂછ્યું હતું કે શું તેમની દીકરી ત્યાં છે. ત્યારબાદ જ્યારે તેઓ જોવા ગયા તો જણાવ્યું કે સગીરા એક તૂટેલા ઘરમાં હતી, જ્યાં એક યુવાન પણ તેની સાથે હતો. થોડી જ વારમાં પીડિતાની માતા અને બહેન પણ ત્યાં પહોંચી ગયાં અને ત્યાં ભીડ જમા થઈ ગઈ. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન યુવાન ત્યાંથી ભાગી ગયો હતો અને એ પણ સ્પષ્ટ થયું નથી કે સગીરા કૂવામાં કેવી રીતે પડી.
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી યુવરાજની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું છે કે તે ઘટનાના સમયે ઘટનાસ્થળે હાજર હતો. તેણે એ પણ જણાવ્યું કે તે અને વિદ્યાર્થિની એક જ ગામના રહેવાસી હતા અને બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ દ્વારા વાતચીત થતી હતી. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે વાતચીત થઈ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું?
વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છપરાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 14 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના શરીર પર કોઈ પ્રકારની બાહ્ય ઈજા મળી નથી. ડૉક્ટરો અનુસાર મોતનું કારણ પાણીમાં ડૂબી જવાથી ગૂંગળામણ થવું (એસ્ફિક્સિયા) છે.
પોસ્ટમોર્ટમ દરમિયાન વજાઇનલ સ્વેબ પણ લેવામાં આવ્યો હતો, જેની તપાસ આરઆર લેબોરેટરીમાં કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર તપાસમાં કોઈ પ્રકારનું સ્પર્મ (જીવિત કે મૃત) મળ્યું નથી. તેમ છતાં પોલીસે આગળની તપાસ માટે વજાઇનલ સ્વેબ, પ્યુબિક હેર, લોહી, નખ અને કપડાં સહિત અનેક સેમ્પલ સુરક્ષિત કર્યાં છે, જેને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) મુજફ્ફરપુરમાં મોકલવામાં આવી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ‘રાજપૂત વિરુદ્ધ પાસવાન’નો નેરેટિવ
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને જ્ઞાતિના એંગલથી પણ જોવામાં આવી રહી છે. પીડિતાનો પરિવાર રાજપૂત સમાજનો છે જ્યારે આરોપી પાસવાન સમુદાયના છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર ‘રાજપૂત વિરુદ્ધ પાસવાન’નો નેરેટિવ ઝડપથી ફેલાવા લાગ્યો છે. કેટલાક લોકોએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે કે ઘટના બાદ ત્વરિત કાર્યવાહી ન થઈ અને તમામ આરોપીઓની ધરપકડ પણ તરત ન થઈ શકી.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાણા દીપુ સિંઘે પણ ગામમાં જઈને લોકો સાથે વાતચીત કરવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે ગ્રામીણો અનુસાર અનેક આરોપીઓ ઘટનાસ્થળે જોવા મળ્યા હતા. તેમણે પોલીસની કાર્યવાહીની ગતિને લઈને સવાલ ઉઠાવ્યા છે.
બીજી તરફ પરસાથી આરજેડીનાં ધારાસભ્ય કરિશ્મા રાય પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું કે આ ઘટના અત્યંત ભયાનક છે અને દોષીઓને કડકથી કડક સજા મળવી જોઈએ. તેમણે એ પણ કહ્યું કે આવી ઘટનાને જાતિના ચશ્માથી ન જોઈએ જોઈએ અને ગુનેગાર ગમે તે સમાજનો હોય, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
હાલમાં આ કેસમાં પરિવાર સામૂહિક બળાત્કાર પછી હત્યાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ડૂબી જવાથી દમ ઘૂટવું જણાવાયું છે અને પ્રારંભિક તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી. પોલીસે અનેક સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે અને કેસની આગળની તપાસ ચાલુ છે.


